લેખાનુભુતિ

વ્યસન મુક્તિ

વ્યસનએ માનવતાનો મોટામાં મોટો શત્રુ છે. આજનો યુવાન વ્યસનોમાં વધારે ને વધારે ફસાતો ગયો છે વ્યસનએ વ્યક્તિનો સ્વભાવ દર્શાવે છે. જેમાં વ્યક્તિ તેના ખરાબ પરિણામો જાણતો હોવા છતાં તે વારંવાર વ્યસન કરે છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુનો વ્યસની થઈ જાય છે ત્યારે તે વ્યક્તિ તે વસ્તુ, સામગ્રી અથવા સંસાધનનો ગેર હાજરીમાં અસામાન્ય વર્તન કરવાનું શરૂ કરે છે. આજનો માનવી, યુવાન અનેક વ્યસનોથી ઘેરાઈ ગયો છે. તે દરેક પ્રકારના વ્યસનોથી ટેવાયેલો છે. જેમ કે ડ્રગ્સ, દારૂ, સિગારેટ, તમાકુ, ગુટખા વગેરે મુખ્ય છે. માનવી એક વાર વ્યસનનો ઉપયોગ કરે પછી ક્યારેય છોડી શકતો નથી. વ્યસનથી માનવીના આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘેરી અસર પડે છે. વ્યસનનું સેવન કરવું એ ઝેરનું સેવન કરવા બરાબર છે. વાસ્તવમાં વ્યક્તિ પાસે બધુ હોવા છતાં જો તે કોઈ વસ્તુનું વ્યસની હોય તો તેની પાસે કઈ જ બચતું નથી. તેનું આખું જીવન એક વ્યસનમાં જતું રહે છે. પૈસાની બચત રહેતી નથી, એક વ્યક્તિના કારણે ઘરમાં બધાને ભોગવવાનું આવે છે.

https://divyamudita.com/vyasan-mukti/ધુમ્રપાનનું વ્યસન સ્વાસ્થય માટે ખૂબ જ હાનિકારક છે વ્યસનની મોજ માણતા લોકો પોતાના સ્વાસ્થ્યનો વિચાર કરતા નથી. આપણા દેશમાં દિવસે ને દિવસે બાળકો અને સ્ત્રીઓમાં વ્યસનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, તમાકુ અને દારૂમાં અનેક પ્રકારના ઝેરી તત્વો હોવાને કારણે માનવીના સ્વાસ્થ્ય પર ઘેરી અસર કરે છે. તેમાં રહેલા કાર્બનમોનોક્સાઈડ, એમોનિયા, આલ્કોહોલ વગેરે શરીરને ખૂબ જ નુકશાન કરે છે. જેમાં સૌથી વધુ નુકશાન ફેફસા અને લીવર પર થાય છે. વ્યસનની અસરથી વ્યક્તિ પોતાની બુધ્ધિ ગુમાવે છે વ્યક્તિ તેના શુભચિંતકો પાસે ખરાબ વર્તન કરે છે. વ્યસની વ્યક્તિ માનસિક તાણ અનુભવે છે. વ્યસની ને કેન્સર અને હ્રદય રોગ જેવા રોગો શરૂ થાય છે તેઓ સ્વસ્થ અને નીરોગી જીવન જીવી શકતા નથી. ભગવાને સારું જીવન આપ્યું હોય તો નાના મોટા શોખ ખાતર જીવનને વેડફી ના નાખવું જોઈએ. સમાજમાં વ્યસન દૂર થાય તે માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ અનેક પ્રયત્નો કરે છે. 31મે ના દિવસે તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય છે કે તમાકુના સેવનથી થતાં નુકશાન વિષે લોકોને જાગૃત કરી શકાય. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ વિવિધ કાર્યક્રમો કરી જનતાને જાગૃત કરવામાં આવે છે. જેથી કરીને માનવીનું જીવન સુધરે. તે સ્વસ્થ અને સારું જીવન જીવી શકે. આપણા સગા સંબંધી, પાડોશી, મિત્રો કે અન્ય સ્નેહીજનો વ્યસન કરતાં હોય તો તેમને અટકાવવા જોઈએ અને તેમનું જીવન સુધરે તે માટે પ્રયત્ન કરવો જોઈએ.

https://divyamudita.com/vyasan-mukti/

Writer : Spana Joshi || Writer
Volunteer Sadguru Foundation

Related Posts