નિત્ય સમાચાર

દેશનાં સૌથી દાનવીર મહિલા “રોહિણી નિલેકણી”

૬૩ વર્ષના રોહિણી નિલેકણી દેશનાં સૌથી મોટા દાનવીર તરીકે જાણીતા છે. તેમણે ‘અડેલગિવ હુરુન’ ઈન્ડિયા નામની કંપનીમા ૧૨૦ કરોડ રૂપિયાનુ દાન આપ્યુ છે. તેમનું મોટા ભાગનુ કામ શિક્ષણ, પયૉવરણ, અને જાતિય સમાનતા પર જોડાયેલુ છે. હાલ તેઓ ફિલેન્થોપી ફાઉન્ડેશનમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. રોહિણી નિલેકણીએ સમાજ્ ને મદદરૂપ થવા ” સર્વિસ બિફોર સૅલ્ફ -( સ્વયં પહેલા સેવા ) ” મંત્ર બહાર પાડ્યો. કોઇ પણ સેવા હોય કે કોઇ પણ કાર્ય હોય એ આપણાથી જ શરું કરવી જોઈએ, ત્યારે જ આપણે બીજાને શીખવાડી શકીએ. જો પહેલાં પોતાનાથી જ બદલાવ લાવીશું તો જ બીજા લોકોને માર્ગદર્શન આપી શકીએ. માનસિક સ્વાસ્થ્ય એટલે ” માનસિક સ્વાસ્થ્ય સંબંધિત પ્રાથમિક સારવાર ” જેમાં પીડિત વ્યક્તિ સાથે વાર્તાલાપ કરવાની તેમજ ઉંમર,જાતી અને સંસ્કૃતિ મુજબ યોગ્ય અંતર જાળવી રાખવું. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ પોતાનું કાર્ય ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડી શકે છે અને કટોકટીમાં કોઇ પણ પરિસ્થિતિઓનો સામનો કરવા તૈયાર રહે છે. ટૂંકમાં, કહીએ તો માનસિક સ્વાસ્થ્ય એટલે આપણે માનસિક ,સામાજિક, અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું.

https://divyamudita.com/rohini-nilkeni/રોહિણીએ નકારાત્મકતાથી છુટકારો મેળવવા એક ખૂબ જ્ સારી એવી પદ્ધતિ અપનાવી. એ પદ્ધતિમાં ” વૉક ઈન ધ વાઈલ્ડ (જંગલમાં ચાલો)”. આપણે જ્યારે પણ દુઃખી હોઈએ અથવા આપણું મન અશાંત લાગે, ત્યારે સૌથી પહેલા કોઇ એકાન્ત વાડી જગ્યા અને એમાં પણ પ્રકૃતિને લગતી જગ્યામાં વધારે જવાથી આપણું મન શાંત થઈ જાય છે. આપણા મગજમાં નકારાત્મક વિચારો આવવાના બંધ થઈ જાય છે. પુસ્તકોમાં અમુલ્ય અને અખૂટ ખજાનો ખજાનો ભરેલો છે. જે આપણી પાછલી પેઢીના અનુભવો પુસ્તકમાં રજૂ કરવામાં આવેલા હોય છે. જેથી કરી ને આપણી આવનારી પેઢી આ પુસ્તકમાંથી પાછલી પેઢી વિશે કંઈક નવું જાણી શકે. ખરેખર પુસ્તકમાં શાસ્વત ખજાનો ભરેલો હોય છે.બાળકોને જો ગિફ્ટ આપવી જ હોય તો એને સૌથી પહેલા પુસ્તક ગિફ્ટમાં આપજો ,ભલે એ બાળક માટે સાવ નાની વસ્તુ હશે, પણ જ્યારે પુસ્તક વિષેનું જ્ઞાન બાળકમાં આવી જશે ત્યારે ખરેખર એને અહેસાસ થશે કે પુસ્તકમાં કેટલી તાકાત રહેલી છે. આરોગ્ય અને ખાણીપીણીની વાત કરીએ તો પહેલાંના જમાનામાં સૌ સાથે બેસીને ભોજન કરતા હતા,પરંતુ આધુનિક ટેકનોલોજીને કારણે લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીને અને એકલા જમવાનું વધારે પસંદ કરે છે. એક સમય એવો પણ હતો કે જ્યારે ,આપણા પૂર્વજો ભોજનનો પહેલો કોળિયો અન્નદેવતાઓને અથવા ભગવાનને ધરાવતા હતા અને ત્યાર બાદ જ ભોજન લેવાની શરૂઆત કરતા,પરંતુ આ પણ હવે લુપ્ત થવા લાગી છે. આપણે અન્નનો આભાર માનવો જોઈએ કે અન્નની પ્રાપ્તિ આપણને થઈ રહી છે.

સંકલન : આરતી પ્રજાપતિ || Teacher, ફોટો સોર્સ : ગુગલ

 

Related Posts