નિત્ય સમાચાર

કચ્છ ની શ્રેષ્ઠ મોડેલ પ્રાથમિક શાળા

અધ્યાપક છે યુગ નિર્માતા

વિદ્યાર્થી છે રાષ્ટ્ર ના ભાગ્ય વિધાતા

માંડવી તાલુકા ના ગોધરાની સરકારી પ્રાથમિક શાળાએ ખૂબ અનોખી ઓળખ ઊભી કરી છે. સરહદી વિસ્તાર કચ્છ માં પણ  શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે. બી.કે.ભેદા સરકારી વિદ્યાલય ગોધરા ની સ્થાપના 2000 માં કરવામાં આવી હતી.

આ શાળા ની વિશેષતા એ છે કે શાળા સરકારી છે પણ ત્યાંના દાતાઓ ની મદદ થી આ શાળા ને આધુનિક શાળા બનાવવામાં આવી છે. દીવાલ પર કલાત્મક ચિત્રો દોરી ને શાળા ને જીવંત બનાવવામાં આવી છે. શાળા ની દીવાલો ઉપર દેશ ના ભૌગોલિક નકશા , ગણિત ના ઘડિયા અને બાળકો માટે દોરવામાં આવેલા છે. આ શાળા ની છત ઉપર અંતરિક્ષ ને લગતા ચિત્રો , ગ્રહો , સૂર્ય ચંદ્ર વગેરે ની માહિતી ચિત્ર દ્વારા બાળકો ને ભણાવવામાં આવે છે. તેમાં ઘાસ અને વૃખ્સો દ્વારા હરિયાળી પ્રકૃતિ ને પણ ઘણું મહત્વ આપવામાં આવ્યુ છે. તે ઉપરાંત નાના બાળકો ને ફળ અને યોગ્ય નાસ્તો પણ આપવામાં આવે છે. મહાન વ્યક્તિઓ ના સુવિચારો બાળકોને પ્રેરણા આપે છે.

https://divyamudita.com/godhra-model-school/હાલ માં કોરોના મહામારી ના લીધે આ સ્કુલ બંધ રાખવામા આવી છે પરંતુ આ સ્કુલ ની આસપાસ ની હરિયાળી દીવાલો ઉપર ના કલાત્મક ચિત્રો બાળકો ને આકર્ષે તેવું વાતાવરણ છે. આવી શાળા દરેક જગ્યાએ હોય તો બાળકો ઘર ને પણ ભૂલી જાય. તેમના માનનીય સંચાલકો ના વિચારો પણ એટલાજ શ્રેષ્ઠ છે તેઓ માને છે કે બાળકો ને માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં પરંતુ ઘડતર અને સંસ્કાર પણ જરૂરી છે. બાળક ના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે , આ શાળા ના શિક્ષકો અને ગામ ના દાતા ઓ પણ ખૂબ જ દિલ થી શાળા માટે ઉપયોગી થવા ના પ્રયત્નો કરી રહયા છે. બાળકો પણ આ શાળા નું શિક્ષણ અને મેનેજમેંટ જોઈ ને ખાનગી શાળા માથી આ સરકારી શાળા માં એડમિશન લેવા પ્રેરાય છે. આવી શાળા ગુજરાત ના દરેક ગામ માં હોય તો આપણા દેશ નું ભવિષ્ય ખૂબ જ ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરી શકે.

“ Education is the most Powerful weapon
which you can use to change the world” — A.P.J.Abdul Kalam

 સંકલન : મિત્તલ ભાવસાર , ફોટો સોર્સ -ગુગલ

Related Posts