નિત્ય સમાચાર

માત્ર 700 ગ્રામ વજન ની બાળકી ના હ્રદય ની સફળ સર્જરી

અમદાવાદ ની સિમ્સ હોસ્પિટલે પ્રિમેચ્યોર્ડ જન્મેલ માત્ર 700 ગ્રામ વજન ધરાવતી બાળકી ના હ્રદય નું સફળ ઓપરેશન કર્યું છે. અને ખૂબ જ પડકારજનક સિધ્ધી ને હાંસલ કરી છે.

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકા માં 24 દિવસ પહેલા પ્રિમેચ્યોર્ડ માત્ર 700 ગ્રામ વજન ધરાવતી બાળકી નો જન્મ થયો હતો  જેનો જન્મ હાર્ટ ડિફેક્ટ ડકટસ આર્ટેરિયોસસ (પીડીએ) સાથે થયો હતો જેના કારણે લોહી સમગ્ર શરીર માં ફેલાવવા ની જગ્યાએ ફેફસા માં પાછું જતું હતું. એપનિયા થી પીડિત બાળકી નું બાળ સર્જન ડોક્ટર દ્વારા તપસ કરી ને સર્જરી ની સલાહ આપવામાં આવી હતી. આ ખામી ને સુધારવા માટે પીડીએ લિગેશન નામની સર્જરી ની જરૂર હોય છે પરંતુ તે ખૂબ જ જોખમી હોય છે. બીજું કે પ્રિમેચ્યોર્ડ જન્મ ને કારણે બાળકી નું વજન પણ ઓછું હતું. સાથે સાથે કિડની માં પણ અસર હોય તેવું ડોકટરે સૂચવ્યું હતું.

સૌથી નાની ઉમ્મર અને સૌથી ઓછા વજન નું હ્રદય નું ઓપરેશન કદાચ ગુજરાત પ્રથમ હોઇ શકે છે

પ્રિમેચ્યોર્ડ જન્મ ને કારણે બાળકી ખૂબ જ નાજુક હતી તેમ છતાં તેની સર્જરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. કારણે કે આ એકમાત્ર અને અંતિમ વિકલ્પ હતો. સિમ્સ ના ડોકટર સૌનક શાહ અને તેમની ટીમે ખૂબ જ મહેનત કરી સફળતા પૂર્વક ઓપરેશન પૂર્ણ કર્યું .ઓછું વજન હોવાને કારણે હાયપોથર્મિય થવાનું પણ જોખમ હતું તેથી સર્જરી દરમ્યાન AC પણ ચાલુ કરવામાં આવ્યું નહોતું. સૌથી નાની ઉમ્મર અને સૌથી ઓછા વજન નું હ્રદય નું ઓપરેશન કદાચ ગુજરાત પ્રથમ હોઇ શકે છે.

:::ફોટો પ્રતિકાત્મક સોર્સ ગૂગલ

Related Posts