નિત્ય સમાચાર

રોટરી ક્લબ ઓફ મહેસાણા દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી

શ્રાવણ માસ એટ્લે ભક્તિ નો મહિનો, ભગવાન શિવ અને કાળિયા ઠાકર કૃષ્ણ નો મહિનો. ભારત દેશ હજારો વર્ષો થી કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે. સૌનો પ્રિય કૃષ્ણ કનૈયો દર વર્ષે એજ સ્વરૂપે ભક્તિ ભાવ થી વ્હાલો લાગે છે.

https://divyamudita.com/rotary-club-of-mehsana/રોટરી કલબ ઓફ મહેસાણા દ્વારા રોટરી હૉલ મહેસાણા ખાતે તમામ રોટરી પરિવાર સાથે કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય રાસ ગરબા સાથે હર્ષ ઉલ્લાસ થી સંગીતમય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રોટરી કલબ ઓફ મહેસાણા ના પ્રમુખ રોટે. હેમવીર રાવ અને સેક્રેટરી રોટે. હર્ષદભાઈ પટેલ તેમજ રોટરી પરિવાર ના સભ્યો સહ પરિવાર પારંપારિક પરિધાન માં ઉપસ્થિત રહી કૃષ્ણ જન્મોત્સવ ને માણ્યો હતો. આ પ્રસંગે લલિત કલા કેન્દ્ર ના મનીષભાઈ અને તેમની ટીમ દ્વારા સુગમ સંગીત ના સૂરો રેલાવ્યા હતા. સમગ્ર ઉત્સવ માં ફક્ત ભગવાન કૃષ્ણ ના જ ગીતો, રાસ અને ગરબા દ્વારા ઉપસ્થિત સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા.  રોટરી ની પરિવારિક સભા માં કાનુડો જન્મોત્સવ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ થી ઉજવવામાં આવ્યો.

Related Posts