માત્ર પાંચ રૂપિયા ફી માં 38 વર્ષથી સેવા કરતાં ડોક્ટર
કર્ણાટકના માંડયા ગામના ડો.શંકરે ગૌડા ગામના ગરીબ દર્દીઓને ફકત પાંચ રૂપિયામાં ઈલાજ કરે છે. તેઓએ મણીપાલની કસ્તુરબા મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને વેનેરિયોલોજી એન્ડ ડર્મેટોલોજી ની ડિગ્રી મેળવેલ છે. ગામના બે રૂમ વાળા નાના મકાનમાં રહેશે.અને ગામમાં જ નાનકડા રૂમમા ક્લિનિક બનાવી સેવા કરી રહ્યા છે. તેમની પાસે શહેરમાં પોતાનું ક્લિનિક નથી. કારણકે હોસ્પિટલ બનાવવા જરૂરી રૂપિયા તેમની પાસે નથી. તેઓ એકદમ સામાન્ય કપડા પહેરી માત્ર 3 રૂપિયાની પેનનો ઉપયોગ કરે છે. ગરીબ દર્દીઓને ગામ સુધી આવવામાં તકલીફ ના પડે તેથી તેઓ દરરોજ સવારે આઠ વાગે ગામથી નીકળી શહેરમાં ફાસ્ટ ફૂડ રેસ્ટોરેંટ ની બહાર સેંકડો દર્દીઓને તપાસી ખૂબ જ સસ્તી દવા લખી આપે છે. તેઓ રસ્તામાં આવતા જતાં પણ કોઈ દર્દીની જરૂરિયાત હોય તો સારવાર કરી આપે છે. આ એમડી ની ડિગ્રીવાળા ડોકટર ગરીબ દર્દીઓ પાસેથી માત્ર પાંચ રૂપિયા ફી લે છે જે માન્યામાં આવે તેમ નથી. આજના જમાનામાં એક પરિવારની કમાણી દવા અને તેની સારવારમાં ખર્ચાઈ જતી હોય છે. ત્યારે આ ધરતી પરના ભગવાનની સેવા કાબિલે તારીફ છે. તે અનેક દર્દીઓ માટે ભગવાને મોકલેલા દુત સમાન છે. તેમની પાસે ખુબજ નોલેજ હોવાથી જમીનદારો, શિક્ષકો, વકીલો પણ તેમની પાસે તપાસ કરાવવા આવે છે.
છેલ્લા 38 વર્ષથી તેઓ આ સેવા આપી રહ્યા છે. ઘણી પ્રાઈવેટ હોસ્પિટલોએ તેમને નોકરીની ઓફર કરી હોવા છતાં તેમણે ગરીબોની સેવા કરવાનુ જ યોગ્ય માન્યું. તેમણે એમબીબીએસ કર્યા પછી વિચાર્યુકે હું મારા જ્ઞાનનો ઉપયોગ મારા ગામ અને આસપાસના વિસ્તારના લોકોને લાભ આપી શકુ. તેથી કન્સલ્ટેશન, ચેક અપ, ટ્રીટમેંટ માટે પાંચ રૂપિયામાં શરૂ કર્યું. તે પછી ક્યારેય તે ફી વધારવાનું યોગ્ય લાગ્યું જ નહીં. ડોક્ટર ગૌડા દિવસના 200 થી વધુ દર્દીઓની સારવાર કરે છે. તેમણે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે 10 દર્દીઓ આવતા હતા. ત્યારબાદ ધીમે ધીમે આ વાત ફેલાઈ અને દેશભરમાથી તેમની સલાહ લેવામાટે દર્દીઓ આવવા લાગ્યા. તેઓ રોપા વાવવા અને ખેતી પણ કરી રહ્યા છે. તેઓનું જીવન ખુબજ સાદું છે તેઓ પાસે મોબાઈલ કે લેપટોપ પણ નથી અને ગામમાં જ્યાં જાય ત્યાં બેકરી પર,રસ્તામાં કે ખેતરમાં પણ સારવાર કરે છે. તેમની માનવતાવાદી સેવા માટે ડો.ગૌડાને કલ્પવૃક્ષ ટ્રસ્ટ દ્વારા કર્ણાટક કલ્પવૃક્ષ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.
સંકલન : જયેશ પ્રજાપતિ || ફોટો સોર્સ : ગુગલ