ભારતીય ઓનલાઇન ટ્રાવેલ કંપની MakeMyTrip ના સ્થાપક દિપક કાલરા
દીપ કાલરા નો જન્મ હૈદરાબાદમાં થયો હતો અને દિલ્હી તથા અમદાવાદમાં તેમનો ઉછેર થયો હતો. તેમણે 1990 માં દિલ્હીની St. Stephen’s College માંથી ઇકોનોમિક્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને 1992 માં Indian Institute of Management(IIM), અમદાવાદથી MBA પૂરું કર્યું હતું.
દીપ કાલરા એક ઉદ્યોગસાહસિક ભારતીય ઉદ્યોગપતિ છે. જેઓ ભારતીય ઓનલાઇન ટ્રાવેલ કંપની MakeMyTrip ના સ્થાપક અને જૂથ CEO છે. આ કંપની હોટલ રિઝર્વેશન, એર ટિકિટ, ઘરેલું અને આંતરરાષ્ટ્રીય રજા પેકેજ, કેબ બુકિંગ, ટ્રેન બુકિંગ અને બસ ટિકિટ જેવી ઓનલાઇન મુસાફરી સેવાઓ પ્રદાન કરે છે.
તેમની કારકીર્દિ IIM, અમદાવાદથી MBA ની ડીગ્રી પૂર્ણ કર્યા પછી જ શરૂ થઈ અને ABN AMRO બેંક માં જોડાયા હતા. જ્યાં તેમણે ત્રણ વર્ષ કામ કર્યું હતું. દીપ કાલરાએ એબીએન બેંકમાં સારો પગાર અને સ્થાયી નોકરી છોડીને મોટું જોખમ લીધુ. તેમણે AMF Bowling જે એક અમેરિકન કંપની છે, જે દેશમાં “10-Pin બોલિંગ ક્રાંતિ” શરૂ કરવા માટે ભારતીય બજારમાં પ્રવેશવાની આશા રાખી રહી હતી. તેની સાથે 1999 માં GE Capital માં બિઝનેસ ડેવલપમેન્ટના VP તરીકે જોડાતા પહેલા બોલિંગ એલીઝ સ્થાપવા માટે કામ કર્યું હતું. પરંતુ, આ સાહસમાં આગળ વધવામાં તેઓ નિષ્ફળ ગયા અને તેઓ તેમના માટે કંટાળાજનક અને નિયમિત ખાનગી નોકરીમાંથી પાછા ફર્યા. ત્યાર બાદ શ્રી દીપે એક ઉદ્યોગસાહસિક બનાવવાનો નિર્ણય કર્યો. તેમના કિસ્સામાં આ નિષ્ફળતાએ તેમને નવું સાહસ ખેડવામાં ખૂબ મદદ કરી.
થાઇલેન્ડમાં રજા ગાળવા જવા માટે ટિકિટ બુક કરતી વખતે, તેમને સમજાયું કે ઇન્ટરનેટમાં વચેટિયાઓ ભાવ કાપીને વધુ સ્પર્ધાત્મક ભાવો આપે છે. દીપ કાલરાએ વર્ષ 2000 માં તેમની પત્નીની કારને ઓનલાઇન વેચવાનો પ્રયત્ન કરતી વખતે ઇન્ટરનેટની સંભાવનાઓને સમજ્યા પછી ઇવેન્ટર્સના ટેકાથી અને રાજેશ મેગો, કેયુર જોશી અને સચિન ભાટિયા જેવા સહ-સ્થાપકો સાથે ટ્રાવેલ કંપની MakeMyTrip સાથે તેમની નવી યાત્રાની શરૂઆત કરી હતી.
ઓગસ્ટ 2010 માં NASDAQ પર તેની સૂચિની શરૂઆત થઈ ત્યાં સુધી તે મેકમેટ્રિપના CEO હતા. ઓગસ્ટ 2013 થી તેઓ જૂથ CEO તરીકે કાર્ય કરે છે. તેઓ Ashoka University ના સ્થાપકોમાંના એક છે અને તેના સંચાલક મંડળનો એક ભાગ છે. તેઓ ગુડગાંવમાં એક NGO ના સ્થાપક સભ્ય પણ છે. વર્ષ 2011 માં ભારતની સૂચિમાં KPMG ના સૌથી શક્તિશાળી ડિજિટલ પ્રભાવકોમાં શ્રી કારલાનો પ્રથમ નંબર હતો.
MakeMyTrip એ કેટલાક નોંધપાત્ર મર્જર, રોકાણો અને હસ્તાંતરણ પણ કર્યા છે, જેમાં મે, 2011 માં સિંગાપોર સ્થિત ટ્રાવેલ એજન્સી ‘લક્ઝરી ટૂર્સ અને ટ્રાવેલ પ્રાઇવેટ લિમિટેડ’ હસ્તગત કરી. ઓગસ્ટ 2011 માં ગુડગાંવ સ્થિત Ixigo.com, Le Travenues Technology Private Limited ની પેરેંટ કંપની, જે ‘ઓનલાઇન ટ્રાવેલ મેટા સર્ચ એન્જિન’ છે તેને હસ્તગત કરી. નવેમ્બર 2011માં દિલ્હીની ઓપરેટર સંચાલિત, Budget Lodging / Hotel, ‘My Guest House Accommodation’ હસ્તગત કર્યું. નવેમ્બર ૨૦૧૨માં MakeMyTrip એ – સિંગાપોર, થાઇલેન્ડ અને મલેશિયામાં કામગીરીવાળી એક ટ્રાવેલ કંપની ‘હોટલ ટ્રાવેલ ગ્રૂપ’ (HT ગ્રુપ) હસ્તગત કર્યું તથા થાઇલેન્ડ સ્થિત ટુર ઓપરેટિંગ કંપની ‘ITC ગ્રુપ’ ને હસ્તગત કરી. 2015 માં MakeMyTrip એ એક સ્ટાર્ટ-અપ ટ્રાવેલ માર્ગદર્શિકા ફર્મ ‘MyGola’ હસ્તગત કરી. 2015 માં MakeMyTrip એ મેચિંગ મેકિંગ વેબસાઇટ ‘TrulyMadly’ માં રોકાણ કર્યું. 2015 માં ગુડગાંવ સ્થિત ઓનલાઇન હેલ્થ સ્ટોરમાં Intel Capital, Sequoia Capital, Omidyar Network, અને Kae capital જેવા અન્ય રોકાણકારો સાથે દીપ કાલરા પાસેથી $ 6 મિલિયનનું રોકાણ પ્રાપ્ત થયું છે.
દીપ કાલરા NASSCOM Member ના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે. તેઓ NASSCOM Internet Working Group ના અધ્યક્ષ છે. તેઓ CII ના Tourism પેટા સમિતિના પણ સભ્ય છે. તેમને “Best Travel Portal India” એવોર્ડ, “Best Online Travel Service Firm” એવોર્ડ તથા “E-tailer of the Year” થી નવાજિત કરવામાં આવ્યા છે.
સંકલન : કિંજલ ગુપ્તા રામી
B.Com. , BCA , BLibs.,
એક્ઝોટિકા સ્કૂલ, સામાજિક કાર્યકર
ફોટો સોર્સ : ગુગલ