નિત્ય સમાચાર

પાંચ વર્ષ ની બાળકી મહીકા ફક્ત 5 મિનિટ માં 30 શ્લોક બોલી ને ઇતિહાસ રચ્યો

ટેક્નોલોજી ના આ સમય માં જ્યારે બાળકો ટેકનિકલ ઉપકરણો થી વીંટળાયેલા હોય છે ત્યારે એક નાનકડી બાળકી એ ફક્ત 5 મિનિટ માં 30 શ્લોક બોલી ને ઇતિહાસ રચ્યો છે અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ માં સ્થાન મેળવ્યું છે. મહારાષ્ટ્ર ના પુણે માં રહેતી પાંચ વર્ષ ની બાળકી મહીકા એ શ્લોક ને યાદ રાખવા અને મુખપાઠ કરવાના મામલે રેકોર્ડ બનાવ્યો છે.

મહીકા જ્યારે નાની હતી ત્યારે દરરોજ સવારે  શ્રીમદ ભગવદ ગીતા ના શ્લોક વાંચવાનો પ્રયત્ન કરતી હતી

માતા પિતા દ્વારા આપવામાં આવતા યોગ્ય સંસ્કારો બાળકોના ઘડતરમાં તો મદદમાં તો આવે જ છે તે ઉપરાંત બાળકોની છુપાયેલી રુચિ અને પ્રતિભા ને પણ બહાર લાવે છે. મહીકા ના ઘરમાં દરરોજ સવારે પુજા અર્ચના થાય છે અને શ્લોકોનો પાઠ કરવામાં આવે છે. મહીકા જ્યારે નાની હતી ત્યારે દરરોજ સવારે  શ્રીમદ ભગવદ ગીતા ના શ્લોક વાંચવાનો પ્રયત્ન કરતી હતી. ત્યારબાદ તેની માતા ને તેની જાણ થતાં તેમની બાળકી ને શ્લોક યાદ રાખવામા મદદ કરી અને વિવિધ સ્પર્ધાઓ માં ભાગ લેવા માટે પ્રેરણા આપી. મહીકા ના શાળા ના આચાર્ય એ પણ તેને પ્રોત્સાહિત કરી અભિનંદન આપ્યા.

આપણી સંસ્કૃતિ અને આપના સંસ્કાર નું આ સુંદર ઉદાહરણ અને આપણા માટે આ એક ગૌરવ ની વાત છે.

સંકલન : મિત્તલ ભાવસાર , ફોટો સોર્સ- ગુગલ

Related Posts