નિત્ય સમાચાર

મધ્યમ પરિવારનો પુત્ર બન્યો આઇએએસ

કોશિશ કરનેવાલોકી કભી હાર નહીં હોતી , લહરો સે ડરકર નૌકા પાર નહી હોતી , મન કા વિશ્વાસ રગોમે સાહસ ભરતા હૈ , ચઢકર ગીરના  ગીરકર ચઢના , આખિર ઉસકી મહેનત બેકાર નહીં હોતી, કોશિશ કરનેવાલોકી કભી હાર નહીં હોતી

ગુજરાતના જયવિર ગઢવી તેનું ખૂબ જ સુંદર અને સચોટ ઉદાહરણ છે જેઓ પ્રથમ પ્રયાસમાં જ જીપીએસસી પાસ કરી ડેપ્યુટી કલેક્ટર અને બીજા પ્રયાસમાં યુપીએસસી પાસ કરી કચ્છ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાનાં નાનકડા ગામ વિગણીયાના વતની જયવિર ગઢવીએ પ્રાથમિક શિક્ષણ ગામની જ સરકારી શાળામાં મેળવ્યું છે. ત્યારબાદ ધોરણ 6 થી 10 સુધી જવાહર નવોદયમાં પ્રવેશ મેળવી શાળાકીય શિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ પરિવારના અન્ય વડીલોની આર્થિક મદદથી ખાનગી શાળામાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેઓ Engineering કરીને જયપુરમાં સારી કંપનીમાં જોબ કરતાં હતા. પરંતુ તેઓની લક્ષ્ય દેશની સેવા કરવાનું હતું તેથી તેમણે જોબ છોડીને દિલ્હી માં યુપીએસસી ની તૈયારી માટે ગયા હતા. ગયા વર્ષે જીપીએસસી પૂર્ણ કર્યા પછી સુરતમાં ડેપ્યુટી કલેકટરના હોદ્દા પર હોવા છતાં યુપીએસસી ની તૈયારી ચાલુ રાખી. તેમના પિતા માત્ર ચાર ધોરણ ભણેલા હોઇ ટુ વિહલર લઈને આજુ બાજુના ગામોમાં ફેરી કરીને પરિવારનું ભારણ પોષણ કરતાં હતા અને માતા અશિક્ષિત હોવા છતાં તેઓ પોતાના લક્ષ્ય સુધી પહોંચ્યા.

https://divyamudita.com/jayveer-gadhavi/

તેઓ તેમની સફળતાનો શ્રેય શિક્ષકો અને તેમના માતા-પિતાને આપી રહ્યા છે. એક થી ચાર જ ધોરણ ની સ્કૂલ ગામ માં હોવા છતાં તેમના પરિશ્રમ ને કારણે તેઓ લક્ષ્ય સુધી પહોંચી શકયા. દિવ્યામુદિતા ના પ્રતિનિધિ મિત્તલ ભાવસાર સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુકે જીપીએસસી ના વિદ્યાર્થીઓ જે અત્યારે મહેનત કરી રહ્યા છે તેમને કહ્યું કે પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.પોતાની જ સ્ટડીનોટ તૈયાર કરવામાં અને સોશિયલ મીડિયા તેમજ ઇન્ટરનેટ નો ઓછો ઉપયોગ કરીને સતત મહેનત કરતાં રહેવાથી જરૂર સફળતા મળે છે.

સંકલન : મિત્તલ ભાવસાર

Related Posts