શંખ વગાડવાના ચમત્કારિક ફાયદા
શંખ વગાડવાથી કેવા કેવા ચમત્કારિક ફાયદા થાય છે, શંખ વગાડવાથી શું શું લાભ થાય છે? ભારતીય પરિવારોમાં અને મંદિરોમાં સવારે અને સાંજે શંખ વગાડવાનું પ્રચલન છે. જો તમે દરરોજ શંખ વગાડો છો, તો તેનાથી આપણને ઘણા લાભ થઈ શકે છે. દરરોજ શંખ વગાડવાથી માસ પેશીઓ મજબૂત થઈ જાય છે. શંખ વગાડવાથી પેટ, છાતી, અને ગરદનની માસ પેશીઓ માટે ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થાય છે. શંખ વગાડવાથી આ અંગોને કસરત મળે છે. શંખ વગાડવાથી શ્વાસ લેવાની ક્ષમતામાં સુધારો થાય છે. તેનાથી આપણી થાઇરોડ ગ્રંથિઓ અને સ્વર યંત્રની કસરત થાય છે અને બોલવા સંબંધી કોઈપણ પ્રકારની સમસ્યા ઠીક કરવામાં મદદ મળે છે. શંખ વગાડવાથી કરચલીઓની મુશ્કેલી પણ ઓછી થઈ જાય છે. જ્યારે આપણે શંખ વગાડીએ છીએ ત્યારે આપણા ચેહરાની માંસ પેશીઓમાં ખેંચાણ આવે છે. જેનાથી કરચલીઓ ઘટે છે. શંખમાં સો ટકા કેલ્શિયમ હોય છે. રાત્રે શંખમાં પાણી ભરીને રાખવું અને સવારે તેનાથી પોતાની ત્વચા પર માલિશ કરો તેનાથી ત્વચા સંબંધિત રોગ દૂર થઈ જાય છે. શંખ વગાડવાથી તણાવ પણ દૂર થઈ જાય છે. ટેન્શન મુક્ત થઈ જવાય છે. જે લોકો વધુ ટેન્શનમાં રહે છે. તેમને જરૂર શંખ વગાડવો જોઈએ, કેમ કે શંખ વગાડવાથી મગજમાંથી તમામ વિકાર ચાલ્યા જાય છે. શંખ વગાડવાથી હૃદયના એટેકથી પણ બચી શકાય છે. નિયમિત રીતે શંખ વગાડવાથી ક્યારે હાર્ટ એટેક આવતો નથી. આ રીતે વારંવાર શ્વાસ ભરીને છોડવાથી ફેફસા પણ સ્વસ્થ રહે છે. શંખ વગાડવાથી ચહેરા, શ્વસન પ્રણાલી, શ્વસન તંત્ર તથા ફેફસાની ખૂબ સારી એક્સરસાઇઝ થાય છે. શંખ વગાડવાથી ઘણા લોકોને શ્વાસની તકલીફ પણ દૂર થઈ જાય છે. અને તેનાથી સ્મરણ શક્તિ પણ વધે છે. વૈજ્ઞાનિક માને છે કે, શંખ ફૂંકવાથી તેની ધ્વનિ જ્યાં સુધી જાય છે ત્યાં સુધીની અનેક બીમારીઓના કીટાળ ધ્વનિ સ્પંદન થી બેભાન થઈ જાય છે. કે નષ્ટ થઈ જાય છે. દરરોજ શંખ વગાડવામાં આવે તો વાતાવરણ કીટાળુ ઓથી મુક્ત થઈ જાય છે. શંખ બેક્ટેરિયા તથા અન્ય રોગ નષ્ટ કરવા માટે ઉત્તમ અને સસ્તી ઔષધ છે. તેથી સવાર સાંજ શંખ વગાડવાની પરંપરા છે. શંખ વગાડવાથી હાડકાઓ મજબૂત બને છે. શંખ મા કેલ્શિયમ, ગંધક અને ફોસ્ફરસ, ખૂબ પ્રમાણમાં હોય છે. આ તત્વ હાડકાઓને મજબૂત કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે. શંખ માં રાખેલા પાણીનું સેવન કરવાથી પણ ખૂબ ફાયદા થાય છે. મંદિરમાં આરતી ના ટાઈમે સવાર સાંજ શંખ વગાડવામાં આવે છે. શંખ વગાડવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. અને સકારાત્મક ઉર્જા નો વાતાવરણમાં સંચાર થાય છે.
Writer : Sapna Joshi || Teacher