નિત્ય સમાચાર

ગુજરાત માં 19 દિવસ માં એક સાથે બે વ્યક્તિ ના અંગદાનો ની સુરત ની બીજી ઘટના

આજ નું વિજ્ઞાન તબીબી ક્ષેત્રે ઘણુ આગળ વધી રહ્યું છે એનું એક ઉદાહરણ છે હ્રદય નું ટ્રાન્સપ્લાન્ટ. તાજેતર નું એક ઘટના પ્રમાણે સુરત માં બે વ્યક્તિ ના બ્રેઇન ડેડ જાહેર થતાં સાત લોકો ને નવજીવન મળ્યું છે બે વ્યક્તિ દ્વારા 2 કિડની,2 લીવર, 1 હ્રદય અને 2 ચક્ષુઓ નું દાન કરવામાં આવ્યું છે.

વાગડ વિશા ઓસવાળ સમાજ ના બ્રેઇન ડેડ વિરેન્દ્રભાઈ ખીમજીભાઇ દેઢીયા અને જમનભાઈ પોપટભાઈ ગોંડલિયા ના પરિવારે ડોનેટ લાઈફ ની મદદ થી આ મહત્વ ના અંગદાન કરી લોકોને નવજીવન આપ્યું છે. અને માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે માત્ર ત્રણ કલાકમાં 1610 કિમી નું અંતર કાપી ને સુરત થી ચેન્નઈ લઈ જવામાં આવેલું હ્રદય આસામ ના 39 વર્ષ ના ખેડૂત ના શરીર માં ચેન્નઈ ની MGM હોસ્પિટલ માં   ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું .વલસાડ માં સ્ટેશનરી અને ઝેરોક્ષ ની દુકાન ચલાવતા વિરેન્દ્રભાઈ ખીમજીભાઇ દેઢીયા 57 વર્ષ ની ઉમરે 14 સપ્ટેમ્બર ના રોજ સવારે બ્લડ પ્રેશર વધી જતાં લકવાની અસર થઈ હતી પરિવારજનો એ તાત્કાલિક વલસાડ ની કસ્તુરબા હોસ્પિટલ માં અને ત્યારબાદ બ્રેઇન હેમરેજ નું નિદાન થતાં વધુ સારવાર માટે સુરત ની કિરણ હોસ્પિટલ માં ખસેડાયા હતા. બ્રેઇન હેમરેજ ની મગજ માં લોહી ની ગાંઠ હોવાનું નિદાન થતાં ન્યૂરો સર્જન ડો.ભૌતિક ઠાકરે કેની ઓટોમી સર્જરી કરી તે લોહી ની ગાંઠ દૂર કરી હતી.

https://divyamudita.com/gujarat-organ-donate/એવી જ ઘટના કતારગામ ના 40 વર્ષીય જમનભાઈ પોપટભાઈ ગોંડલિયા ની સાથે 15 સપ્ટેમ્બર ના રોજ થયું તેમણે પણ કિરણ હોસ્પિટલ માં સિટી સ્કેન થતાં ડોકટરે બ્રેઇન હેમરેજ હોવાનુ નિદાન કર્યું હતું. આમ બંને ને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.ત્યાર પછી કિરણ હોસ્પિટલ ના ડો.મેહુલ પંચાલ અને ડોનેટ લાઈફ ની ટીમ દ્વારા અંગદાન ની સમજ તેમના પરિવાર ને આપી હતી. તેનું મહત્વ સમજાતા બંને પરિવારો સહમત થયા હતા. સહમતી બાદ બંને ની 2 કિડની, 2 લીવર, 1 હ્રદય અને 2 ચક્ષુઓ નું દાન કરવામાં આવ્યું જેથી 7 વ્યક્તિઓ ની અપૂર્ણતા દૂર થઈ અને તેમને નવજીવન મળ્યું. છેલ્લા 19 દિવસ માં એક દિવસ માં બે બ્રેનડેડ વ્યક્તિના અંગદાન કરવાની આ બીજી ઘટના છે નોંધનીય છે કે ગુજરાત માં થી હ્રદય દાન ની આ 47 મી ઘટના છે.જેમાં મહત્વ નો ફાળો સુરત ની ડોનેટ લાઈફ ને જાય છે જેની આ 36 મી ઘટના છે એમાંથી 22 મુંબઈ, 7 અમદાવાદ , 5 ચેન્નઈ , 1 ઈન્દોર , 1 નવી દિલ્હી એમ 36 હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. હ્રદય કિડની અને લીવર સમયસર પહોંચાડવામાં સુરત શહેર અને રાજ્ય ના વિવિધ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર ના પોલીસ સ્ટાફ નો સહકાર સાંપડ્યો છે.

સંકલન:  દિવ્યા મુદિતા ટીમ , ફોટો સોર્સ : ગુગલ

Related Posts