લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક -30

અત્યાર સુધી આપણે કૃષ્ણ-અર્જુનના સંવાદ દ્વારા જીવન ઉપયોગી ઘણી બાબતો જોઈ. જેમાં ગીતા પરિચય, કર્મયોગ, સકામ કર્મ, નિષ્કામ કર્મ, કૃષ્ણપરાયણ કર્મ,કર્મનું ફળ, દિવ્ય જ્ઞાનયોગ, ધ્યાન, યોગ, સમાધિ, સમાધિનો આનંદ… એવી ઘણી બાબતો જોઈ. જીવનમાં આવતા સુખ-દુઃખ, આપત્તિઓ, આનંદ- વિષાદ, મોહ- માયા પ્રત્યે કેવી રીતે તટસ્થતા કેળવવી તેનું જ્ઞાન મેળવ્યું. તે ઉપરાંત મનને વશ કરી શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી? ઈન્દ્રિયોને નિયંત્રિત કરી યોગ ધ્યાનમાં મનને કેવી રીતે સ્થિર કરવું? અને પરમાનંદની સ્થિતિ, સમાધિની સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરવી? તે બધું જ આપણે જોયું. હવે “પરમેશ્વરનું જ્ઞાન” જોઈએ.

https://divyamudita.com/bhagvad-geeta-ark-30/ભગવદ્ ગીતાના આ સાતમા અધ્યાયમાં કૃષ્ણભાવનાયુક્ત પ્રકૃતિનું વિસ્તૃત વર્ણન કર્યું છે. કૃષ્ણ સર્વ ઐશ્વર્યથી પૂર્ણ છે. અને તેઓ મનુષ્યના જીવનમાં પણ એશ્વર્ય કેવી રીતે ઉત્પન્ન કરે છે તેનું વર્ણન છે. હજારો મનુષ્યો માંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે. અને તે પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈ એક કૃષ્ણને વાસ્તવમાં જાણી શકે છે. સામાન્ય રીતે લોકો આહાર,નિંદ્રા, ભય અને મૈથુન જેવી પશુવૃતિઓમાં જ રચ્યાપચ્યા રહે છે. અધ્યાત્મજ્ઞાનમાં ભાગ્યે જ કોઈ મનુષ્ય રુચિ ધરાવે છે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, દેરાસર નિયમિત જતા લોકોને પણ આધ્યાત્મિક લોકો તો ન જ કહેવાય.તેઓ તો ફક્ત જે તે ધર્મસ્થાને જવાની ક્રિયા કરે છે. અને ફરી પાછા આહાર,નિંદ્રા, ભય, મૈથુન જેવી પશુવૃત્તિમાં અને ભૌતિક વસ્તુઓના મોહમાં રચ્યા પચ્યા રહે છે. જેઓ અધ્યાત્મકજ્ઞાનમાં, આત્મા-પરમાત્મા તથા જ્ઞાનયોગ તેમજ ધ્યાનયોગ દ્વારા સાક્ષાત્કારની પ્રક્રિયામાં અને ભૌતિક પદાર્થ થી આત્માને ભિન્નતા જાણવામાં રસ ધરાવે છે તે અધ્યાત્મને જાણે છે. તે બ્રહ્મને જાણી શકે છે. ભક્તિમાર્ગ એટલો સરળ નથી. ભગવાનની ભક્તિમય સેવા કર્યા વિના કોઈપણ વ્યક્તિ ભલેને પછી તે વિદ્વાન કે દાર્શનિક હોય, છતાં તે ભગવાનને જેવા છે તેવા જાણી શકતો નથી. તો ભગવાનને જાણવા માટે શું કરવું?… તે આપણે હવે પછીના લેખમાં જોઈશું:  જય શ્રી કૃષ્ણ

https://divyamudita.com/bhagvad-geeta-ark-30/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts