લેખાનુભુતિ

” મિત્રતા “

   આપણે જ્યારે નાના હતા ત્યારે ફ્રેન્ડશીપ માટે એક વાક્ય બહુ જ આપણને આપણા ટીચર્સ  કહેતા.”A friend  in need is a friend indeed” આપણે સુવાક્ય તરીકે પણ બ્લેક બોર્ડ પર લખતા. મિત્રતા વિશે તો લોકોએ ઘણું કહી દીધું છે. પણ મારા મતે મિત્રતા એટલે આપણું જ એક સ્વરૂપ. કે જ્યાં આપણે દિલ ખોલીને બધી વાત કરી શકીએ. જરૂરી નથી કે મિત્રોનો સ્વભાવ કે પસંદગી એક જ જેવા હોય. પણ મિત્રતામાં એક દિલ બીજા દિલથી નજીક હોય છે. છળકપટ નથી હોતા. ખુલીને વાત કરી શકીએ છીએ. મારું તારું નથી હોતું. આપણા દુઃખની અને આપણા સુખની બંને વાતો આપણે એની સાથે બેજીજક  કરી શકીએ છીએ. અને આપણને ખબર છે કે એમાં કોઈ દગો કે છળ કપટ નહીં થાય. ને કોઈ તકલીફ મા હોય તો મિત્ર ચેનથી રહી પણ નઈ શકે. એવી જ એક વાર્તા હું તમને આજે કહેવાની છું.

https://divyamudita.com/friendship/રીધમની મમ્મી ખૂબ બીમાર હતી. રીધમે પહેલી વાર મમ્મીને આટલી ઢીલી જોઈ’તી. આટલી બીમાર જોઈ’તી. એના પપ્પાને મરી ગયે ચાર..સાડા ચાર વર્ષ પુરા થયા. રીધમ એકનો એક દીકરો.  હજી તો માંડ વીસ એકવીસ વર્ષની એની ઉંમર હતી. ને એક પ્રાઇવેટ કંપનીમાં નવી નવી નોકરીએ લાગેલો હતો. અને અચાનક એની મમ્મી બીમાર  થઈ. તેને સમજાતું નહોતું કે શું કરવું? તે એની મમ્મીને લઈને દવાખાને ગયો. કોરોનાનો કાળ ચાલી રહ્યો હતો. લગભગ દવાખાના બંધ હતા. ક્યાંક ક્યાંક કોઈ ડોક્ટર મળી જતા. તે ગમેતેમ કરીને એની મમ્મીની સારવાર સત્વરે કરાવવા માંગતો હતો. એના મિત્રોને જાણ થતાં એ લોકો પણ  આવી પહોંચ્યા હતાં. તેઓ જાણતા હતા કે રીધમ માટે એની મમ્મી જ સર્વસ્વ હતી.

રિધમ પૈસા ભરવા માટે ગયો  ત્યારે કાઉન્ટર પર બેઠેલી રિસેપ્શનિસ્ટ કહ્યું કે તમારું તો બિલ ભરાઈ ગયું છે. ત્યારે રિધમે આશ્ચર્યથી પોતાના મિત્રો સામે જોયું

તેના મિત્રોમાંથી  કોઈ ગાડી લઈને ગયું કે હોસ્પિટલ માં જવા કામ લાગે તો કોઈ ફ્રૂટ્સ લઈને ગયો. કોઈની  મમ્મીએ રિધમ અને એની મમ્મી માટે ખાવાનું મોકલ્યું. આમ રીધમને કોઇપણ માણસની ખોટ એના મિત્રોએ ન પડવા દીધી. ડોક્ટર નું નિદાન આવ્યું કે રીધમની મમ્મીને પેટમાં આંતરડામાં ઇન્ફેકશન હતું. જેના કારણે સતત એમને ઊલટી થતી અને ખાવાનું ટકતું નહોતું. એની મમ્મી બે દિવસમાં  તો ખુબ ઢીલી પડી ગઈ’ તી. અશક્તિ આવી ગઈ ‘તી. મોઢું સુકાઈ ગયું હતું.  રીધમ એની મમ્મીની આવી હાલત જોઇ શકતો નહોતો પરંતુ મિત્રોના સહારાના કારણે અને સતત મિત્રો એની સાથે ને સાથે રહેતા, વાતો કરાવતા.. એના કારણે રીધમ પોતાની જાતને સંભાળી શકયો હતો. દસ દિવસ આમ ડોક્ટરના ત્યાં એની મમ્મીને રાખ્યા. છેલ્લે જ્યારે એની મમ્મીને દવાખાનામાંથી રજા મળી. ત્યારે તે ડોક્ટર પાસેથી  કઈ દવા ક્યારે આપવી? કેવી રીતે આપવી? બધું સમજીને ફાઇલ લઇને કાઉન્ટર ઉપર ગયો. પૈસા ભરવા. ત્યારે કાઉન્ટર પર બેઠેલી રિસેપ્શનિસ્ટ કહ્યું કે તમારું તો બિલ ભરાઈ ગયું છે. ત્યારે રિધમે આશ્ચર્યથી પોતાના મિત્રો સામે જોયું. મિત્રોએ રીધમના સામે જોયું. જાણે કંઈ ખબર જ નથી એવી રીતે. રિધમે બધાને પૂછયું પણ બધાએ વાત ને સાંભળી ન સાંભળી કરી.

https://divyamudita.com/friendship/રીધમ વિચારી રહ્યો. કેશ કાઉન્ટર ઉપર એણે પૂછ્યું કે કોણે સહી કરી છે મને બતાવો. કોના એકાઉન્ટમાંથી પૈસા આવ્યા છે મને બતાવો. પણ રિસેપ્શનિસ્ટે કહ્યું કે મને કંઈ જ ખબર નથી અને જેણે પૈસા આપ્યા છે એણે મને આ બધું કહેવાની ના પાડી છે. રીધમ થોડીવાર મૂંઝવણમાં ઊભો રહ્યો. પણ એટલામાં બે નર્સો એની મમ્મીને હાથ પકડીને બહાર લાવી રહી હતી. રીધમ દોડતો એની મમ્મી પાસે ગયો. એટલામાં એનો એક બીજો ફ્રેન્ડ ગાડી લઈને ઝાંપા આગળ આવી ગયો. એની મમ્મીને ગાડીમાં બેસાડીને સાચવીને ગાડી ચલાવીને ઘરે લાવ્યા. ઘરે આવ્યા એની મમ્મી તો પથારીમાં જ હતી. અશક્તિ હતી. એ ઘરનું કામ કરી શકે એવું ન હતું. પણ આવા સમયમાં પણ  તેના મિત્રોની મમ્મીઓ અને બહેનોએ તેમના ઘરની બધી જવાબદારી સંભાળી લીધી હતી. સવારે એક મિત્રના ઘરેથી ટીફીન આવે તો સાંજે બીજા મિત્રના ઘરેથી. આમને આમ બીજા દસ દિવસ પસાર થઈ ગયા. અને સાંજ પડે એટલે રીધમના બધા મિત્રો આંટી ની આજુબાજુ ગોઠવાઈ જતા અને જુદીજુદી અવનવી વાતો કરીને એમને હાસ્યથી થકવી દેતાં. અને આમ રીધમ ની મમ્મીની રિકવરી જલ્દી થવા લાગી. ઘરનું કામ કરી શકે એવી થઈ ગઈ. પરંતુ રીધમ વિચારી રહેલો કે આ હોસ્પિટલનું બિલ કોણે ચૂકવ્યું?.  મિત્રોમાંથી એક પણ મિત્ર કંઈ જ બોલતા ન હતા. હવે રીધમની મમ્મી કામ કરી શકતા હતા. અને સ્વસ્થ થઈ ગયેલા હતા. એટલે રીધમ કોઈવાર મિત્રો સાથે રાત્રે ગોળ ગપાટા કરવા માટે બહાર જતો.  એક વખત રીધમે બધા મિત્રોને પોતાની સાથે બેસાડીને પૂછ્યું કે કોણે આપ્યું છે હોસ્પિટલનું બિલ? તમે જણાવો. એણે દોસ્તી તોડી નાખવાની ધમકી આપી. ત્યારે બધા દોસ્તો એ કહ્યું કે તારી મમ્મી એ અમારી પણ  મમ્મી જ છે ને..હજી તો તું હમણાં જ નોકરીમાં લાગ્યો છે. હજી તારી પાસે એવું કોઈ ભંડોળ ભેગું નથી થયું. તો અમારી જવાબદારીમાં પણ આ આવે જ છે અને અમારા પપ્પાઓએ પણ એમાં ફાળો આપેલો છે. એટલે તારે આમાં કંઈ જ બોલવાનું નથી. મિત્રતાની કસમ આપી. તેં અમારી સાથે મિત્રતાના સંબંધ રાખ્યા છે. બસ તો અમારા માટે મિત્ર બની રહે એ જ અમારે માટે પુરતું છે.

 મિત્રો,  મિત્રતા એ એવો સંબંધ  છે કે જ્યાં સુખ કે દુઃખ ક્યાં પસાર થઈ જાય છે ખબર નથી પડતી. દુખ આવે છે તો એ લોકો સહભાગી થાય છે અને સુખ આવે છે તો એ લોકો માણે છે. તો આમ સારી મિત્રતા હોય તો દુઃખના દિવસો ખૂબ જ ઝડપથી જતા રહે છે.

https://divyamudita.com/friendship/Writer:: સરોજબેન નાયક , રીટાયર્ડ શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ ,
Youtuber ::  GyanTrusha
લેખક- ગાંધીનગર મેટ્રો & Cloth Look Fashion Magazine(international)

 

Related Posts