નિત્ય સમાચાર

ભીખ માંગતી વૃદ્ધ મહીલા ની ઝૂંપડી માં થી મળ્યા અધધધ.. પૈસા

જમ્મુ કશ્મીર ના નૌશેરા માં એક વૃધ્ધ મહિલા ઘણા સમય થી એકલી રહેતી હતી.તે ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવતી હતી. આ વૃધ્ધ મહિલા ને જ્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા વૃધ્ધાશ્રમ માં મૂકવામાં આવી ત્યારે તેની ઝૂંપડી ની તપાસ કરતાં અલગ અલગ ઠેકાણે થી પૈસા મળ્યા હતા. આ વૃધ્ધા ની ઝૂંપડી માં થી બે લાખ સાઇઠ હજાર રૂપિયા મળ્યા હતા. જે ક્યાક પરબીડિયાં માં તો ક્યાક કચરા ના ઢગલા માં તો ક્યાક નાના બોક્ષ માં મૂકેલા હતા.

સ્થાનિક લોકો ના પ્રમાણે તે 30 વર્ષ થી આ ઝૂંપડી માં રહે છે લોકો ને આ વાત ની જાણ થતાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા અને સ્તબ્ધ થઈ ગયા હતા.

Related Posts