નિત્ય સમાચાર

ભારત માં 2030 સુધીમાં 2.6 કરોડ હેક્ટર ઉજ્જડ જમીન થશે ફરી થી જીવંત

સંયુક્ત રાષ્ટ્ર ના વર્ચ્યુયલ સંવાદ વિશ્વ ના અગ્રણી દેશો વચ્ચે થયો જેમાં પર્યાવરણ ને લગતી સમસ્યા, રણ, દુષ્કાળ અને જમીન ધોવાણ તેમજ તેના નિરાકરણ અંગે ઉચ્ચ સ્ટાઇય ચર્ચા થઈ. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ભારત માં 2030 સુધી માં 2.6 કરોડ હેકટર ઉજ્જડ જમીન ને સજીવન કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ.

https://divyamudita.com/pm-in-un-meeting/આ કાર્ય થી ભારત પર્યાવરણ માં 3 અબજ ટન કાર્બન ઉત્સર્જન અટકાવામાં મદદ કરશે. વડા પ્રધાને કહ્યું કે જમીન ને નુકશાન થી બચાવવી તે આપણી સામૂહિક જવાબદારી છે. તેમણે વિશ્વના તમામ દેશો ને વિનંતી કરી છે કે જમીન અને પર્યાવરણ ને નુકશાન થી બચાવવા માટે સામૂહિક જવાબદારી લેવી પડશે.ભારતે હમેશા જમીન ને મહત્વ આપ્યું છે તેથી જ અમે ધરતી ને માતા કહીએ છીએ.

ભારતે છેલ્લા દસ વર્ષ માં 3 મિલિયન હેક્ટર માં જંગલ નું વિસ્તરણ કરી વાવેતર કર્યું છે.આને કારણે દેશ માં ચોથા ભાગ નો વન ક્ષેત્ર માં વધારો થયો છે. તેમણે જણાવ્યુ કે ગુજરાત ના કચ્છ માં જમીન ધોવાણ અને વાવેતર ને આગળ વધારવાથી ખૂબ જ સકારાત્મક અસર થઈ છે.

Related Posts