ભાષા ઉપરાંત નૃત્ય સહિતની સંસ્કૃતિ જીવંત રાખવા સમર કેમ્પ
ભાષા ઉપરાંત નૃત્ય સહિતની સંસ્કૃતિ જીવંત રાખવા સમર એક્ટિવિટીના માધ્યમથી પોતાના વિવિધ રીતે રિવાજો નવી પેઢીને શીખવાનો પ્રયાસ. સમર કેમ્પ ઉનાળુ વેકેશનમાં હોય છે. આજ સુધી આપણે જોયું છે કે સમર કેમ્પમાં વિવિધ પ્રકારની એક્ટિવિટી કરાવે છે. સમર કેમ્પમાં વિવિધ એક્ટિવિટી દ્વારા નાના બાળકોથી માંડીને યુવાઓ ક્રિએટિવ પ્રવૃત્તિ કરતા હોય છે. પરંતુ અમદાવાદમાં મરાઠી, બંગાળી, કેરેલીયન, પંજાબી, સિંધી સહિતના વિવિધ રાજ્યોના લોકો સમર વેકેશનમાં નવી પેઢીને પોતાની ભાષા ડાન્સ, નૃત્ય, પેઇન્ટિંગ, વિવિધ પ્રકારની રમત આ બધાનું નોલેજ મળે તે માટેની એક્ટિવિટીથી કલ્ચર સાથે જોડવાનું કામ કરે છે. અમદાવાદમાં વર્ષોથી કેરાલા સમાજના લોકો રહે છે. અત્યારના નવી પેઢીને કેરલાના કલ્ચરનું નોલેજ ઓછું છે. ત્યારે તેમને પ્રાદેશિક મલયાલમ ભાષાનું જ્ઞાન મળે તે માટે તેમને કેરલા ગવર્મેન્ટ સાથે વાતચીત કરીને વેકેશનના સમયમાં વિનામૂલ્યે ક્લાસ ચાલુ કર્યા હતા. અમદાવાદમાં તેર વિસ્તારમાં એક લાખની આસપાસ કેરાલાના લોકો રહે છે. આ ઉપરાંત સમર કેમ્પમાં યુવાનોને મોહિની અટ્ટમ અને ઓનમની પ્રેક્ટિસ કરાવી છે. આ ડાન્સ ઉપર પરફોર્મન્સ પણ યોજાય છે. જેનો ડાન્સ સારો હોય છે તે ડાન્સ ઉપર નંબર આપે છે. આ બાળકોને દર રવિવારે મલયાલમ ભાષા શીખવવામાં આવે છે. આ ઉપરાંત તેમને બીજી પ્રવૃત્તિ પણ શીખવા મળે છે. આ સમર કેમ્પમાં આપણને એવું શીખવા મળે છે કે પોતાની ભાષાની સાથે સાથે બીજી ભાષા પણ આપણે શીખવી જોઈએ. અન્ય ભાષા ઉપર આપણને અનેકઘણી પ્રવૃત્તિ શીખવા મળે છે. બીજાની પ્રવૃત્તિઓ આપણને શીખવા મળે છે જેથી અન્ય તકો પણ મળતી રહે છે. બાળકોને સમર કેમ્પમાં એકબીજાના ભાષાનું જ્ઞાન મળે તે ભાષામાં અલગ અલગ ડાન્સ , નૃત્ય પેઇન્ટિંગ, રમત ગમત શીખવા મળે છે.
સપના જોશી || દિવ્યામુદિતા ટીમ