સફળ સાહસિક

રાજવી જાન એક અર્ધનારી બિઝનેસમેન

સુરત માં 34 વર્ષ પહેલા એક બાળક નો જન્મ થયો જેનું નામ જીતેયું રાખવામા આવ્યું. પરંતુ 8 થી 10 જ વર્ષ ની ઉમ્મર માં જ તેમને ખ્યાલ આવ્યો કે હું પૂર્ણ પુરુષ નથી અને તેમને સ્ત્રીઓ ના કપડાં,તેમની રેહણી કરણી જ ગમતી હતી. દસ વર્ષ ની ઉમ્મર માં જ પોતાનું નામ રાજવી રાખેલું પરંતુ મમ્મી-પપ્પા અને સમાજ ના ડર ને કારણે 32 વર્ષ ની ઉમ્મર સુધી છુપાવીને રાખ્યું. ત્યારબાદ તેમણે પોતાનું નામ રાજવી જાન એક અર્ધનારી રાખ્યું.

34 વર્ષ ના રાજવી જાન બી.એ. ઇકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએટ ઇંગ્લિશ માં કરેલું છે અને એમસીએ ના 2 સેમેસ્ટર પૂરા કર્યા છે

https://divyamudita.com/rajvi-jaan/34 વર્ષ ના રાજવી જાન બી.એ. ઇકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએટ ઇંગ્લિશ માં કરેલું છે અને એમસીએ ના 2 સેમેસ્ટર પૂરા કર્યા છે.તેમને 32 વર્ષ ની ઉમ્મર સુધી ઘર માં જ એક દીકરા તરીકે ઉછેર કરવામાં આવ્યો અને તેમને સમાજ થી છુપાવી ને રાખ્યા. પરંતુ તેઓ પોતાની ઓરિજનલ ઓળખ છુપાવી ને કંટાળી ગયા હતા તેથી તેમણે પોતાના પિતા ને કહ્યું કે હું હવે પુરુષો ના કપડાં પહેરી ને પુરુષ નથી બની શકતો કે સ્ત્રી પણ બની નથી શકતો અને મારે મારી પોતાની ઓળખાણ બનાવવી છે. ત્યારબાદ તેઓ ને તેમના પિતાજી એ ઘર ની બહાર કાઢી મૂક્યા , અને કહ્યું હું જોવું છું તારી પોતાની ઓળખાણ કેવીરીતે બનાવે છે  ત્યારબાદ તેમને રહેવાની તકલીફ પાડવા લાગી એટ્લે તેમણે સુરત માં ભાડા થી ઘર શોધવાનું શરૂ કર્યું પરંતુ ક્યાથી તેમણે ઘર મળ્યું નહીં..તેથી તેમણે નિરાશ થઈ ને TikTok પર પોતાનો એક વિડીયો બનાવી મૂક્યો જેને ખૂબ જ સારો રેસ્પોન્સ મળ્યો , અને 14 મિલિયન જેટલા વ્યુઝ મળ્યા અને 1000 થી વધુ કમ્મેંટ્સ મળ્યા અને આ જ વિડીયો ના આધારે તેમને ભાડા નું મકાન મળી ગયું.ત્યાર બાદ તેમણે આત્મનિર્ભર થવાની ખેવના સાથે એક પેટ શોપ ખોલી પરંતુ તેના થોડાક જ સમય માં કોરોના ની મહામારી ને કારણે સમગ્ર દેશ માં લોકડાઉન થયું તેથી તેમની પરિસ્થિતી વધુ ખરાબ થઈ. આજ સમય દરમ્યાન તેમણે જોયું કે શેરીઓ માં ફરતા કુતરાઓ હોટલો અને કોઈ ના ઘર નું એઠવાડ ખાઈ ને જીવન ચલાવતા હોય છે પણ આ પરિસ્થિતી માં હોટલો બંધ હોવાના કારણે તેઓ ને તરફડતા તેમણે જોયા અને તેમનું કોમળ હ્રદય આ જોઈ ને દ્રવી ઉઠ્યું તેથી તેમણે પોતાની દુકાન માં રહેલ તમામ સામાન શેરીઓના કુતરા ઑ ને ખવડાવી દીધો. જ્યારે લોકડાઉન ખૂલ્યું ત્યારે તેમની દુકાન માં કઈ પણ માલ હતો નહીં અને વેપારીઓ પોતાનું પેમેન્ટ લેવા માટે આવ્યા. પરંતુ તેમણે હિમ્મત હાર્યા વગર દરેક ને સમજાવી થોડાક સમય આપનું બાકી લેણું ચૂકવીશ તે જણાવી પરંતુ તેઓ નવો માલ આપવા તૈયાર થયા નહીં . તેથી તેમની તકલીફ ફરી થી શરૂ થઈ

https://divyamudita.com/rajvi-jaan/તે સમય માં તેમના માનેલા ભાઈ જિગ્નેશ સોની એ તેમને હિમ્મત આપી અને નવો બિઝનેશ કરવા પ્રેરિત કર્યા , અને તેમણે પોતાની માતા ના નામે જાગૃતિ નમકીન ની દુકાન શરૂ કરી પરંતુ લોકો તેમના ત્યાથી ખરીદી કરવામાં સંકોચ અનુભવતા હતા જેના કારણે રોજ ના 50 કે 100 રૂપિયાનો વકરો થતો હતો તેઓ ખૂબ રડતાં હતા અને સમાજ ને એ બતાવા માગતા હતા કે હું પણ એક ઇન્સાન છું .પરંતુ તેમના ત્યાં કોઈ પણ ગ્રાહક આવતું નહોતું. તે સમય દરમ્યાન પોપટભાઈ ફાઉન્ડેશન ને તેમને ખૂબ સપોર્ટ કર્યો અને તેમનો એક વિડીયો બનાવી સમાજ ને માર્કેટ માં બતાવ્યો જેના કારણે તેમને પબ્લિસિટી મળી અને ગ્રાહક નો ખૂબ જ સારો પ્રતિસાદ મળવાનો શરૂ થયો. શરૂઆત માં લોકો તેમના ત્યાથી ખરીદી કરવામાં સંકોચ અનુભવતા હતા પરંતુ ધીરે ધીરે લોકો નો વિશ્વાસ મેળવી રાજવી જાન એક સફળ બિઝનેસ સાહસિક બની ગયા.અને તેથી તેઓ પોતાનું થોડુક દેવું પણ ચૂકવી શક્યા. તેમનો માનવું છે કે જો સમાજ અને તેનુ ફેમિલી અમારા જેવા થર્ડ જેન્ડર ને સ્વીકારશે અને ભણાવી ને એજ્યુકેટ કરશે તો તેઓ ખરાબ રસ્તા પર જતાં અટકશે અને આત્મહત્યા કરતાં પણ બચશે.તેમનું સપનું છે કે હું એટલી કેપેબલ થાઉં કે મારા જેવા લોકો ને નોકરી આપી તેમને પગ ભર કરી શકું

https://divyamudita.com/rajvi-jaan/સંકલન : જયેશ પ્રજાપતિ
B.A.,B.Libs,M.Libs,Diploma
પ્રમુખ – સદગુરુ ફાઉન્ડેશન

Related Posts