નિત્ય સમાચાર

ભારતની વધુ એક નવી સફળતા: ૧૦૦ કલાકમાં કર્યું ૧૦૦ કિલોમીટરના રસ્તાનું નિર્માણ

ભારત નવા નવા ક્ષેત્રોમાં સફળતાની સીડીઓ ચડી રહ્યું છે. વિવિધ જુના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ વિશ્વમાં કાયમ કરી રહ્યું છે. ખેતી, ઉદ્યોગ, વિજ્ઞાન અને ટેકનોલોજી, રમત-ગમત, કલા ઉપરાંત, આત્મનિર્ભરતા વગેરે જેવાં ક્ષેત્રોમાં ભારત નવા નવા વિક્રમો સ્થાપિત કરી રહ્યું છે. એવામાં તાજેતરમાં ભારતે વધુ એક નવી સફળતા હાંસલ કરી છે. હાલમાં ભારતે રસ્તા નિર્માણ કાર્યમાં વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. આ સફળતા પ્રાપ્ત કરવાની શરૂઆત ૧૫ મેના રોજ સવારે શુભારંભ પામી. ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસ વે પાસે આવેલ નેશનલ હાઈવે-૩૪  પર ૧૦૦ કલાકમાં ૧૦૦  કિ.મી.ના રસ્તાના નિર્માણનું લક્ષ્ય હાંસલ કરવાની શરૂઆત થઈ. દર એક કલાકમાં એક કિલોમીટર રસ્તો બનાવવાની લક્ષ્ય નિર્ધારિત કરીને આઠ-આઠ કલાકની શિફ્ટમાં એન્જિનિયરો તથા શ્રમિકોએ અથાગ મહેનત શરૂ કરી. એક જ શિફ્ટમાં ૧૦૦ જેટલા એન્જિનિયર તથા ૨૫૦ જેટલા શ્રમિકોએ નિરંતર કાર્ય કર્યું. એવામાં, કાળઝાળ ગરમીમાં આ કાર્ય ખૂબ કપરું હતું. તેથી, ગરમીથી બચાવ માટે પણ જરૂરી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું. ૧૫ મેના રોજ સવારે શરૂ થયેલ આ કાર્ય ૧૯ મેના રોજ બપોરે પૂર્ણ થયું. જેમાં, ૧૧૨ કિ.મી.નો રસ્તો નિર્માણ પામ્યો.

https://divyamudita.com/construction-of-100-km-of-road-in-100-hours/આ ઉપરાંત, નોંધનીય બાબત એ છે કે NHAIના રિજનલ ઓફિસર સંજીવકુમાર શર્માના જણાવ્યા અનુસાર, આ રસ્તાનું નિર્માણ રિસાયકલ્ડ સામગ્રીમાંથી કરવામાં આવ્યું. જેમાં, બીટુમન કોંક્રિટ સિમેન્ટ જેવા મટીરીયલ્સનો ઉપયોગ કરી પર્યાવરણીય બાબતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી. પુરુષાર્થી એન્જિનિયર તથા શ્રમિકોએ હાંસલ કરેલી આ નવી સફળતાને કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ પણ‌ બિરદાવી છે. આમ, ભારતે આ સિદ્ધિ પ્રાપ્ત કરીને અમેરિકા, ચીન અને જાપાન જેવા વિકસિત દેશોને પાછળ છોડી, વર્લ્ડ રેકોર્ડ  સ્થાપિત કરી નવી સફળતા પ્રાપ્ત કરી છે. જે ભારત માટે ગર્વની લેવા જેવી બાબત છે.

સંકલન : દિપીકા અગ્રાવત || દિવ્યામુદિતા ટીમ

Related Posts