લેખાનુભુતિ

શું ક્લાસરૂમની અનિવાર્યતા સમાપ્ત થઈ જશે?

આજના આધુનિક યુગમાં શિક્ષણ જોરશોરથી વિકસી રહ્યું છે. આજે નાના બાળકથી લઈને મોટી ઉંમરના લોકો પણ પોતાની ઈચ્છા મુજબ શિક્ષણ મેળવી શકે છે. કારણ કે આજના આધુનિક યુગમાં શિક્ષણ ક્લાસરૂમ વિના પણ મેળવી શકાય છે. ક્લાસરૂમમાં બેસીને જ શિક્ષણ મેળવી શકાય એવું નથી. આ ડિજિટલ યુગ છે. આથી શિક્ષણ મેળવવું ખૂબ જ સહેલું છે.આજનો વિદ્યાર્થી સોશિયલમીડિયામાં ઘરે બેઠા youtube પર અધ્યયન કરી શકે છે. ઘણી બધી એવી ચેનલો ઉપલબ્ધ છે જેવી કે vande gujarat , svayam prabha. ઘણી બધી એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે જેવી કે diksha, g-shala, gogglemeet, zoom જેમાં બાળક ઘરે બેઠા શિક્ષણ મેળવી શકે છે. હમણાં જ આપણે એક એવી કપરી સમસ્યા માંથી બહાર નીકળ્યા છીએ.આખા દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે શિક્ષણ પણ ક્લાસરૂમમાં બંધ થઈ ગયું હતું.આ સમયે સોશિયલમીડિયા થકી જ બાળક ભણ્યું છે. ક્લાસરૂમ વિના પોતાના જ ઘરમાં મન ફાવે તે જગ્યાએ બેસીને કે આરામ કરતા કરતા શિક્ષણ મેળવ્યું છે.આ સમય દરમિયાન બાળકને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું. શિક્ષકો પણ પોતાના ઘરે બેસીને બાળકોને ઓનલાઈન વિડીયો મોકલીને તથા ઘણી બધી એપના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ આપતા હતા. આ કોરોના જ આપણને ઓનલાઇન શિક્ષણ તરફ વધારે પડતો દોરી ગયો. અહીં બાળક અને શિક્ષક વચ્ચે અંતર ખૂબ જ લાંબુ હોવાથી બાળક ઈચ્છા મુજબ અધ્યયન કરી શકે. અહીં સોશિયલમીડિયાના માધ્યમથી બાળક પ્રેક્ટીકલ નોલેજ પણ મેળવી શકે છે. વળી અમુક સંસાધનો કે જે ક્લાસરૂમમાં ઉપલબ્ધ નથી હોતા તે ઓનલાઇન શિક્ષણના માધ્યમથી નિહાળી શકાય છે . આમ ઓનલાઇન શિક્ષણના માધ્યમથી બાળકને ઘણો ફાયદો થયો છે. તેમછતાં બાળકને નુકસાન પણ થાય છે.

https://divyamudita.com/inevitability-of-the-classroom-end/કારણકે ઓનલાઇન શિક્ષણ આપવાથી બાળકને શિક્ષણ તો પ્રાપ્ત થાય છે પરંતુ બાળકનું યોગ્ય રીતે મૂલ્યાંકન થઈ શકતું નથી. શિક્ષક ગૃહકાર્ય આપે પણ ઓનલાઈન મોકલવાનું હોવાથી બાળકના મનમાં ગૃહકાર્ય નહીં મોકલીશું તો શિક્ષક બોલશે આવો ડર દૂર થઈ ગયો. શિક્ષક પણ ઓનલાઇન ભણાવતા હોવાથી દરેક બાળકને ફરજિયાતપણે ગૃહકાર્ય મોકલવાનું કહેવા છતાં બાળક ન મોકલે તો કંઈ કહી શકે નહીં. આથી ક્લાસરૂમની અનિવાર્યતા ક્યારેય સમાપ્ત થઈ શકે એમ નથી. કારણકે જો ક્લાસરૂમની અનિવાર્યતા સમાપ્ત થઈ જાય તો શિક્ષક- વિદ્યાર્થી વચ્ચે લાંબુ અંતર રહેવાથી વિદ્યાર્થીમાં ઘણા બધા દુર્ગુણો પેદા થાય છે. બાળક આળસુ, ચિડિયું અને ગુસ્સાવાળુ બની જાય છે. એનું મન સંકુચિત થઈ જાય છે. તેની માનસિક રીતે વિચારવાની ક્ષમતા ઘટી જાય છે.બાળક પોતાને એકલવાયું મહેસૂસ કરે છે. શાળાના મિત્રોની સાથે નહીં મળે તો તેનામાં સહભાગીદારી, સહસિકતા,ચપળતા, હોંશિયારી જેવા ગુણોનો વિકાસ થશે નહીં. આ બધા ગુણો બાળકને ક્લાસરૂમમાં અધ્યયન કરવાથી પ્રાપ્ત થાય છે. બધા વિદ્યાર્થીઓ સાથે બેસીને અધ્યયન કરવાથી આ ગુણોનો તેમનામાં સારો વિકાસ થાય છે. આથી ક્લાસરૂમની અનિવાર્યતા ખૂબ જ જરૂરી છે.ક્લાસરૂમની અનિવાર્યતા ક્યારેય સમાપ્ત થઈ શકે નથી .

Writer : Sejal Parmar || Teacher
M.Sc,B,Ed,
Volunteer : Sadguru Foundation

Related Posts