ભારતે કોરોના રસીકરણ નો વિશ્વ રેકોર્ડ સર્જ્યો
કોરોના ના રસીકરણ ની પ્રક્રિયા માં ભારત સરકાર દિન પ્રતિદિન ખૂબ જ આગળ વધી રહી છે જેમાં નવી પધ્ધતિ અનુસાર એક જ દિવસ માં 86 લાખ થી વધુ લોકો ને રસી આપી વિશ્વ રેકોર્ડ કર્યો છે. સરકાર દ્વારા દેશ ના દરેક પુખ્ત વ્યક્તિ ને મફત રસી ના અભિયાન અનુસાર પ્રથમ દિવસે જ ખૂબ મોટો રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વ માં અત્યાર સુધી આપવામાં આવેલ આ સૌથી વધુ છે. રસીકરણ નો રેકોર્ડ બન્યા પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ વેલડન ઈન્ડિયા કહી આવકાર્યું હતું.
ગુજરાત માં એક જ દિવસ માં 5 લાખ થી વધુ રસી આપવામાં આવી છે જે સૌથી વધુ રસી આપવામાં ચોથા ક્રમે છે તેમાં પ્રથમ ક્રમે મધ્યપ્રદેશ જે 16 લાખ થી વધુ , બીજા ક્રમે કર્ણાટક જે 11 લાખ થી વધુ અને ત્રીજા ક્રમે ઉત્તર પ્રદેશ જ્યાં 7 લાખ થી વધુ લોકો ને કોરોના ની રસી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ માં કહેવામા આવ્યું છે કે 2021 ના અંત સુધી માં દેશ ના તમામ પુખ્ત લોકો ને રસી આપવાનું લક્ષ્યાંક છે.