નિત્ય સમાચાર

મજૂરી કરતાં ગરીબ બાળકો માટે શિક્ષણ જરૂરી

આજનું આખું બજાર બાળકોના રમકડાના આધાર પર સર્જાઈ રહ્યું છે. મોટી મોટી કંપનીઓ બાળકોને લગતા ઉત્પાદન ઉપર ફોક્સ કરી રહી છે. અમીર પરિવારના બાળકો અધ્યતન રમકડા દ્વારા પોતાનું બાળપણ વિતાવી રહ્યા હોય છે. જ્યારે ગરીબ પરિવારના બાળકો રોડ ઉપર વપરાતા ફાઇબર , પ્લાસ્ટિકથી રમી રહ્યા છે. ગરીબ બાળકો માટે આ વસ્તુઓ આનંદની સાથે ખુશી આપે છે. રોડ ઉપર રહેતા બાળકો કંપનીઓ આગળ પડી રહેલી વસ્તુઓ પ્લાસ્ટિક , લાકડું, ફાઇબર અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને રમી રહ્યા છે. તેઓ રમતની સાથે શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. રોડ ઉપર રહેતા ગરીબ બાળકો માટે તેમની ઉંમર ભણવા લખવાની હોય છે. વિવિધ પ્રકારની જ્ઞાન મેળવવાની હોય છે. પરંતુ આ ગરીબ બાળકો કુટુંબના ભરણપોષણ માટે જરૂરી આવક મેળવવા માટે તેમના માતા પિતા સાથે મજૂરી કામ કરે છે અને તેમનું ગુજરાન ચલાવે છે. આ બાળકો તેમને ભણવાની જગ્યાએ મજૂરી કરીને પેટ ભરતા હોય છે. મોટાભાગે બાળકો શિક્ષણથી વંચિત રહેતા હોય છે. આ બાળકોને ભણવાની વધારે ઉત્સુકતા હોય છે. પરંતુ આ મજૂરી કરતા બાળકોને પૈસા ન હોવાથી શિક્ષણથી વંચિત રહી જાય છે. આ ગરીબ બાળકોને ભણવાની વધારે ઈચ્છા હોય છે. અંજલી ઓવરબ્રિજ પાસે જુના પુરાના લેપટોપની ભેટ મળતા બાળકોનો આઈ.ટી એક્સપર્ટ જાગૃત થઈ ચૂક્યા છે. તેઓ એક તકની રાહ જોઈ રહ્યા છે. ખરેખર ગરીબ બાળકો માટે આપણે જાગૃત થઈને તેમના ભણવા માટે ચોપડા વિતરણ કરવું જરૂરી છે. સ્કુલ બેગ, પેન્સિલ વગેરે જરૂરી વસ્તુઓ આપવી જોઈએ. આ ગરીબ બાળકોને સ્કૂલ યુનિફોર્મની જરૂરીયાત પૂરી પાડવી જોઈએ. તેમની વિવિધ પ્રકારનું વસ્તુઓનું વિતરણ કરવું જોઈએ. ગરીબ બાળકોમાં ભણવા માટે ઉત્સુકતા રહે અને તેમનામાં જાગૃતતા આવે તે જરૂરી છે.

https://divyamudita.com/education-is-more-important-for-poor-children/આપેલા તસવીરમાં બાળકો આ દુનિયાને કંઈક અલગ જ સંદેશો આપી રહ્યા છે. ગરીબ વર્ગના બાળકોને કોઈ કંપનીમાંથી જૂનું લેપટોપ મળી ગયું હોવાથી તેઓ જાતે લઈને કંઈક નવું શીખવા માટેની ઉત્સુકતા દર્શાવી રહ્યા છે. તેઓ જાણે એવો સંદેશો આપી રહ્યા છે કે આ મોંઘવારીની પરિસ્થિતિમાં આ નાની ઉંમરમાં કોમ્પ્યુટર ઇન્ટરનેટનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. બાળકો શીખવા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. કે ક્યારે અમારો વારો આવશે? તે બાળકોના મનમાં વિચાર આવે છે કે હું આ કોમ્પ્યુટર , લેપટોપ ક્યારે શીખીશ?  ક્યારે હું આ કોમ્પ્યુટર લેપટોપ હાથમાં લઈશ, આવું આ બાળકોના મનમાં ઉત્સુકતા જાગૃત થઈ જાય છે. બાળકોના મનમાં વધારે જાગૃતતા થઈ રહી છે ત્યારે હું આ બધું કરીશ? પરંતુ આ મોંઘવારીની પરિસ્થિતિમાં આ બાળકોને શિક્ષણથી વંચિત રહે છે. તે બાળકો શીખવા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. લેપટોપ લઈને કંઈક શીખવું એવી તાલાવેલી ઉપરોક્ત તસવીર દર્શાવી રહી છે.

સંકલન : સપના જોશી || દિવ્યા મુદિતા ટીમ

 

Related Posts