લેખાનુભુતિ

પુસ્તક સાથે પ્રેમ કેટલો જરૂરી…કેટલો ઉપયોગી?

આજના ટેકનોલોજીકલ યુગમાં સોશીયલ મીડિયા અને અન્ય માધ્યમોના કારણે આજનું બાળક પરિવાર, સમાજ અને ખાસ તો પોતાના મિત્ર વર્તુળથી વિખૂટી પડી ગયું છે અને આનુ જો કોઈ સબળ કારણ હોય તો તે છે શિક્ષણ.

 શિક્ષણ જરૂરી નથી કે શાળામાં થી જ મળે પોતાના ઘરમાંથી અને ઘરના વાતાવરણથી પણ મહદઅંશે શિક્ષણ અને કેળવણી મળતી હોય છે કારણકે બાળક શાળા એ જાય તે પહેલા પોતાના માતાપિતા દ્વારા કરાતા વર્તન અને સંસ્કારથી જ પોતાને સીંચે છે. બાળકની દુનિયા પોતાના માતા-પિતા અને પરિવાર જ હોય છે પરંતુ આપણે શુ તેમને તેના ભવિષ્ય માટે જે જરૂરી છે તે આપી શકીએ છીએ ખરા ?

આપણા ઘરમાં પૂજાઘર કે મંદિર કદાચ નહી હોય તો ચાલશે પરંતુ આપણે એક પુસ્તક ઘર (લાયબ્રેરી) જરૂર બનાવવી જોઈએ

પુસ્તક જેવો કોઈ મિત્ર નથી જે કયારેય ખોટું બોલતો નથી આપણા બાળકને પુસ્તક પ્રેમી બનાવવો જોઈએ એને રમકડાં નહી પણ પુસ્તક સાથે રમવા પ્રેરવા જોઈએ. આપણા ઘરમાં પૂજાઘર કે મંદિર કદાચ નહી હોય તો ચાલશે પરંતુ આપણે એક પુસ્તક ઘર (લાયબ્રેરી) જરૂર બનાવવી જોઈએ. આપણા ઘરના દરેક સારા / ખરાબ પ્રસંગે પુસ્તકો ભેટ આપવાની પ્રથા અપનાવવી જોઈએ. જૂના કપડાં પહેરો પણ નવું પુસ્તક ખરીદો. એક પુસ્તક અને એક પેન સાથે કોઈપણ બાળક દુનિયા બદલી શકે છે. હોમ હવન કે કર્મકાંડમાં કરેલ ખર્ચ કરતા આપણા બાળકના ઘડતર પાછળ કરેલ ખર્ચ વધુ વળતર આપી શકે છે.

https://divyamudita.com/books-love/આ દુનિયા પર ચમત્કાર કોઈ ભગવાન કે ધર્મ ગુરૂ નહિ પણ પુસ્તક સાથે મેળવેલ શિક્ષણ જ કરી શકે છે. આપણે સિમેન્ટ-કોંક્રિટના બિલ્ડિંગની જરૂર નથી પણ મોટી મોટી લાયબ્રેરીની જરૂર છે. દરેક ગામમાં ફરજિયાત એક લાયબ્રેરી હોવી જોઈએ અને દરેક ઘરમાં એક નાનું પુસ્તકાલય હોવુ જોઈએ. મહારાષ્ટ્રના સંત ગાગડેજી કહેતા કે થાળી વેચી દેવી પડે તો એ વેચી ને પણ ભણો. વિશ્વના ઘણા મહાન માનવો શિક્ષણ થકી આગળ આવ્યા છે જેના અસંખ્ય દાખલા આપણી પાસે છે.

મહારાષ્ટ્રના એક નાના ગામમાં એક છોકરો જેનું બાળપણનું નામ ચિંત્યો. તે દિવસ દરમ્યાન શેરીના બધા ઘરના કામ કરે જેને મહારાષ્ટ્ર માં “માધુકરી” કહેવાય. જે ત્યાં જ જમે બપોર પછી શાળાએ જાય અને સાંજે પણ કામ કરે. રાત્રે મોડા સુધી સ્ટ્રીટ લાઇટના અજવાળે ભણે અને ત્યાં જ સૂઈ જાય. સવારે વહેલા ઉઠી જાહેર નળ પર નાહી તૈયાર થઈને કામે લાગી જાય. એની આ સખત મહેનત જોઈને લોકો તેને પૈસા આપતા પણ તે શેરીના લોકો પાસેથી પૈસાની જગ્યાએ પુસ્તકો લેવાનો આગ્રહ રાખતો અને લોકો પણ તેને આગળ ભણવા માટે પ્રેરણા આપતા અને જરૂરી પુસ્તકો ખરીદી આપતા હતા. આ ચિંતયો મોટો થઈને અર્થશાસ્ત્રી થયો અને સ્વતંત્ર ભારતના નાણામંત્રી તરીકે શપથ લીધા. તેમનુ નામ હતું ચિંતામણ દેશમુખ. આવા અસંખ્ય ઉદાહરણ આપણી આસપાસ છે અને બની રહયા છે. આપણા પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી કે જેઓ શાળાએ જવા માટે નદી પાર કરીને માથે પાટી મૂકીને દરરોજ જતા હતા અંતે ભારતના વડાપ્રધાન પદ સુધી પહોચ્યા. ડૉ.બાબાસાહેબ આંબેડકર કે જેઓ દલિત પરિવારમાં ખૂબ જ દયનીય પરિસ્થિતીમાં જન્મયા હોવા છતાં આપણા બંધારણના ઘડવૈયા સુધી પહોચ્યા જે માત્ર ને માત્ર શિક્ષણને આધારે તે ધ્યાનમાં રાખવું જોઈએ. નેપોલિયન બોનોપાર્ટ રેલ્વેના પાટા પર રહી શિક્ષણ મેળવ્યું અને પોતાની પાસે કોઈ સંસાધનના હોવાથી લોખંડના પાવડા પર કોલસાથી લખીને તેઓએ શિક્ષણ મેળવ્યું હતું. આવા મહાન વ્યક્તિઓ ફક્ત ને ફક્ત શિક્ષણ થકીજ જીવનનું લક્ષય પ્રાપ્ત કરી આપણા સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે.

આપણા બાળકને શિક્ષણની જરૂર છે. તમો કદાચ કોઈ મંદિર/મસ્જિદની મુલાકાત કરો કે ના કરો પણ દર અઠવાડિયે એક પુસ્તકાલયની મુલાકાત બાળકને જરૂર કરાવવી જોઈએ

આપણા બાળકને શિક્ષણની જરૂર છે. તમો કદાચ કોઈ મંદિર/મસ્જિદ ની મુલાકાત કરો કે ના કરો પણ દર અઠવાડિયે એક પુસ્તકાલયની મુલાકાત બાળકને જરૂર કરાવવી જોઈએ. એક પુસ્તક જ આપણા બાળકના ભવિષ્યને ઉજજવળ બનાવી શકે છે. કહેવત છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે પણ એક શિક્ષિત માતા એક હજાર શિક્ષકની ગરજ સારે છે તે હકીકત છે. આજની આધુનિક માતાઓએ મોબાઈલનો જરૂર પડતો જ ઉપયોગ કરી બાળકને પુસ્તક પ્રેમી બનાવવું જોઈએ અને જેની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ.

આજનો યુવાન ખરાબ રસ્તે ગયો હોય, વ્યસની બન્યો હોય, બેન-દીકરી ની ઇજજત ના કરતો હોય તો સમજી લે જો તેના માટે જવાબદાર આપણે સૌ છીએ. સિસ્ટમ કે સરકાર પહેલા આપણી જવાબદારી બને છે કે આપણે આપણા છોડ ને કયુ ખાતર અને કયુ પાણી આપીને સિંચ્યો છે. જો યોગ્ય વાતાવરણ અને પુસ્તકોનું વાંચન હશે તો તેને સારા ખોટાની સમજ હશે. યાદ રાખજો આપણા હાથ નહી હોય તો પણ ખાઈ શકાશે, જીવન જીવી શકાશે પણ યોગ્ય શિક્ષણ-કેળવણી નહી હોય તો આપણુ જીવન દોહયલુ થઈ પડશે.

મનોજ ખંડેરિયાની આ પંકિત આપણને ઘણુ બધુ કહી જાય છે.

            “છે મળવુ કેટલુ અઘરુ અધૂરા નામ સરનામે

            હુ અંતિમ પત્ર થઈ ફરતો રહયો’તો ગામ પરગામે”

બાળકને પુસ્તક સાથે પ્રેમ કરતાં શીખવશો તો જીવનના અને પોતાની કારકિર્દીના પાઠ આપોઆપ શીખી જશે.      

https://divyamudita.com/books-love/Writer : Jayesh Prajapati
BA., B.Libs, M.Libs, Diploma 
President- Sadguru Foundation

 

 

Related Posts