લેખાનુભુતિ

બાળકોના ખાતી વખતે નખરાં અને તેનો ઉપાય

જેમનાં નાનાં બાળકો છે એવા બધા જ વાલીઓ કે આજકાલ એક વિશેષ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.સમસ્યા એ જ તેમના બાળકોના ખાતી વખતે ખૂબ જ નખરાં કરે છે.આ નખરાને લીધે વાલીઓ અને સંતાનો વચ્ચે નાના ઝગડા પણ થાય છે અને કેટલાક વાલીઓ કાઉન્સેલરની સલાહ લેતા પણ થયા છે.આ બાબતે હકીકતમાં બાળકના જન્મ વખતથી વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ. કેટલીક મમ્મીઓ આજકાલ બાળકને ખવડાવવા માટે હાથમાં મોબાઈલ પકડાવી દે છે અને મોબાઈલ જોતા જોતા બાળક ખાય છે અથવા માતા તેને ચમચીએ ચમચીએ ખવડાવે છે.સ્વાભાવિક છે કે મોબાઈલમાં ગેમ રમતા રમતા બાળક જ્યારે ખાય ત્યારે એનું ધ્યાન ખાવામાં ન હોય.આવી રીતે લીધેલો ખોરાક સારી રીતે પચતો પણ નથી.જેનાથી પાચન તંત્ર નબળું પડે એ સ્વાભાવિક છે.આ વિશે આપણે અત્યંત ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે.

https://divyamudita.com/flirting-while-eating-children/દિલ્હીમાં મેડિકલ વર્લ્ડ ફોર યુ માં પ્રેક્ટિસ કરતા ડો. તોમર કહે છે કે વાલીઓ જો બાળકોને બાળપણથી જ હેલ્ધી ફૂડ અંગે કેળવે તો તે મોટા થઈને જ્યારે ઘરની બહાર અભ્યાસ કે નોકરી માટે નીકળશે ત્યારે તે સ્વસ્થ ખાણીપીણી જ અપનાવશે.તેઓ તેમને આજીવન સ્વસ્થ રાખે છે. ડીજીટલાઇઝેશનના આજના યુગમાં ફિઝિકલ ઍક્ટિવિટી ઘણી ઘટી ગઈ છે.(જે હરગિજ સારું નથી)આ સ્થિતિમાં બાળકોને પૌષ્ટીક આહાર અને તેમની ટેવો પર નજર રાખવું વધુ જરૂરી બની ગયું છે.આજકાલ નાના બાળકોને ચટપટો ખોરાક બહુ ભાવે છે.જેમકે પાઉભાજી, મનચુરીયન બર્ગર વગેરે પરંતુ આ તમામ પ્રકારનો ખોરાક છે પેટ માટે અત્યંત ખાતરનાક છે.આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે પાઉં મેંદામાંથી બને છે અને મેંદો આંતરડા માટે ખતરનાક હોય છે. માનો કે મેંદો એ પેટનો દુશ્મન છે.ચટપટા ખોરાકમાં બાળકો સૌથી વધારે મંચુરિયન અને પાઉં ભાજી પસંદ કરે છે. પરંતુ મંચુરિયનમાં આજીનોમોટો વપરાય છે.જે મગજના જ્ઞાનતંતુઓને નબળા પાડે છે.આથી આપણે સૌ બાળકોને મનચુરીયનથી દુર રાખવા તમામ પ્રકારની કોશિશ કરવી જોઈએ.આ પ્રશ્નનો સીધો સાદો ઉકેલ એ છે કે બાળકોને નાનપણથી ખોરાકને બદલે ફળફળાદીની ટેવ પાડો.

મારી પોતાની વાત કરું તો હું જ્યારે પણ બજારમાં જાઉં ત્યારે મારી નાની બેબીને નાળિયેરનું પાણી પીવડાવી દઉં છું.એ ખૂબ નાની હતી કે જ્યારે તેને મનચુરીયન વગેરેની ખબર જ નહોતી ત્યારથી તે નાળિયેરનું પાણી પીવે છે અને નાળીયેરનું પાણી પીવાથી પેટ ભરાઈ જાય એટલે બીજું કશું માંગે નહીં આ મારો વ્યક્તિગત સહેલો ઉકેલ છે.આપ સર્વેએ પણ પોતપોતાના કેસમાં આ પ્રશ્નનો ઉકેલ શોધવો રહ્યો. જો આપ આ પ્રશ્નોનો ઉકેલ અત્યારે નહીં શોધો તો બાળકના શરીરને શરીરને વિટામિન કે પ્રોટીન નાનપણથી મળશે નહીં.જેના લીધે બાળકના શરીરનું યોગ્ય ઘડતર થશે નહીં.માટે મગજનું ઘડતર નહીં થાય.આવા બાળકો ભવિષ્યમાં જીવનની હરીફાઈમાં પાછા પડી જતા હોય છે.એટલું જ નહીં ભોજનની સાથે મગજના વિકાસનો સીધો સંબંધ હોય છે. ભોજન જેટલું સારી કક્ષાનું લેવાય તેટલું મગજ પણ સારી રીતે કામ કરે છે.વાળી આજકાલ શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે.આપણે બાળકોને ખૂબ સારી રીતે ભણાવવાના હોય છે.આથી બાળકોને સાર ભોજનની આદત પાડવી એ માતા-પિતાની સૌથી પ્રથમ ફરજ બને છે.આભાર.

Writer : કર્દમ ર. મોદી,  M.Sc.,M.Ed.
પાટણ.

Related Posts