નિત્ય સમાચાર

મોઢેરા સૂર્યમંદિર સૌર ઉર્જા થી ઝળહળશે

મહેસાણા જિલ્લા સ્થિત મોઢેરા સૂર્ય મંદિર સહિત મોઢેરા ગામ ને સૌર ઉર્જા નો લાભ મળશે. આ માટે 69 કરોડ ના ખર્ચે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફ્થી સોલાર પાવર પેનલ નાખવામાં આવશે. જેનું 5 સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઇ લોકાર્પણ કરશે. સૂર્ય મંદિર હિન્દુ ધર્મ નું મહત્વ નું સૌર દેવતા માટે સમર્પિત મંદિર છે તે પુષ્પાવતી નદીના કિનારે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ આવેલુ છે. તેને રાજા ભીમદેવે બનાવ્યું હતું. આ મંદિર ની વિશેષતાઓ માં ત્રણ અક્ષીય રીતે ગોઠવાયેલા ઘટકો છે. જેમાં ગુદામંડપ, સભામંડપ અને પવિત્ર જળાશય કુંડ આવેલા છે.

https://divyamudita.com/modhera-sun-temple/દુનિયાભર માં પ્રસિધ્ધ આ સૂર્ય મંદિર ને સૌર ઉર્જા થી ઝળહળતું કરવા માટે સોલાર પ્રોજેકટ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૂર્ય મંદિર થી ત્રણ કિલોમીટર દૂર સુજાનપુર ખાતે 12 એકર જમીન ફાળવવામાં આવી છે જેમાં Solar પેનલ અને Photonics પેનલ લગાવી ને સૌર ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે. તે ઉપરાંત લિથિયમ બેટરી વાળી BSS ટેકનૉલોજિ પણ વિકસાવવામાં આવશે. સૂર્ય મંદિર ના પાર્કિંગ પ્લોટ ખાતેથી આ સમગ્ર સિસ્ટમ ઓપરેટ કરવામાં આવશે.

સૂર્ય મંદિર તેનાં કોતરણી કામ અને સૂર્યોદયના સમયે પડતાં સુરજ ના કિરણો તથા સૂર્યાસ્ત સમય ના રમણીય વાતાવરણ અને ત્યાની શાંતિ માટે ખૂબ જ જાણીતું છે. અહિયાં ઘણા ટુરિસ્ટ્સ દૂર દૂર થી જોવા માટે આવે છે. ગુજરાત પ્રવાસન નિગમ ઉત્તરાયણ ના તહેવાર ને અનુસરી ને જાન્યુઆરી ના ત્રીજા સપ્તાહ દરમ્યાન મંદિર માં વાર્ષિક ત્રિ દિવસીય નૃત્ય મહોત્સવ નું આયોજન કરે છે. જેને ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રીય નૃત્ય ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ થી આ મહોત્સવ કરવામાં આવે છે. આમ આ પ્રોજેકટ થી સૂર્ય મંદિર સુંદર રોશની થી ઝળહળશે અને તેની રોનક માં અનેરો વધારો થશે.

સંકલન : મિત્તલ ભાવસાર , ફોટો સોર્સ : ગુગલ

Related Posts