જાણ્યું છતાં અજાણ્યું

એન્જિનિયર ગુસ્તાવે એફિલ દ્વારા એફિલ ટાવર બનાવવામાં આવ્યું

19મી સદી માં ફ્રેંચ ઉદ્યોગ સાહસિક અને એન્જિનિયર ગુસ્તાવે એફિલ દ્વારા 1887 થી 1889 દરમ્યાન એફિલ ટાવર બનાવવામાં આવ્યું હતું. જે મેટલ સ્ટ્રક્ચર , બ્રિજ, ટ્રેન સ્ટેશન વગેરે બનાવવામાં નિષ્ણાત હતા. એફિલ ટાવર ની ઊંચાઈ 324 મીટર (1063 ફૂટ) છે. 1889 માં પેરિસ એક્ઝિબિશન અને વર્લ્ડ ફેર માં તેનું મુખ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ફ્રેંચ ક્રાંતિ ના શતાબ્દી ઉજવણી અને વિશ્વમાં ફ્રાંસ ના ઔદ્યોગીક પરાક્રમ નું નિદર્શન કરવા માટે એફિલ ટાવર નું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમી માં તેની ઊંચાઈ માં 6 ઇંચ જેટલો વધારો થાય છે.

Related Posts