લેખાનુભુતિ

પિતા એક સુપર હીરો

આપણી માતૃભાષા ગુજરાતી માં કહેવાયું છે કે “ ગોળ વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર” . એક માતા તેના બાળક ને સાચવવા ની સાથે સાથે  સમગ્ર પરિવાર ને જાળવી રાખે છે જ્યારે એક પિતા પોતાના પરિવાર માટે આખું જીવન અર્પણ કરી દે છે. પોતાના સમગ્ર પરિવાર ની જવાબદારી એક પિતા ના માથે હોય છે. એક પિતા જે પોતે જવાબદારીઓ થી વંચિત ન થતાં તે જવાબદારી સ્વીકારી આગળ વધે છે. દિવસ રાત એક કરી ને પોતાની પરિવાર ની ખુશીઓ માટે મહેનત મજૂરી કરે છે. પોતાના પરિવાર ના મોજ શોખ માટે પોતે પોતાના મોજ શોખ ઓછા કરી દે છે. દુનિયામાં માત્ર એક જ વ્યક્તિ એવી છે કે પોતાનું સંતાન એ પિતા કરતાં આગળ વધે. એક પિતા પોતાના બાળક પ્રત્યે ભલે માતા બરાબર પ્રેમ ના કરી શકે પણ એક પિતા એ પોતાના બાળક ને પગભર બનાવવા માટે એ કઈ પણ કરી શકે છે. એક પિતા નો પ્રેમ અંધારા માં દેખાતા ચંદ્ર જેવો હોય છે જે હમેશા પોતાના સંતાન ની જોડે જ હોય છે પરંતુ અહેસાસ જ્યારે જીવન માં અંધારું હોય ત્યારે થાય છે     

“પિતા હારકર બાજી હમેશા મુસ્કુરાયા , શતરંજ કી ઉસ જીત કો અબ સમજ પાયા “

https://divyamudita.com/father-is-a-super-hero/પિતા અમિર હોય કે ગરીબ પોતાના પરિવાર ના સપના,મોજ મસ્તી અને શોખ માટે દિવસ રાત એક કરીને તે બધા સપના અને મોજ શોખ પૂરા કરે છે એક માતા પોતાના સંતાન સાચવવામાં કે સંસ્કાર આપવામાં પોતાનું જીવન બાળકો પાછળ સોંપી દે છે પણ સાથે સાથે એક પિતા પોતાના બાળક ને ઉત્તમ બનાવવા માટે જીવન ને બાળક પાછળ ખર્ચી દે છે. પિતાની હાજરી સુરજ જેવી હોય છે જે ગરમ જરૂર થાય છે પણ જો ના હોય તો અંધારું સર્જાય છે. પિતા શબ્દ સાંભળતા જ ચિંતા દૂર થાય છે કોઈ પણ કામ ના થાય તો એક એવો જ વિચાર આવે કે છેલ્લે પપ્પા તો છે જ .

“  પિતા કી લાઠી , પિતા કા પ્યાર , જિસકો મિલા વો હો ગયા હોનહાર”

“ મુશ્કિલ રાહો મે ભી બિલકુલ આસાન સા સફર લગતા થા ,  યે ઓર કુછ નહીં મેરે પિતા કી દુવાઓ કા અસર થા”

  Writer : Hetvi Bhavsar (Ahmedabad)

Related Posts