લેખાનુભુતિ

શિક્ષણનું માધ્યમ માતા પિતાની મૂંઝવણ

આજના આ યુગમાં શિક્ષણ એવું સક્રિય થઈ રહ્યું છે કે તે માતા પિતાને મૂંઝવણમાં લાવી રહ્યું છે. માતા પિતાના મનમાં એક જ પ્રશ્ન ખડો કરે છે કે પોતાના બાળકને શિક્ષણના કયા માધ્યમમાં મૂકવું એ માતા પિતા માટે એક મૂંઝવણ ભર્યો પ્રશ્ન બની ગયો છે. ઘણા લોકો અંગ્રેજીની પાછળ દોડાદોડી કરે છે. મારુ બાળક સરસ અંગ્રેજી બોલતું થઈ જાય. ગુજરાતી સારું બોલતા ભલે ના આવડે પણ અંગ્રેજી સારું બોલતા શીખી જાય. આજના માતા-પિતા બસ અંગ્રેજી પાછળ દોડી રહ્યા છે. ઘરમાં ભલે આપણે ગુજરાતી બોલીએ પણ બાળક તો અંગ્રેજી જ બોલવું જોઈએ. આ પરિસ્થિતિમાં બાળક મૂંઝાતું જાય છે કારણ કે શાળામાં અંગ્રેજી બોલવાનું અને ઘરે આવીને ગુજરાતી. એમાં પણ ગુજરાતી ભાષા અલગ અલગ રીતે બોલાતી હોય. ઘરમાં, બજારમાં અને પડોશીના ઘરે ગુજરાતી ભાષા પણ અલગ અલગ બોલાતી હોય વળી કોઈ પડોશી હિન્દી ભાષા વાળુ હોય તો પાછી હિન્દી પણ શીખવી પડે. આથી બાળક તો મૂંઝાતું જ જાય છે કે મારે કેટલી ભાષાઓ શીખવી પડશે?

https://divyamudita.com/medium-of-education-confusion-of-parents/વાલીઓએ જાગૃત થઈને સૌપ્રથમ તો પોતાના બાળકને મૂંઝવતા આ પ્રશ્નો દૂર કરવા જોઈએ. બીજાના બાળકને સારું અંગ્રેજી બોલતા જોઈને પોતાના બાળક પર આ પ્રકારનો ભાર ન મૂકવો જોઈએ. બાળકને સૌપ્રથમ તો પોતાની માતૃભાષામાં જ શિક્ષણ અપાવવું જોઈએ. ત્યારબાદ જ્યારે બાળક સમજતું થાય,તેનો માનસિક વિકાસ થાય પછી તેને અંગ્રેજી માધ્યમમાં મૂકવું જોઈએ. ના કે બીજાની વાતોમાં આવી જઈને કે લોભ- લાલચમાં આવીને પોતાના બાળક પર માનસિક ભાર મૂકવો જોઈએ. સૌપ્રથમ બાળકો પોતાની માતૃભાષા શીખે ત્યારબાદ તે ધીમે ધીમે બધી જ ભાષાઓ શીખી જશે.વાલીઓ,માતા-પિતા દરેકે પોતાના બાળકના ભવિષ્યનો આ નિર્ણય ખૂબ જ સમજદારી પૂર્વક લેવો જોઈએ.પોતાના બાળકને માનસિક ક્ષમતા ચકાસી ત્યારબાદ તેને યોગ્ય માધ્યમમાં મૂકવું.જેથી બાળક પોતાનો યોગ્ય રીતે માનસિક વિકાસ કરી શકે. જો બાળકને પોતાની માતૃભાષા જ નહીં આવડે તો તેનું શિક્ષણ અધૂરું જ ગણાશે. આથી દરેક વાલીઓએ સમજી વિચારીને યોગ્ય રીતે નિર્ણય લઈને પોતાના બાળકને ગુજરાતી કે અંગ્રેજી માધ્યમમાં મૂકવું જોઈએ.

https://divyamudita.com/medium-of-education-confusion-of-parents/Writer : Sejal Parmar || Teacher
M.Sc.,B.Ed.
Volunteer : Sadguru Foundation

Related Posts