નિત્ય સમાચાર લેખાનુભુતિ

ભગવાન કૃષ્ણ માંગે છે “સ્વાર્થ વગર નુ કર્મ”

શ્રી કૃષ્ણ પોતાના જીવનમાં ‘જન્મથી મૃત્યુ સુધી સંઘર્ષ સાથે જીવ્યા અને અસંખ્ય જીવોનો ઉધ્ધાર કરી ભગવાન કહેવાયા. કૃષ્ણ કેવળ અર્જુનના જ સારથિ નથી. તેઓ આપણા સૌના જીવન રથના સારથિ છે. તેઓ સ્મિતપૂર્વક આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. બસ જાગીએ એટલી જ વાર છે. “કૃષ્ણં વંદે જગદગુરુમ્! કૃષ્ણથી ચેતવા જેવું છે. કૃષ્ણ સૌને ખેંચે છે અને ખેંચી જાય છે. કૃષ્ણ સૌને વશ કરે છે, જીતી લે છે અને દોરે છે. ‘કૃષ્ણ’ શબ્દ કૃષ્ ધાતુ પરથી બનેલો છે. સંસ્કૃત શબ્દકોશ પ્રમાણે કૃષ્ એટલે ખેંચવું, જીતી લેવું અને દોરવું. આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે. હિંદુ ધર્મ સતત પરિવર્તનશીલ રહ્યો છે એટલે એના દેવી-દેવતા બદલાતાં રહ્યાં છે. પણ તેમાં એક ચક્રી શાસન કરનાર ભગવાન રામચંદ્ર અને શ્રીકૃષ્ણ છે. આમાં કૃષ્ણ લોક દેવતા છે. મનુષ્યમાત્ર એવું માને કે રામને વંદન કરી શકાય જ્યારે કૃષ્ણને તો ભેટી શકાય. છેલ્લાં પ હજાર વર્ષથી કૃષ્ણ કથા કહેવાતી રહી છે. કૃષ્ણને કેન્દ્રમાં રાખીને ગીતો, પદો ગવાયાં છે, નાટકો, ચિત્રો, શિલ્પો ઘડાયાં છે. ભારતમાં ધર્મગ્રંથોમાંથી કૃષ્ણને બાદ કરવામાં આવે તો પછી ખાસ કોઈ સંપ્રદાય બચે નહીં. કૃષ્ણ મનુષ્યની બાજુમાં ચાલીને દેવત્વ પ્રાપ્ત કરનાર ઈશ્વર છે. પણ કૃષ્ણની કમનસીબી તો જુઓ કે એની કથા આપણી પાસે સળંગ નથી. વાલ્મીકિ જેવા મહાસમર્થ આદિ કવિએ રામાયણ સળંગ લખી છે પણ કૃષ્ણને કોઈ વાલ્મીકિ મળ્યા નથી એટલે કૃષ્ણની કથા છૂટી-છવાઈ લખાઈ છે. સૌથી પ્રાચીન ગ્રંથ મહાભારતમાં કૃષ્ણ જીવનની આધેડ વયથી અવસાન સુધીની કથા છે. હરિવંશમાં બાળપણથી આધેડ વય સુધી કહેવાયું છે. ભાગવતમાં બાળજીવનનો વિસ્તાર છે. એ રીતે જોઈએ તો કૃષ્ણચરિત્રની કથા આખે-આખી વાંચવી કે લખવી હોય તો ઠેરઠેરથી ટુકડાઓ વીણવા પડે. રામ અને કૃષ્ણની સરખામણી કરી શકાય તેમ નથી. તેમ છતાં જો વિહંગાલોકન કરીએ તો રામનું જીવન સરળ અને સુખમય છે. રાજકુળમાં જન્મ્યા, ઉછળ્યા, ભણ્યા, પરણ્યા અને ૧૪ વર્ષ વનમાં ગયાં. તેમાં તેર વર્ષ તો વનમાં સારી રીતે પસાર થઈ ગયાં. છેલ્લું વર્ષ આફ્તનું રહ્યું. ફરી પાછા અયોધ્યા આવીને રાજપાટ સંભાળી લીધું. રામાયણમાં સીતા દુઃખી થયાં છે. રામે પોતાનું જીવન મર્યાદા પુરુષોત્તમ તરીકે જીવી બતાવ્યું છે. જ્યારે કૃષ્ણ તો યાદવ કુળમાં જન્મ્યા. ‘તું યાદવ કુળનો માણસ. તું ધર્મમાં શું સમજે?’ એવા મહેણાં કૃષ્ણએ મહાભારતમાં અનેકવાર સાંભળ્યા છે. સામે પક્ષે પોતાની બુદ્ધિ પ્રતિભા અને પરાક્રમોના કારણે ભીષ્મ પાસેથી ‘મહાપ્રજ્ઞા’ નું બિરુદ પણ મેળવ્યું છે. કૃષ્ણની જીવનયાત્રા સતત કાંટાળી રહી છે. કેદખાનામાં જન્મ થયો અને માતાનું ધાવણ પામે એ પહેલાં તો ભાગવું પડયું. ગરીબ ઘરમાં ઉછેર થયો. ઢોર ચારવા જેવું અતિ કષ્ટદાયી કામ તેમને કરવું પડયું. બાળપણ પણ લાંબુ ન ટક્યું.
https://divyamudita.com/bhagvan-krushna/૧૮ વર્ષે પોતાનાં મામા જોડે જીવલેણ સંઘર્ષ કરી મથુરાના લોકોને કંસના જુલ્મી શાસનમાંથી છોડાવ્યાં. પરિણામે લોકોમાં લાડકા થયા. પણ એ જમાનાનો ભારતનો મહાપ્રતાપી સમ્રાટ જરાસંઘ કંસનો સસરો થાય. જમાઈનું વેર લેવા એ કૃષ્ણ સામે યુધ્ધે ચઢયો. લાંબી ચાલેલી એ લડાઈમાં કંટાળેલા મથુરાવાસીઓએ ઉપકાર ભુલીને કૃષ્ણ અને બળરામને મથુરા છોડવા મજબૂર કર્યા. બન્ને ભાઈઓ છેક કોંકણમાં આવેલાં અઘોર જંગલ વચ્ચે પરશુરામ ટેકરી પર જઈને રહ્યાં. ત્યારબાદ મથુરા પહોંચ્યા પણ જરાસંઘથી ગભરાતાં મથુરા વાસીઓએ તેમને રાખવાની ના પાડી એટલે પોતાના સાથીઓ અને સગાં-વહાલાંઓને એકઠા કરીને સૌરાષ્ટ્રના ટાપુમાં કૃષ્ણએ દ્વારકા વસાવ્યું. કૃષ્ણએ દ્વારકામાં પોતાનું બળ જમાવ્યું. અનેક લડાઈઓ લડીને કૃષ્ણએ પોતાનો પ્રભાવ ઊભો કર્યો. કૃષ્ણ માટે દ્વારકાધીશ વિશેષણ વપરાય છે, પણ કૃષ્ણ ક્યારેય પણ દ્વારકાનાં રાજા બન્યા જ નથી. મહાભારતમાં પાંડવોએ યજ્ઞ કર્યો ત્યારે સર્વ પ્રથમ પૂજા કૃષ્ણની કરી હતી. પરંતુ શિશુપાલે કૃષ્ણ રાજા નથી તો પછી તેમની પહેલી પૂજા શા માટે કરી? તેવો પ્રશ્ન ઊઠાવ્યો અને કૃષ્ણને ગાળો આપીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બધું વાંચીએ એટલે સમજાય કે નાસભાગ, ચડ-ઊતર હાર-જીતને કારણે કૃષ્ણનું જીવન સમતોલ નથી રહ્યું. છતાંય આશ્વર્યની વાત એ છે કે કૃષ્ણએ પોતાની માનસિક સમતુલા કદી ગુમાવી નથી. કોઈને વખોડયાં નથી અને પોતાના કટ્ટર દુશ્મનોને પણ કલ્યાણકારી સલાહ આપી છે. કૃષ્ણને ઓળખવા બહુ અઘરા છે. સાચા અર્થમાં એ વિરાટ પુરૂષ છે. એમના દુશ્મનો પણ એમની શક્તિનો સ્વીકાર કરે છે. શ્રી કૃષ્ણ અત્યંત વ્યવહારુ અને ચતુર પુરૂષ છે. મહાભારતનાં યુધ્ધમાં પોતે શસ્ત્ર નહીં ઉપાડે એવી પ્રતિજ્ઞાા કરી હતી. પણ ભીષ્મ પિતામહ જ્યારે કાળો કેર વર્તાવતા હતા, ત્યારે તેમને અટકાવવા અને પાંડવોને બચાવવા તેમણે રથનું પૈડું સુદર્શન ચક્રની જેમ ઉપાડીને વિંઝવાનો દેખાવ કર્યો હતો. આવો વ્યવહારુ ઉપાય યુધ્ધનાં મેદાનમાં પણ વ્યક્તિને સુઝે એ એમની ત્વરીત નિર્ણય શક્તિ અને તીક્ષ્ણ બુદ્ધિનો પ્રત્યક્ષ દાખલો છે. કૃષ્ણએ કુરૂવંશના રાજકારણમાં સક્રિય ભાગ ભજવ્યો અને પોતાની ફોઈના દીકરા પાંડવોને આજીવન રક્ષણ આપ્યું. કૃષ્ણના જીવનનો પ્રારંભ પણ દુઃખમાં થયો અને અંત પણ દુઃખમાં જ આવ્યો. મહાભારતનાં યુધ્ધ પછી પાછા ફરેલા કૃષ્ણ યાદવોની વ્યસનપરસ્તી અને આંતરિક ઝઘડાથી વ્યથિત હતા. એમણે દ્વારકામાં દારૂબંધી દાખલ કરી હતી. પણ કોઈએ સ્વીકારી ન હતી. યાદવકુળના બે જુથો સતત બાખડતાં અને બન્ને જુથના લોકો કૃષ્ણ ને પોતાની બાજુ ખેંચવા પ્રયત્ન કરે છે. કૃષ્ણ ની દશા કફોડી છે. બે દીકરા એકબીજાનો જીવ લેવા તરસતા હોય ત્યારે શું કરે? એક દીકરો જીતે તે ગમે પણ બીજો દીકરો હારે તે પસંદ ન પડે. આવી વેદના સાથે થાકેલા કૃષ્ણ જંગલમાં એક શિકારીના બાણથી મરણ પામ્યા. આવું એકલવાયું મૃત્યુ આપણે સંસારી તરીકે તો કલ્પી પણ ન શકીએ. કૃષ્ણના જીવન પાસે ઊભા રહો એટલે તમને સતત આશ્વાસન મળ્યાં કરે એવું એમનું જીવન છે.

https://divyamudita.com/bhagvan-krushna/કૃષ્ણ નટખટ, મસ્તીખોર અંદાજમાં રહ્યા. પરંતુ તેઓએ પોતાનાં બધા જ કર્તવ્યો પણ પૂર્ણ કર્યા. એક પુત્ર તરીકે, એક રાજકુમાર, એક રાજા, એક મિત્ર, એક પ્રેમી, એક પતિ, એક માર્ગદર્શક તરીકેની બધી જ ફરજો કૃષ્ણે નિભાવી છે. કૃષ્ણ માનવ તરીકે જન્મ્યા પણ કર્મો એવા કર્યા કે ભગવાન બની ગયા. તેમના જીવનમાંથી પ્રેરણા લેવા જેવી છે તેમના “ગુણો” અપનાવો તો તમે પણ ભગવાન શ્રીકૃષ્ણ ના કૃપાપાત્ર બની શકો છો અરે તમે પોતે પણ ભગવાન બની શકો છો.  શ્રીકૃષ્ણ ભગવાન ની કથા એમ કહે છે કે તેઓ “જન્મ્યા” પહેલાજ તેમને મારી નાખવાની તૈયારી થઇ ગયી હતી. પણ તેમાંથી તેઓ ‘આબાદ’ ઉગરી ગયા આગળ તેમના જીવન માં ઘણા ‘સંકટો’ આવ્યા પણ તેઓ ‘લડતા’ રહ્યા કોઈ ને કોઈ ‘યુક્તિ’ કરીને હંમેશા બચતા રહ્યા. કોઈ “પ્રસંગ” માં તો તેઓ “રણ” છોડી ભાગી પણ ગયા હતા, પણ મારા “જીવન” માં આટલી બધી “તકલીફો” કેમ છે કરી ને તેઓ કોઈ દિવસ પણ કોઈ ને પણ પોતાની “જન્મકુંડળી” બતાવવા નથી ગયા કે એવી કોઈ નોધ મેં નથી વાચી, ના કોઈ “ઉપવાસ” કર્યા, ના ખુલ્લા પગે ક્યાંય ચાલવા ની “માનતા” કરી, કે કોઈ “માતાજી ના ભુવા” પાસે “દાણા” જોવડાવ્યા, મારે આ પ્રસંગ યાદ રાખવા જેવો ને વિચારવા જેવો છે. તેમણે તો “યજ્ઞ” કર્યો તે ફક્ત અને ફક્ત “કર્મોનો”. યુદ્ધ ના મૈદાન માં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખી દીધા, ત્યારે ભગવાન “શ્રીકુષ્ણ” એ ના તો અર્જુન ના “જન્માક્ષર” જોયા, ના તો તેને કોઈ “દોરો” કે “તાવીજ” તેને આપ્યા, આ તારું યુદ્ધ છે અને તારે જ કરવાનું છે એમ અર્જુન ને સ્પષ્ટ કહી દીધું, અર્જુને જયારે ધનુષ્ય નાખી દીધું ત્યારે તે ધનુષ ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી। બાકી “શ્રીકુષ્ણ” ભગવાન ખુદ “મહાન યોદ્ધા” હતા. તેઓ “એકલા હાથે” આખી “કૌરવો ની સેના” ને હરાવી શકે તેમ હતા,પણ ભગવાને “શસ્ત્ર” હાથ માં નહોતું પકડ્યું પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ તેના “સારથી ( માર્ગદર્શક )” બનવા તૈયાર હતા. આ રીતે ભગવાન “શ્રીકૃષ્ણ” મને સમજાવે છે કે જો દુનિયા ની તકલીફો માં તું જાતે લડીશ તો હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ. તારી “તકલીફો” ને હું હળવી કરી નાખીશ અને તને ‘માર્ગદર્શન’ પણ આપીશ, કદાચ આજ “ગીતા” નો સહુથી સંક્ષિપ્ત “સાર” છે. જયારે હું પ્રભુ સન્મુખ થાવ ત્યારે ભગવાન ને એટલીજ વિનંતી કરું કે ભગવાન મારી “તકલીફો” થી લડવાની મને “શક્તિ” આપજો, નહિ કે ભગવાન મારી “તકલીફો” થી “છુટકારો” આપજો, ભગવાન મારી પાસે “ઉપવાસ” નથી માંગતા, નહિ કે તું “ચાલતો” આવ કે બીજું કઈ,  ભગવાન માંગે છે તો મારુ “સ્વાર્થ વગર નુ કર્મ”, માટે મારે “કર્મ” કરતા રહેવું.

સંકલિત : દિવ્યામુદિતા ટીમ || ફોટો સોર્સ : ગુગલ

Related Posts