26 વર્ષની વયે પોતાની ઇક્વિટીના 200 કરોડ રૂપીયા 2200થી વધુ કર્મચારીઓને વહેચનાર ઉદ્યોગસાહસિક રાહુલ યાદવ
રાહુલ યાદવનો જન્મ 1989 માં ખૈર્તાલ, રાજસ્થાનના એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. તેમણે 2007 માં મેટ્રોલોજીમાં Indian Institute of Technology, Bombay માં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાં તેમણે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિ અને સચિવ તરીકે સેવા આપી હતી. રાહુલે પરીક્ષાના જૂના પેપર્સની ઓનલાઇન પ્રશ્ન બેંક Exambaba.com બનાવી હતી જે IIT, બોમ્બેએ બંધ કરવાનું કહ્યું તેથી રાહુલ તેમના અંતિમ વર્ષમાં જ કોલેજ છોડી દીધી. Exambaba.com બનાવવાની પ્રક્રિયામાં તેઓ પ્રોગ્રામિંગ શીખી ગયા હતા. જેનાથી તેઓ પછીથી ગૂગલ એપ્લિકેશંસની શ્રેણી ડિઝાઇન કરી શક્યા. ૨૦૧૨ માં જ્યારે તેઓને મુંબઇમાં રહેવાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડી તેથી તેમણે ક્લાસના અગિયાર અન્ય મિત્રો સાથે મળીને Housing.com ની સ્થાપના કરી.
રાહુલ યાદવ એ ભારતીય ઉદ્યોગસાહસિક છે, જે રીઅલ એસ્ટેટ સર્ચ પોર્ટલ Housing.com ના Co-founder અને ભૂતપૂર્વ CEO છે. Housing.com ના કારણે Forbes India માં યુવાન Entrepreneur ની “અંડર 30” ની યાદી માં સ્થાન મળ્યું હતું. રાહુલ યાદવને “Bad Boy of Indian startups” કહેવામાં આવે છે. તેમની ઉત્પાદક કુશળતા અને રોકાણકારો તેમજ મીડિયા સાથેના વર્તનને લીધે ઘણીવાર તેમની સરખામણી ‘Steve Jobs’ સાથે કરવામાં આવે છે. ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક ઇન્ટરવ્યુ માં તેમણે કહ્યું કે “હું ફક્ત 26 વર્ષનો છું, અને પૈસાની ગંભીરતા લાવવાનું તેમના માટે જીવનની ખૂબ જ વહેલી શરૂઆત છે”. તેમણે Housing.com માં તેમની તમામ વ્યક્તિગત ઇક્વિટી ના 200 કરોડ રૂપિયાની વહેંચણી તેના 2251 કર્મચારીઓને કરી હતી.
Housing.co.in ની સ્થાપના 2012 માં થઈ હતી અને તેનું નામ પછીથી Housing.com રાખવામાં આવ્યું. ભારતમાં હાઉસિંગની તીવ્ર તંગીના કારણે રાહુલ યાદવે Housing.com ની શરૂઆત કરી હતી. હાઉસિંગ ડોટ કોમને 2012 માં એક સૌથી “Hottest Tech startups” તરીકે નામ આપવામાં આવ્યું હતું. સોફ્ટબેંક તેના Investors ના ભાગીદારોમાં સામેલ હતું અને નવી કંપનીએ ટાટા હાઉસિંગ અને ટાટા વેલ્યુ હોમ્સ સાથે ભાગીદારી પણ કરી હતી. ફોર્બ્સ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર Housing.com એ તેના પહેલા અઠવાડિયામાં આઠ મિલિયન ડોલરની રિયલ એસ્ટેટ વેચી હતી. 2015 ના મધ્યભાગમાં રાહુલ યાદવના નેતૃત્વ હેઠળ Housing.com ની મુંબઇના પરા વિસ્તારમાં ત્રણ ઓફિસ હતી. સ્થાવર મિલકતના બજારમાં પારદર્શિતા વધારવાનો તેમનો હેતુ હતો. ઉત્પાદનોના તેના મૂળ લાઇન-અપમાં નકશા-આધારિત ભાડાકીય અપાર્ટમેન્ટ્સ, મકાનોની ખરીદી અને ગામડાઓ અને ગ્રામીણ વિસ્તારોમાંની જમીન અને ‘સ્લાઈસ વ્યૂ’ શામેલ છે જેમાં ગ્રાહકો સ્થાવર પસંદ કરેલી મિલકતોની વર્ચ્યુઅલ ટૂર લઈ શકે છે. રાહુલ યાદવે બિઝનેસમાં માત્ર પાંચ ટકાનો હિસ્સો જાળવી રાખ્યો હતો જેને બાદમાં રોકાણકારોએ જાળવી રાખવાનું જણાવ્યુ હતું.
જૂન 2015 માં રાહુલને કંપનીના બોર્ડ દ્વારા “રોકાણકારો, ઇકોસિસ્ટમ અને મીડિયા પ્રત્યેના તેમના ઉદ્ધત વર્તન” નું કહીને બરતરફ કરવામાં આવ્યા હતા. રાહુલ યાદવે તેમના પૂર્વ કર્મચારીઓને જે વ્યવસાય આપ્યો હતો તે એક વર્ષના પગારની સમકક્ષ માનવામાં આવતું હતું. Housing.com ના ડિરેક્ટર મંડળ દ્વારા CEO તરીકે તેમની બરતરફી મીડિયામાં ખુબજ આવી હતી અને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર 2015 માં રાહુલે પોતાનું નવું સાહસ “Intelligent Interfaces” જાહેર કર્યું હતું. જે કંપનીઓ અને સંસ્થાઓને સ્વચાલિત પ્રક્રિયામાં સહાય કરશે. કંપનીએ Flipkart, Paytm, Youwecan અને Micromax ના Co-founder પાસેથી એન્જલ રોકાણ મેળવ્યું હતું. Intelligent Interfaces ડેટા એનાલિટિક્સ અને વિઝ્યુલાઇઝેશન e-commerce કંપનીઓને પૂરી પાડે છે. જુલાઈ 2017 માં રાહુલ મુખ્ય પ્રોડકટ અને ટેકનોલોજી ઓફિસરની ભૂમિકામાં “Anarock Property Consultants” તરીકે જોડાયા. રાહુલ યાદવ Anarock માટે ટેકનોલોજીથી ચાલતા ઓનલાઇન બ્રોકરેજ પ્લેટફોર્મના વિકાસ ખુબજ જવાબદારી પૂર્વક કામ કરી રહ્યા છે.
અનેક ઉતાર ચડાવ હોવા છતાં જીવનમાં ફક્ત પોતાના મનનું જ સાંભળીને નિર્ણય લઈને જીવન જીવનાર સાહસિક યુવાન ને સલામ.
સંકલન : કિંજલ ગુપ્તા રામી
B.Com.BCA , B.Libs
એક્ઝોટિકા સ્કૂલ , સામાજિક કાર્યકર