નિત્ય સમાચાર

ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક – ઇન્દુચાચા

ઈન્દુલાલ યાજ્ઞિક પુણ્યતિથી – ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક ઓ ઇન્દુચાચા તરીકે જાણીતા હતા. તેઓ ગુજરાતના સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર હતા. તેમનો જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૮૯૨ ના રોજ નડીઆદમાં થયો હતો. તેમનું ઉપનામ પામદત્ત હતું. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય કર્યો હતો. ‘નવજીવન અને સત્ય’ માસિકના તંત્રી તરીકે તેમણે સેવા આપી હતી અને ૧૯૨૨માં ‘યુગધર્મ’ની શરૂઆત પણ કરી હતી. દેશસેવાનું કામ છોડી થોડા વખત ફિલ્મક્ષેત્રમાં પણ તેમણે જંપલાવ્યું હતું. ‘પાવાગઢનું પતન” ફિલ્મનું નિર્માણ તેમના દ્વારા કરાયું હતું. બીજી ફિલ્મ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પણ અધૂરો રહ્યો હતો. ૧૯૩૦ થી ૧૯૩૫ સુધી વિદેશમાં વસવાટ કર્યો હતો. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજકીય આંઘ્ધનોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ૧૯૪૨માં ‘નૂતન ગુજરાત’ના તંત્રી તરીકે તે ખાવી વિવિધ રાજકીય આંદલનોમાં હતા. બાદમાં ૧૯૪૪માં નેનપુરમાં આશ્રમ ખોલીને રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી હતી. તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનના સેનાની તરીકે પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. ઘણાં વર્ષ સુધી લોક સભાના સભ્ય રહ્યા હતા. જીવનવિકાસ’ ગુજરાતમાં નવજીવન’, ‘કારાવાસ’, “જીવનસંગ્રામ’, કિસાનકથા” અને (મરણોત્તર) ‘છેલ્લાં વહેણ” નામક પેટાશીર્ષકો નીચે પ્રગટ થયેલા ‘આત્મકથા’ના છ ભાગ એમનું ગુજરાતી સાહિત્યને મહત્વનું પ્રદાન છે. ‘કુમારનાં સ્ત્રીરત્નો’રેખાચિત્ર કે વાર્તાના પ્રકારમાં ન મૂકી શકાય એવાં અનુભવચિત્રોની માળાનું પુસ્તક છે. આશા-નિરાશા’, ‘રણસંગ્રામ’, ‘શોભારામની સરદારી, ‘વરઘોડો’, ‘અક્કલના દુશ્મન’, ‘ભોળાશેઠનું ભૂદાન વગેરે રાજ્કીય વિષયવાળાં ભાવનાલક્ષી અને પ્રચારલક્ષી નાટકો એમણે લખ્યાં છે; તો એમની નવલકથા માયા′ એક સ્ત્રીની મહાગુજરાતના રાજ્કીય આંદોલનની પૃષ્ઠભૂમાં આકાર લેતી પ્રણયકથા છે.‘શહીદનો સંદેશ’ એમનો ચરિત્રગ્રંથ છે. ‘નાગપુર મહાસભા’, ‘ગામડાનું સ્વરાજ્ય’, ‘કિસાન જાહેરનામું’, ‘સ્વદેશી શા માટે ?’, ‘સોવિયેત દેશ વગેરે એમની પરિચય-પુસ્તિકાઓ છે. ‘રાષ્ટ્રગીત’, મુકુલ’ વગેરે એમનાં સંપાદિત પુસ્તકો છે. એમણે અંગ્રેજીમાં પણ ‘મિ. ગાંધી ઍઝ આઇ નો હિમ’ અને ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જેવાં ચરિત્રપુસ્તકો લખ્યાં છે.

સંકલિત 

Related Posts