નિત્ય સમાચાર

બે મહિલાઓ જેમણે પોતાના સ્વદેશી પિઝા અને ઓવન બનાવી ગુજરાતીઓ ના દિલ જીત્યા

અમદાવાદ ના લો ગાર્ડન માં “જસુબેન શાહ ના ઓલ્ડ પીઝા” નામથી પીઝા શોપ આવેલી છે. જે જસૂબેન, અંદેરબેન અને જોરાવરસિહ રાજપૂત એ સાથે મળી ને ચલાવે છે. જસૂબેન એ અંદેરબેન અને જોરાવરસિહ રાજપૂત સાથે મળી 1990 માં આ બિઝનેસ શરૂ કર્યો હતો. આ બિઝનેસ શરૂ કર્યા પછી તેઓ પૂના પાછા ચાલ્યા ગયા હતા જયાં તેઓ  અગાઉ રહેતા હતા પરંતુ અંદેરબેન એ આ બિઝનેસ ચાલુ રાખ્યો હતો. અને તેમણે પિઝા માં વપરાતી ચટણી ની ગુપ્ત રેસીપી વિકસાવી હતી. જે તેમના પિઝા માં વપરાય છે. જસૂબેન મેદાના લોટનો ઉપયોગ કરીને બ્રેડ બનાવતા જ્યારે અંદેરબેન દ્વારા નાની ભઠ્ઠી (ઓવન) ડિઝાઇન અને કસ્ટમાઇઝ કરવામાં આવી હતી. તેમણે બનાવેલ દેશી ઓવન પર એક સાથે ઘણા બધા પીઝા ગરમ થઈ શકે છે. એક સમયે તેઓ પિઝાહટ અને ડોમિનોઝ  કરતા વધુ પિઝા વેચતા હતા. પિઝા જે મૂળ ઈટાલિયન ડિશ છે. જેને ગુજરાતી સામગ્રી વાપરી ને ગુજરાતીઓ ને ખાવા માટે અનુરૂપ બનાવવામાં જસુબેન અને અંદેરબેન એ ખૂબ મહેનત કરી છે.

https://divyamudita.com/jasuben-shah-old-pizza/તેઓ ની ચાર અલગ અલગ શાખાઓ છે જ્યાં તેઓ દરરોજ 20,000 થી વધારે પિઝા વેચે છે. 2013 માં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ તેમના વક્તવ્યમાં મહિલાઓ ની સાહસિકતા અને આવડત ની વાત કરી જસુબેન ને યાદ કર્યા હતા. આજે તેઓ “જસુબેન ના ઓલ્ડ પીઝા” નામ થી ખૂબ જ પ્રખ્યાત છે.

સંકલન : મિત્તલ ભાવસાર , ફોટો સોર્સ : ગુગલ

Related Posts