હવે ખિસ્સા માં રાખી શકાશે ઑક્સીજન બોટલ
આઇઆઇટી કાનપુર ના પૂર્વ વિધ્યાર્થી અને ઇ-સ્પીન નેનો ટેક પ્રા.લી ના માલિક ડો.સંદીપ પાટિલ એ કોરોના ની બીજી લહેર માં જોયું કે કોરોના ના દર્દીઓ ને સૌથી વધુ ઑક્સીજન ની તકલીફ પડી રહી છે જેના કારણે ઘણા દર્દીઓ એ જીવ પણ ખોવા નો વારો આવ્યો છે આ પરિસ્થિતી થી તેમને ખ્યાલ આવ્યો કે ઑક્સીજન નો એવો કોઈ વિકલ્પ હોવો જોઈએ જે હાથવગો હોય અને દરેક ને પોસાય પણ ખરો. આજ મિશન ને ધ્યાન માં રાખી તેમણે રિસર્ચ કર્યું અને પોર્ટેબલ બોટલ તૈયાર કરી.
ઓકસાઈજ નામની આ બોટલ 300 ગ્રામ ની હોય છે અને તેમાં 10 લિટર ઑક્સીજન કોમ્પ્રેસ કરી ને ભરવામાં આવ્યો છે. તેમાં એક ડિવાઇસ હોય છે જે દર્દી ના મોઢા માં સરળતા થી સ્પ્રે કરી ઑક્સીજન આપી શકાય છે એક બોટલ થી લગભગ 200 શોટ્સ લઈ શકાય છે.
ડો.સંદીપ પાટિલ ની કંપની એ પાંચ લેયર નું N-95 માસ્ક પણ બનાવ્યા છે. ઑક્સીજન ની આ બોટલ ઈમરજન્સી માં દર્દી ને આપી શકાય છે જેથી તેને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય. ઓકસાઈજ નામની આ બોટલ online વેચવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેની કિમત ફક્ત 499 રૂપિયા રાખવામા આવી છે. જે મેડિકલ કીટ સાથે પણ આસાનીથી રાખી શકાય છે. કંપની અત્યારે રોજ ની 1000 બોટલ નું ઉત્પાદન કરી રહી છે. આ બોટલ થી શ્વાસ ની તકલીફ વાળા દર્દી અને ઊંચા પહાડો પર ફરજ બજવતા સૈનિકો માટે ખૂબ જ કારગર નીવડશે તેવી આશા છે.