નિત્ય સમાચાર

કેન્દ્ર સરકારે બીજી મેડ ઇન ઈન્ડિયા રસી માટે 30 કરોડ ડોઝ બુક કરાવ્યા

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા બાયોલોજિકલ ઇ ને ભારત માં નિર્મિત રસી માટે 30 કરોડ ડોજ બુક કરાવવામાં આવ્યા છે.જેના માટે 1500 કરોડ રૂપિયા સરકાર ચૂકવશે.

https://divyamudita.com/vaccination/કેન્દ્ર સરકાર દેશ માં કોરોના ની રસી ની અછત ને પહોચી વળવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે કોરોના ની બીજી લહેર માં દેશ માં ખૂબ જ કહેર ફેલાવી દીધો છે જેથી કેન્દ્ર સરકાર ત્રીજી લહેર ની અગમચેતી રૂપે ડિસેમ્બર સુધી 200 કરોડ થી વધુ રસી મેળવી દેશ ને આ મહામારી માં થી બચાવવાના પ્રયત્નો કરી રહી છે. તે જ આયોજન ના ભાગ રૂપે કેન્દ્ર સરકાર હૈદરાબાદ સ્થિત રસી ઉત્પાદક બાયોલોજિકલ ઇ પાસે થી રસી ના 30 કરોડ ડોઝ ખરીદવા જય રહી છે. પ્રથમ અને બીજા તબક્કા ની ટ્રાયલ ના સારા પરિણામો પછી બાયોલોજિકલ ઇ તેના ત્રીજા ક્લિનિકલ ટ્રાયલ લઈ રહી છે. આ આરબીડી પ્રોટીન ની સબ યુનિટ રસી છે અને ભારત ની કોવેક્સિન પછી  ની બીજી મેડ ઇન ઈન્ડિયા રસી છે.

કેન્દ્ર સરકાર વધુ માં વધુ રસી ઉત્પાદન નો આગ્રહ રાખે છે જેથી સમય સર તમામ ને રસીકરણ કરી શકાય.તેથી સરકારે બાયોલોજિકલ ઇ ને ક્લિનિકલ ટ્રાયલ અને સંશોધન માટે 100 કરોડ ની સહાય કરી છે.

Related Posts