નિત્ય સમાચાર લેખાનુભુતિ

ગુજરાતની સિંહણ મહિલા ફોરેસ્ટ ઓફિસર રસીલા વાઢેર

1100 જંગલી પ્રાણીઓને બચાવનાર ગુજરાતની પ્રથમ મહિલા ફોરેસ્ટ ઓફિસર રસીલા વાઢેર. રસીલા વાઢેર રસીલા ગુજરાતના પ્રથમ મહિલા ફોરેસ્ટ ઓફિસર તરીકેનું બહુમાન ધરાવે છે. રસીલાને નાનપણમાં ખ્યાલ પણ ન હતો કે, એ મોટી થઈને ફોરેસ્ટ ઓફિસર બનશે. રસીલા બારમા ધોરણ સુધી સરકારી શાળામાં ભણી હતી. અને એને ગ્રેજ્યુએશન પણ સરકારી મહિલા કોલેજમાં જ કર્યું હતું. રસીલા જ્યારે નાની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું. તેમના મમ્મી પેટે પાટા બાંધીને મજૂરી કરીને એમને ભણાવ્યા હતા. રસીલાના મમ્મીએ રસીલાને અને તેમના ભાઈ બહેનને પણ ભણાવ્યા હતા. ધોરણ 12 પાસ થયા પછી એમના સગા સંબંધી કહેતા હતા. એમના મમ્મીને રસીલાના મમ્મીને કહે છે. કે છોકરીઓને હવે ભણાવવાની ન હોય અને તેમને સમયસર પરણાવી દેવી આવી વાતો લોકો રસીલાને મમ્મીને કહેતા હતા, પરંતુ રસીલાના મમ્મીએ તેમનો વિરોધ કરીને રસીલાને ભણાવી. રસીલાને પહેલેથી સરકારી નોકરી કરવાના બહુ જ શોખ હતો. પણ ફોરેસ્ટ વિભાગના મહિલાઓ કામ કરી શકે એ બાબતે રસીલા અજાણી હતી. 2007માં જ્યારે ફોરેસ્ટ ગાર્ડ ની ભરતી થઈ, ત્યારે રસીલાએ આમાં ફોર્મ ભર્યું હતું અને એક્ઝામ આપી. એ સમયે ફોરેસ્ટ વિભાગમાં ફ્રન્ટ લાઈનમાં કોઈ મહિલા ઓફિસર ન હતા. 2008માં ફરી ફોરેસ્ટની ભરતી આવી. એ સમયે રસીલાએ ફરી એક્ઝામ આપી અને કિલચર પણ કરીને એક જ વર્ષમાં રસીલા ફોરેસ્ટ ગાર્ડમાંથી ફોરેસ્ટ ઓફિસર બની એ સમયગાળા દરમિયાન રસીલા સાસણમાં જ હતી. અને 2019 માં રસીલાને રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે પ્રમોશન મળ્યું. એટલે હાલમાં વેરાવળ સામાજિક વનીકરણ વિભાગમાં ફરજ બજાવી રહી છે. ફોરેસ્ટ વિભાગએ મેલ ડોમિનેટ વિભાગ છે. એટલે અહીં મોટેભાગે પુરુષો હોય છે. આટલા પુરુષોની વચ્ચે એકલી મહિલા હોવાના કારણે ઘણું સહન પણ કરવું પડ્યું હતું. એ વખતે આખા ગુજરાતમાં ફોરેસ્ટ વિભાગમાં એક જ મહિલા હતી. અને એ રસીલા વાઢેર હતી. એમાં પણ રસીલાનું પહેલું રેસક્યુ જો આ નિષ્ફળ જાય તો મહોર લાગી જાય કે મહિલાને રેસ્ક્યુમાં ન ચાલે અને આ જ પછી ક્યારેય કોઈ મહિલાની રેસ્ક્યુમાં સામેલ ન કરાય એ વાત રસીલા ને સાંભળીને તરત જ કહી દીધું ના ના પછી કેમ ? હવે તો અત્યારે જ આ સિંહણને પકડીને જવું જોઈએ, સાહેબને રસીલા ની હિંમત જોઈને થયું કે હજુ પકડી શકાય છે. રસીલા રાતના સિંહણને પકડવા ગઈ. સવારના 5:30 સુધી રાહ જોઈને અને છેવટે સિંહણ ને પકડીને રસીલા આવી. એ રસીલાનું પહેલું રેસ્ક્યુ હતું. અને એ પછી આગળ ચાલતું ગયું ચાલતું ગયું, અત્યાર સુધીમાં 1100થી વધારે સક્સેસફૂલ રેસ્ક્યુ રસીલા એ કરેલા છે. 1100થી વધુ સિંહ દીપડાથી લઈને તમામ વન્ય પ્રાણીઓને રસીલા વાઢેર કોઈ જ ફોર્મલ ટ્રેનિંગ વિના બચાવ્યા છે. રસીલા આ ફિલ્ડમાં લાગી ગયા અને અનુભવમાંથી જ વધુ શીખી ગયા.

https://divyamudita.com/rasila-vadher-lioness-forest-officer-of-gujarat/એ સમયે બીજું કોઈ મહિલા ફોરેસ્ટ ઓફિસર તરીકે ન હતી. રસીલા ને લોકો જોવા માટે ઉમટી પડતા હતા. કારણ કે એવા સાહસિક કાર્યમાં પુરુષ જ હોય છે. આ પહેલા કોઈ મહિલાએ આ રીતે રેસ્ક્યુ કરતા જોઈ ન હતી. લોકો પ્રાણીઓને જોવા આવતા ત્યારે પ્રાણીઓને જોવાના બદલે રસીલાની મહાનતા જ જુએ છે. રિસ્ક્યુ સેન્ટરમાં કે દીપડાએ કરતા હુમલાને એક કિસ્સો શેર કરીએ તો, એક વખતે રસિલા રેસ્ક્યુ સેન્ટરમાં હતી. અને દીપડાને દવા આપવા માટે ગઈ હતી. દીપડાને દવા આપતી હતી એ જ સમય ટેકનિકલ ખામીના કારણે પિંજરૂ અચાનકથી થોડું ખુલ્લું રહી ગયું હતું. અને એ દીપડાએ રસીલા નો હાથ જોરથી પકડી લીધો, અને એ રસીલા નો હાથ એના મોઢામાં ઘાલવા માટે પ્રયત્ન કરતો હતો. અને રસીલા દીપડાના મોઢામાંથી હાથ છોડવાનો પ્રયત્ન કરતી હતી. ત્યાં જ રસીલાના લેબર આવી ગયા અને એમને હાથ છોડાવ્યો જો એ સમયસર ના આવ્યા હોત તો રસીલાનો હાથ દીપડા પાસે ચવાઇ ગયો હોત. વધુ એક કિસ્સામાં વેરાવળમાં સવારે 11:30 વાગ્યાનો સમય હતો. અને દીપડો એક ઘરમાં ઘૂસી ગયો હતો. અને ઘરમાં જે બેન હતા એ તરત જ દીપડાને જોઈને બહાર નીકળી ગયા હતા. હવે ખબર કેમ પડે કે દીપડો કયા રૂમમાં છે. દીપડાને ચેક કરવા અંદર પણ ના જવાય, અને એમ તો કહેવાય નહિ ચલ દીપડા બહાર આવી જા. એ સમયે બહાર ચારથી પાંચ હજાર લોકોનું ટોળું દીપડાને જોવા માટે ભેગી થઈ હતી. થોડી પણ ઉતાવળ કરી બેસે તો અને દીપડો બહાર ખુલ્લામાં આવી જાય, તો કેટલા લોકોને નુકસાન પહોંચી શકે એ પછી રસીલાએ બે ત્રણ કલાકની મહેનત બાદ દીપડાને પકડી પાડ્યો. આ રિસ્ક્યુ રસીલા માટે ખૂબ જ અઘરું હતું. સામાન્ય રીતે આપણને માત્ર એટલું જ જાણીએ છીએ કે, ક્યાં હિંસક કે અન્ય વન્ય પ્રાણીઓ આવી ગયા હોય તો ફોરેસ્ટ વિભાગ ને જાણ થતા તે આવી જાય છે. અને તે તેમને પકડીને જતા રહે છે. રસીલાની જવાબદારી હોય છે કે , સિંહ દીપડો અને બીજા અન્ય પ્રાણીઓ કુવામાં પડી ગયો હોય, ઘરમાં ઘૂસી ગયો હોય, અને જે કોઈ પશુઓને વાગ્યું હોય તો પણ એમને રેસ્ક્યુ કરીને સારવાર કરવાની હોય છે.
આ રસીલા ને જોઈને કોઈ માની ના શકે કે આ યુવતી થી જંગલનો રાજા પણ ડરીને ભાગી જતો હશે.

સંકલન : સપના જોશી || શિક્ષિકા

Related Posts