સપનાની યાત્રા માંથી પસાર થનાર ઉદ્યોગ સાહસિક
સપના ને જોવા અને તેને જીવવા માટે કોઈ ઉંમર નથી, જો તમે સખત મહેનત અને મજૂરી કરી શકો છો, તો તમે તમારા કૌટુંબિક જીવન સાથે સપનાની યાત્રા માંથી પસાર થઈ શકો છો, અને લોકોને પણ લઈ શકો છો.અને આ યાત્રા નું નામ છે સબીના ચોપડા.
“हर एक महान सपने की शुरुआत एक स्वप्नद्रष्टा से होती है. हमेशा याद रखिये, आपके अन्दर वो ताकत है,धैर्य है, और जज़्बा है कि आप सितारों को छू सकें और इस दुनिया को बदल दें.”
– Harriet Tubman हैरीयत टब्मैन
સબિના યાત્રા ડોટ કોમના સહ-સ્થાપક છે, જેની સ્થાપના ધ્રુવ શિરંગી અને મનીષ અમીન સાથે ઓગસ્ટ 2006 માં કરવામાં આવી હતી.
Yatra.com એ ભારતની મુસાફરીને લગતી સૌથી મોટી ઓનલાઈન વેબસાઇટ્સમાંની એક છે
સબિના નો જન્મ ભારતના દિલ્હી શહેરમાં થયો હતો. હાલમાં તે ભારતના બેંગ્લોરમાં રહે છે તેમણે યુનિવર્સિટી યુનિવર્સિટીમાંથી તેમનું શિક્ષણ મેળવ્યું છે તે Yatra.com ની સાથે કોર્પોરેટ હોટેલ્સના CEO પણ છે જ્યાં તેમને 16 થી 25 વર્ષ નો અનુભવ પણ છે, તે બીપીઓ ઉદ્યોગ અને ભારતીય ટ્રાવેલ જૂથ માથી આવેલ છે. Yatra.com પહેલા તેમણે ઘણી જગ્યા એ કામ કર્યું છે જેમાં યુરોપ ની ટ્રાવેલ કંપની અને જાપાન તેમજ કેનેડિયન એરલાઇન પણ છે.
તેઓની નિમણૂક આરસીઆઈ ઇન્ડિયામાં કરવામાં આવી છે જ્યાં તેઓ ભારતીય મુસાફરી બજારને અગ્રતા આપીને આગળ વધ્યા છે, વર્ષ 2016 સુધીમાં તેમની કંપની નેટ વર્થ 263 કરોડ હતી.
સબિના માટે તેમના ગ્રાહકનો સંતોષ સૌથી મોટો છે તેથી તેણી ખાતરી આપે છે કે Yatra.com ની હોટલ ની સેવા શ્રેષ્ઠ હોય.
તે ઘણી બધી પ્રતિભાવાન સ્ત્રીઓ અને બધા નવા આવનારાઓ માટે પ્રેરણા છે. એપ્રિલ 2012 માં તે બીજી સૌથી મોટી ઓનલાઈન ટ્રાવેલ કંપની બની, જેનો 370 અબજ ટ્રાવેલ સંબંધિત ઓનલાઈન બિઝનેસ થયો જ્યારે માર્કેટમાં ફક્ત 30% જ હિસ્સો હતો.
આ ટ્રાવેલ એજન્સી ની મુખ્ય ઓફિસ હરિયાણા ના ગુરુગ્રામમાં શરૂઆત કરવામાં આવી છે.
ધીરે ધીરે તે ભારતીય લોકોનું પ્રિય બનવા લાગ્યું.જેમાં Relaince Venture, Web 18 અને Intel જેવી મોટી કંપનીઓ એ રોકાણ કર્યું. Yatra.com ને 28 મિલિયન અમેરિકન ડોલર જેટલું રોકાણ મળ્યું.
તેમની સર્જનાત્મક નવીનતા થી એસબીઆઈ સાથે મળીને ” holiday cum shopping card” જેવા નવીન વિચારોની રચના કરી.
જ્યારે પણ વ્યવસાયની વાત આવે છે, ત્યારે તે તેના કામને ખૂબ જ પસંદ કરે છે તે હંમેશા તેના પ્રોત્સાહનથી ખુશ રહે છે.
વ્યક્તિગત રૂપ થી જોઈએ તો તે સામાન્ય વ્યક્તિ જ છે જેને ફરવા જવાનું પસંદ છે, તેને તરોતાજા કરીદે તેવું બેંગલોર નું વાતાવરણ પસંદ છે, તેમને સંગીત સાંભળવું સારું લાગે છે.
તે માને છે કે સમાજે આપણને કાબિલ બનાવ્યા છે કે પોતાના જીવન મા કઇંક કરી શકીએ તો આપણે પણ તેના બદલામાં સમાજ માટે કાઇક કરવું જોઈએ. તે NGO થકી GIRL CHILD ના હિત મા હમેશા તત્પર રહે છે.
સબિના ના જીવન નો મુલમંત્ર “NEVER GIVEUP” છે.
એક સમયે જ્યારે તેમણે તેમના પરિવાર માટે પોતાના સપનાઓ ને દૂર રાખવા પડ્યા હતા પરંતુ તેમણે સપના જોવાનું છોડ્યું નહોતું.એમણે જ્યાં છોડયા હતા ત્યાં જ પોતાના સપના પૂરા કર્યા.
તે થોડા સમય માટે થોભ્યા પણ રોકાયા નહીં.આશા છે કે તે આ જ રીતે આપણને પ્રોત્સાહિત કરતી રહેશે.
जिंदगी की असली उड़ान अभी बाकी है
जिंदगी के कई इंतेहाँ अभी बाकी है
अभी तो नापी है मुट्ठी भर ज़मीन हमने
अभी तो सारा आसमान बाकी ह
સંકલન : કિંજલ ગુપ્તા રામી
B.Com, BCA. B.Libs, એક્ઝોટિકા સ્કૂલ
સામાજિક કાર્યકર