લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક: 24

જે કર્મ કૃષ્ણભાવનાયુક્ત રીતે આપણે કરતાં હોઈએ તે કર્મ ફળ આપણને બાંધતું નથી. તેવું આપણે આ અગાઉના લેખમાં જોયું. દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય સાંભળતો,જોતો, સ્પર્શ કરતો, સૂંઘતો,ખાતો, ચાલતો, સૂતો તથા શ્વાસ લેતો હોવા છતાં, પોતાના અંતરમાં હંમેશાં તે જાણતો હોય છે કે હકીકતમાં તે પોતે કશું જ કરતો નથી. તે જાણતો હોય છે કે આ બધી ક્રિયાઓ તો માત્ર ભૌતિક ઈન્દ્રિયો જ કરે છે. પોતે તો સર્વથી અલિપ્ત હોય છે. જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને, આસક્તિથી રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, તે જેમ જળ કમળપત્રનો સ્પર્શ નથી કરતું તેમ તે મનુષ્ય પણ પાપ કર્મોથી અલિપ્ત રહે છે. તે મનુષ્યને તેના શુભ કે અશુભ કર્મનાં ફળો સાથે કોઈ લેવાદેવા રહેતી નથી. અને એવા યોગીજનો અનાસક્ત થઈને શરીર,મન, બુદ્ધિ અને ઈન્દ્રિયો દ્વારા ફક્ત આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. તે જાણે છે કે તેનું શરીર પણ પોતાની માલિકીનું નથી.ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે. જ્યારે દેહધારી આત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મનો પરિત્યાગ કરે છે ત્યારે તે સુખપૂર્વક રહી શકે છે.

https://divyamudita.com/bhagvad-geeta-ark-24/શરીર રૂપી નગરનો સ્વામી એવો દેહધારી જીવાત્મા,કર્મ ઉત્પન્ન કરતો નથી કે લોકોને કર્મ કરવા પ્રેરિત પણ નથી કરતો કે પછી તે કર્મના ફળનું સર્જન પણ નથી કરતો.આ બધું તો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા જ થાય છે. પરમેશ્વર કોઈનાએ પાપ કે પુણ્ય ગ્રહણ નથી કરતા. સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય કોઈ સંજોગો પ્રતિ નથી દુઃખ કરતો કે નથી હરખાતો. તે ઈન્દ્રિય સુખ પ્રતિ ક્યારેય આકર્ષાતો નથી. પરંતુ તે તો હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહે છે. જો વર્તમાન શરીરનો ત્યાગ કરતાં પહેલાં કોઈ મનુષ્ય ભૌતિક ઈન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસના અને ક્રોધના આવેગને રોકી શકે તો તે નિશ્ચિત પણે “યોગી” છે. અને તે જગતમાં સુખી છે. તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે. અને અંતે બ્રહ્મને પામે છે.

https://divyamudita.com/bhagvad-geeta-ark-24/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts