લેખાનુભુતિ

જીવન કેવું જીવવું??

જીવન એટલે માતાના ગર્ભમાંથી બહાર નીકળ્યા પછી આપણી જીવવાની જે શરૂઆત થાય છે તે. બુદ્ધિશક્તિના વિકાસથી આપણને સમજ પડવા લાગે ત્યારપછીનો સમયગાળો એટલે જીવન. જીવનમાં સુખ અને દુઃખ આવતા જ રહે છે. દરેક માણસને ભગવાન આ સમયે જીવન જીવવાની તક આપે છે. સુખમાં અને દુઃખમાં જીવવાની યોગ્ય તક. ખરેખર આ જીવનની રચના કરનારે ખુબ જ અજીબ રચના કરી છે. ઘણા લોકોને જોઇએ છીએ કે તેઓ સડક પર સાવ ઉદાસ અને નિરાશ ચહેરે બેઠા હોય છે જાણે એમને જીવન જીવવાનો કોઈ રસ જ ના હોય. ખરેખર આમને થોડુંક સમજાવુ જોઇએ કે જિંદગી એકવાર મળી છે તો તેને આનંદથી માણો, આમ વ્યર્થ ના કરો. ભગવાને જીવન આપ્યુ છે તો સાર્થક કરો. નિરાશ થઇને બેસી રહેવાથી કંઈ પ્રાપ્ત નહીં થાય. આમ ને આમ જીવન જતુ રહેશે. ભગવાને મનુષ્યની એક સંપૂર્ણ રચના કરીને બુદ્ધિશક્તિનો વિકાસ કર્યો છે તો આ બુદ્ધિશક્તિને વાપરીને કંઈક શ્રેષ્ઠ કાર્ય કરવું જોઇએ.

https://divyamudita.com/life-how-to-live/એક નાનકડી કીડી જ જોઈ લો કેવી ખોરાક માટે જાતે જ લાઈનમાં તૈયાર થઇ જાય છે ઘણે દૂર દૂર સુધી ચાલ્યા કરે છે. હમેશા યાદ રાખો કોઈ વ્યક્તિ ક્યારેય તમારા મોઢામાં કોળિયોતો ના જ મૂકવા આવે. આપણે જાતે જ ઉઠાવવો પડે. આ જીવનમાં પણ કંઈક એવુ જ છે જેટલું ફરશો એટલું ચરસો, મતલબ એમ છે કે વધારે સારૂ પ્રાપ્ત કરશો. ખુશીની જે તકો છે એને એ સમયે માણો. નકામા વિચારો કરીને વેડફશો નહિ. દુઃખ જયારે આવે છે ત્યારે હિંમતભેર કામ લો અને આ દિવસ પણ જતો રહેશે એવુ વિચારી આગળ વધો, દુઃખ પણ આપણને ઘણું બધું શીખવાડી જાય છે જયારે તેને બરાબર સમજશો ત્યારે ઘણી બધી સમજ પડશે. દુઃખથી ઘડાઈને જ એ સુખની પળ માણવાનો આનંદ અનેરો લાગશે. જીવનમાં પોતાની આજ માણો કાલની ચિંતા ના કરો. આજનો દિવસ ખુશીથી પસાર કરો. જેણે જીવન આપ્યુ છે એના પર વિશ્વાસ રાખો એ તમને ક્યારેય નિરાશ નહીં થવા દે. જીવનની દરેક પળને આટલુ વિચારીને માણો.

https://divyamudita.com/life-how-to-live/Writer : Sejal Parmar || Teacher 
M.Sc.,B.Ed
Volunteer: Sadguru Foundation

Related Posts