લેખાનુભુતિ

દીકરી ‘ઘરની દીવડી’

પહેલાંના જમાનામાં દીકરીનો જન્મ થાય તે કોઇને ગમતું ન હતું. દીકરી જન્મે તેને દૂધ પીતી કરવામાં આવતી અથવા મારી નાખવામાં આવતી. બધાને દીકરાની જ આશા હોય.આપણો સમાજ એવું માનતો કે ઘરનો વરસો, કુળની પેઢી એ એક દીકરો જ આગળ વધારી શકે, દીકરી ના વધારી શકે. સૌ એવું જ વિચારે કે દીકરી કરતા દીકરો હોય એજ સારું છે. દીકરી કરતા દીકરાને વધારે મહત્વ આપવામાં આવતું. આપણા પ્રાચીનકાળથી આવી એક તરફી માન્યતા સાવ ખોટી છે કે, દીકરો “ઘરદીવડો”હોય છે,ઘરનો દીપક કહેવાય છે. દીકરો પેઢી દર પેઢી આગળ વધારે છે જ્યારે દીકરી એ ‘સાપનો ભારો’ છે,’પારકી થાપણ’ છે, ‘માથાનો બોજ ‘ છે. આવી એક તરફી માન્યતા ખોટી છે. દીકરો ઘરનો દીવડો હોય તો દીકરી પણ ‘ઘરની દીવડી’ કહેવાય છે. આવો ભેદભાવ રાખવો એ મહાપાપ છે. દીકરાના લગ્ન થાય ત્યારે તે એક માતા-પિતાનું કુળ સાચવે છે,જ્યારે દીકરીના લગ્ન થાય એ પછી તે ત્રણ કુળને તારે છે. પહેલું- ‘ તેના માતા-પિતાનુ ઘર ‘,બીજું- ‘ તેના પતિનુ ઘર’, અને ત્રીજું- ‘ તેનું મોસાળ ‘.દીકરો મોટો થાય ત્યારે તે માતા-પિતાના આપેલા સંસ્કારને ભૂલી જાય છે, જ્યારે દીકરી વર્ષો સુધીએ સંસ્કારોનુ જતન કરે છે અને પતિ ના ઘરને એ સંસ્કારોથી ઊજળું રાખે છે. પ્રાચીનકાળમાં એવી પણ માન્યતા હતી કે દિકરાને જ શિક્ષણ આપવું જોઈએ ,જેથી ઘરનો વહીવટ પણ એજ સાચવી શકે.જ્યારે દીકરીને નાનપણથી જ ચુલે વળગાડી દેવામાં આવતી.લોકો એવું જ વિચારતા કે દીકરીને શિક્ષણ આપીને શુ મળવાનું છે. પરંતુ આજે દીકરીને શિક્ષણ આપીને ક્યાંથી ક્યાં સુધી આગળ આવી છે.હવે સમાજ બદલાયો છે.દરેક સ્થાને દીકરીને મહત્વ આપવામાં આવે છે. સૌથી મહત્વનુ સ્થાન્ ગણવામાં આવે છે.લોકોએ દીકરાનો મોહ હવે છોડી દીધો છે. આ બદલાતી જતી ટેકનોલોજીના કારણે દીકરા કરતા દીકરીને મહત્વનું સ્થાન ગણે છે.

https://divyamudita.com/daughter-light-of-the-house/‘નગાધિરાજ હિમાલયને’ ત્યાં પુત્રી નો જન્મ થયો ત્યારે એ દીકરીના સ્વરૂપમાં માતા પાર્વતીએ જન્મ લીધો હતો. હિમાલયે દીકરીના જન્મનો ઉત્સવ ખુબજ ધામ ધૂમથી ઉજવ્યો અને એમણે વિનંતી કરી કે હવેથી જે ઘરમાં દીકરી નો જન્મ થાય તે ઘરમાં દીકરીના જન્મને ધામધુમથી ઊજવવામાં આવે. એક દીકરો જન્મે તો સમજવુ કે એક ‘વિભુતિ’ આવી છે, જ્યારે એક દીકરી જન્મે તો સમજવુ કે સાત- સાત ‘વિભૂતિઓ’ એક સાથે ઘરમાં આવતી હોય છે. ખરેખર, દીકરી વિશે લખીયે એટલું ઓછું પડે. દીકરીના તોલે કોઇ ના આવી શકે ,ને કોઇની એની સાથે સરખામણી પણ ના કરી શકાય. નારી શક્તિને સમજવા જઇયે એટલું ઓછું પડે .એટલે જ દીકરીનો જન્મ થાય એટલે ઉત્સવ મનાવવો જોઈએ.

https://divyamudita.com/daughter-light-of-the-house/Writer : Aarti Prajapati 
Teacher

Related Posts