કારગિલ વિજય દિવસ પર દરિયા દિલ અને ઉદાર બ્રિગેડીયર ની વાત
એક ભારતીય અધિકારી એ કેવી રીતે દુશ્મન કેપ્ટન ને પાકિસ્તાન નો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં મદદ કરી. ભારત દેશ ની ઉદારતા માટે ભારત દેશ નો ઇતિહાસ સાક્ષી છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણા ના સ્મરણો અને જીવન આપણ ને આજે પણ યાદ છે. આ બંને મહાપુરુષો એ દુશ્મનો ને પણ જીવનદાન અને મૃત્યુ સમયે પણ તેમનું સન્માન કર્યું છે જેનો ઇતિહાસ સાક્ષી છે. જેનું પુનરાવર્તન ફક્ત ભારત દેશ માં થઈ શકે છે. 1999 માં કારગિલ યુધ્ધ દરમ્યાન આવો જ એક કિસ્સો બન્યો હતો. જે યુધ્ધ દરમ્યાન ભાગ્યે જ જોવા મળે છે. દુશ્મન સેના ના સૈનિક ની બહાદુરી ની પ્રસંશા કરવી અને દુશ્મન દેશ ને પત્ર લખી ને એમ જણાવવું જોઈએ કે આ સૈનિક ની બહાદુરી નું સન્માન કરવું જોઈએ.
આ વાત કેપ્ટન કર્નલ શેરખાન ની અને ભારતીય સેનાના અધિકારી બ્રિગેડીયર એમ.પી.એસ.બાજવા જે હવે નિવૃત છે તેમની છે. જે તે સમયે 192 માઉન્ટેન બ્રિગેડ ની કમાન્ડ કરી રહ્યા હતા. તે સમયે પાકિસ્તાની અધિકારી કેપ્ટન શેર ખાને કારગિલ યુધ્ધ માં જીવ ગુમાવ્યો હતો. અહી ભારત દેશ ની ઉદારતા ની વાત એ છે કે તેમણે પોતાના જનરલ ઓફિસર ને શેરખાન ની બહાદુરી ની વાત કરી ને પ્રસંશા કરી હતી અને નાનું પ્રસંશા પત્ર લખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને કહ્યું હતું કે તે ખૂબ જ બહાદુરી થી લડ્યા હતા. અને જરૂરી માન્યતા મળ્યા પછી તેમણે પ્રસંશા પત્ર લખી તેમના ખિસ્સામાં મૂક્યો હતો. શરૂઆતમાં પાકિસ્તાને પોતાનો કોઈ સૈનિકે યુધ્ધ માં ભાગ લીધો નથી તેમ કહી તેમના મૃતદેહ ને સ્વીકારવાની ના પડી હતી પરંતુ વૈશ્વિક દબાણ ને કારણે બાદમાં દરેક સૈનિકો ના મૃતદેહ લઈ ગયા હતા.
આનંદ ના સમાચાર એ હતા કે ભારતીય સેનાના અધિકારી બ્રિગેડીયર એમ.પી.એસ.બાજવા ના એક પ્રસંશા પત્ર ના કારણે તેમને પાકિસ્તાન ના સર્વોચ્ચ પુરસ્કાર “ નિશાન – એ- હૈદર” થી સન્માનવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમના પિતા તરફ થી ભારતીય સેના ને આભાર પત્ર મોકલી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારતીય સેના ની બહાદુરી ના કિસ્સા તો અસંખ્ય છે સાથે આવી દરિયા દિલી અને ઉદારતા પણ છે તે આપણા બહાદુર બ્રિગેડીયરે સાબિત કરી દીધું.
સંકલન : મિત્તલ ભાવસાર
B.Com., PGDCA ,
Content Writer and Social Worker
Photo Source : Google