નિત્ય સમાચાર

મેનેજમેન્ટના પાઠ ભણાવે છે ગણેશોત્સવ

આપણાં દેશમાં ગણેશોત્સવનો મહિમા ખુબજ મોટા પ્રમાણમાં જોવા મળે છે. દેશ-વિદેશોમા ગણેશોત્સવને ખૂબજ ધામધુમથી ઊજવવામાં આવે છે. આ ઉત્સવ ૧૦ દિવસ સુધી રહે છે.ગણેશોત્સવ ચાલુ થવાનો હોય એના અઠવાડિયા પહેલાથી બધી જ તૈયારીઓ ચાલુ થઈ જાય છે અને એ તૈયારીઓ ખૂબજ મોટા પાયે કરવામાં આવે છે. ગણેશોત્સવમા જે તૈયારીઓ થતી હોય છે એનું મેનેજમેન્ટ પણ વિચારીને થતું હોય છે. જે લોકોએ બાળપણ અને યુવાનીમાં ગણેશોત્સવનો આનંદ નથી માણ્યો,એમાં ભાગ નથી લીધો એ લોકો જિંદગીનાં મેનેજમેન્ટમાં પણ કાચા રહી જાય છે. મેનેજમેન્ટની વાત કરીએ તો, ઠેર – ઠેર જગ્યાએ ગણેશોત્સવની તૈયારીઓ થતી હોય છે, જેમ કે,શહેરોમાં, ગામડાંઓમાં, સોસાયટીમાં, ફ્લેટમાં અને હવે તો લોકો પોતાનાં ઘરમાં પણ ગણેશજીની સ્થાપના કરતા હોય છે.અલગ-અલગ્ તૈયારીઓ કરે છે. લોકોને સાચવવાના હોય છે.વડીલોને માન,આદર આપવાનું હોય છે. નાનાઓને ઉત્સવમાં ભાગ લે એ રીતે પ્રોત્સાહન કરવાના,શ્રદ્ધાળુઓને ભક્તિનો લાવો આપવાનો,કલા-ક્રુતિઓ,મંડપ-ડેકોરેશન,વરસાદ આવે ત્યારે એની પણ તૈયારી રૂપે ડેકોરેશન, આર્થિક વ્યવસ્થા, વગેરે તૈયારીઓનુ મેનેજમેન્ટ કરવાનું હોય છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન, નાસ્તા-પાણી, પ્રસાદની વ્યવસ્થા,અલગ-અલગ જગ્યાએથી વી.આઈ.પી.ઓની વ્યવસ્થા, મહેમાનોને સાચવવાની વ્યવસ્થા વગેરેનું મેનેજમેન્ટ કરવાનું હોય છે. આ તમામ પ્રકારના મેનેજમેન્ટની પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે.

https://divyamudita.com/management-by-ganesh-mahotsav/ગણેશજી પોતાના સ્વરૂપોમાંથી શીખવાડવા જ આ પૃથ્વી પર આવે છે. હાથીએ ‘બુદ્ધિ-શક્તિનુ સ્વરૂપ’ છે.ગણેશજીમા બુદ્ધિ અને શક્તિ અપાર જોવા મળે છે.ગણેશજી આપણને ‘ગુડ લિડર’ બનવાનું શીખવાડે છે.કે આપણે બીજાની વાતને શાંતિથી સાંભળીશું તો લોકો આપણને સાંભળશે. ગણેશજીના મોટા કાન એ શીખવાડે છે,કે બોલવાનું ઓછું અને સાંભળવાનુ વધારે રાખો.પરંતુ આજકાલ લોકોને વધારે સહન થતું નથી એટલે બોલવાનું વધારે પસંદ કરે છે અને સાંભળવાનુ ઓછું. ગણેશજીનુ મોટું માથું -‘ ધ્યાન,વિચારશીલતા, જાગ્રતતા ,અને માનસિક સ્થિરતાનુ પ્રતીક છે. જો આપણે સમાજમાં મોટા થઈને ફરવું હોય તો ધીરજ અને ગંભીર થઈને ફરવું.નાની- નાની વાતમાં ઉશ્કેરાઇ ન જવું અને વાત વાતમાં પોતાનો અભિપ્રાય આપવાનો બંધ કરો. ગણેશજીની નાની આખો એ સંદેશ આપે છે કે ,દરેક બાબતને સારી રીતે સમજવી પછી જ નિણૅય‌ લેવો જોઇએ. જેથી કરીને પાછળથી પછતાવુ ન પડે .ગણેશજીની લાંબી સૂંઢ ‘સક્ર્રિયતાનુ’ પ્રતીક છે.તે એ સૂચવે છે કે, આપણાં જીવનમાં ગમે તેટલા સુખ- દુઃખ આવે પણ આપણે હમેંશા સારા કર્મો જ કરતા રહેવાનું,પરિણામની આશા રાખવી નહી.ગણેશજીનુ મોટું પેટ એ ‘ખુશાલીનુ’ પ્રતીક છે.મોટા પેટનો એ અથૅ એ થાય છે કે,સારી-ખોટી દરેક વાતો આપણે આપણાં પેટમાં જ રાખીયે પરંતુ આજે સમાજમાં કોઇ એક બીજા પર વિશ્વાસ મૂકી શકતું નથી,કારણકે આપણને બીજાની સુખ-દુ:ખની વાત આપણાં પેટમાં રાખતા આવડતું જ નથી,એમ જ થાય કે ક્યારે બીજાને જઈને કહીયે.આવી પરિસ્થિતિને કારણે લોકોનો એકબીજા પરનો ભરોસો રહ્યો નથી.

ગણેશજીનો એક દાંત તૂટેલો છે,આથી તેમનું ‘એક્દન્ત’ નામ પડ્યું.આ દાંતથી ગણેશજી એ મહાભારત રચ્યું હતું.આથી એ વાતનો સંકેત આપે છે કે,કોઇ વસ્તુ નકામી નથી.ટૂંકમાં ,એમ સમજાવવામા આવ્યું છે કે,કયારેય પણ આપણાં જીવનમાં મુશ્કેલીઓ આવે અથવા દુઘૅટના ઘટે તો એને પ્રસંગમા કઈ રીતે બદલવી એ શીખવાડે છે. ગણેશજીનું વાહન,ઉંદર એ ખુબજ ચંચળ હોય છે.આપણું મન પણ ખુબજ ચંચળ છે.ગણપતિની સવારી ઉંદર છે.આપણાં મનને કાબૂમાં કરવું એ આપણાં હાથમાં છે. આપણે અહીં બેઠા હોઈએ અને આપણું મન અમેરિકા પહોંચી જાય. એક ભજનમા કહ્યું છે કે,” चंचल मन निशदिन भटकता है… ” એટલે કે આપણું મન રાત-દિવસ કોઇ પણ જગ્યાએ ,કોઇ પણ સ્થાને ભટકયા જ કરે છે. આથી જ તેને કાબૂમાં રાખવુંએ આપણાં હાથમાં છે. ટૂંકમાં, કહીએ તો ગણપતિજી આવા દરેક પ્રકારના મેનેજમેન્ટના પાઠ શીખવાડવા આવે છે.

Writer : Aarti Prajapati || Teacher

Related Posts