નિત્ય સમાચાર સફળ સાહસિક

10 લાખ થી વધુ મહિલાઓને પગભર કરનાર ડૉ.હિના શાહ

હિના શાહ ના બાળપણ ના દિવસો જમશેદપુર માં પસાર થયા છે.  તેમના inspiration જમશેદજી ટાટા છે. તેઓ જમશેદજી ટાટા ને ખૂબ આદર આપે છે. એમ એસ યુનિવર્સિટી બરોડા થી M.Sc. અને PHD કરી ને લેકચરર બન્યા હતા. તેમના મેરેજ સુરેન્દ્રનગર માં થયા છે. દરેક મહિલા નું જીવન જે રીતે લગ્નજીવન પછી જવાબદારી માં ગુંચવાયેલું હોય છે તે જ રીતે તેઓ પણ નવા વાતાવરણ માં અનુકૂળ થયા બાદ 1 વર્ષ પછી તેમણે તેમના પતિ ને કહ્યું કે મારે કઈક મારા માટે શરૂઆત કરવી છે. પતિ ની મંજૂરી બાદ તેઓ એ તેમની પ્રથમ શરૂઆત તેમના પતિ ની ફેક્ટરી માં પ્રોડકશન માં સેલ્સ માર્કેટિંગ વિભાગ માં કરી. 1979 માં કદાચ તેઓ સૌ પ્રથમ માર્કેટિંગ કરનાર મહિલા હતા પરંતુ તેમના માટે કઈજ અશક્ય નહોતું તેમણે માર્કેટિંગ સ્ટ્રેટેજી ની સાથે સાથે રો મટેરિયલ્સ ની બધી જ સમજ કેળવી લીધી હતી. તેમની લાઇફ નો મોટિવ એજ હતો કે ગમે તેટલી સમસ્યા આવે કે ભૂલો થાય પરંતુ કઈક તો નવું શીખવા મળે છે. જ્યારે તેમણે પ્રથમ શરૂઆત કરી ત્યારે તેમણે સુરેન્દ્રનગર જેવા નાના શહેર માં કોઈ બેન્ક લોન આપવા પણ તૈયાર નહોતું. ત્યારબાદ તેમણે ગુજરાત ફાઇનાન્સ કોર્પોરેશન માં થી લોન મેળવી હતી. તેમની બુધ્ધિક્ષમતા એટલી સરસ હતી કે તેઓ ગમે તેવી સમસ્યા હોય તો પણ રસ્તો કાઢી લેતા હતા.

https://divyamudita.com/dr-hina-shah/આપણા વડાપ્રધાન દરેક પ્રોડક્ટ માં વોકલ ફોર લોકલ પર ભાર આપી રહ્યા છે ત્યારે આ વાત કરવી ખૂબ જરૂરી છે કે તેમણે દરેક મહિલા ને કેવી રીતે પગભર બનાવવા પ્રયાસ કર્યા. તેમણે 1986 થી મહિલાઓ સ્વતંત્ર રીતે પગભર બની શકે તે ઉદ્દેશ થી International Center for Entrepreneurship Career Development   (ICED) ની સ્થાપના કરી હતી. આ સંસ્થા મારફતે 10 લાખ થી વધુ મહિલાઓને પગભર કરી હિના શાહ પોતાના ઉદ્દેશ ને આગળ વધારી રહ્યા છે. તેમના ઉદ્દેશ થી ઘણી દીકરીઓ અને બહેનો પગભર થઈ પોતાના પરિવાર ને મદદ કરી રહી છે. 25 બહેનો ને 3 અઠવાડિયાની તાલીમ 12 થી 5 ના સમય દરમ્યાન આપવામાં આવે છે. નાગાલેંડ, મણિપુર થી લઈ ને ગુજરાત ને બાંગલાદેશ , કન્યાકુમારી સુધી દરેક મહિલાઓ ને સફળ બનાવવા માટે હિના શાહ દ્વારા યોગ્ય માર્ગદર્શન અને ટ્રેનીંગ આપવામાં આવે છે. ટ્રેનીંગ બાદ મહિલાઓ 3 હજાર થી લઈ ને 1 લાખ સુધી કમાઈ શકે છે. શરૂઆત માં પારિવારિક અને અન્ય સમસ્યાઓ ના કારણે મહિલાઓ ને ઘણી મુશ્કેલી પડી પરંતુ પછી સફળતા મળી. જ્યારે કોઈ મહિલા Economically Independent Business ની મદદ થી પરિવાર માટે આર્થિક ઉપાર્જન કરે છે ત્યારે તે બાળકો ના ભણતરમાં અને ઘરમાં પણ મદદ કરી શકે છે અને તેમને કોઈ દિવસ કોઈ ના સામે હાથ લાંબો કરવો પડતો નથી.

તેમના આ કાર્ય થી મહિલાઓ સહિત પૂરા સમાજ નો વિકાસ કરવામાં તેઓ મદદરૂપ થયા છે જેની નોંધ ભારત સરકારે લઈ ને તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી પ્રતિભા પાટિલ તરફ થી સ્ત્રી શક્તિ એવોર્ડ અને આર્થિક વિકાસ ક્ષેત્રે ભારત જ્યોતિ એવોર્ડ આપવામાં આવ્યો છે. હજારો મહિલાઓ ના પથદર્શક એવા ડો.હિના શાહ ને સો સો સલામ.

સંકલન : મિત્તલ ભાવસાર , ફોટો સોર્સ : ગૂગલ

Related Posts