બાળ લગ્ન થવાનું મુખ્ય કારણ શિક્ષણ અને જાગૃતિનો અભાવ
બાળ લગ્ન થવાનું મુખ્ય કારણ શિક્ષણ અને જાગૃતિનો અભાવ છે. જી એન એલ યુમાં બાળ લગ્નના દૂષણ અને વહેલા સંતાન પ્રાપ્તિના વિષય પર પ્રવચનનામાં ડોક્ટર કૃતિ ભારતી એ ચર્ચા કરતા કહ્યું કે, બાળ લગ્ન પીડિતોના કલ્યાણ માટે સમર્પિત અને અત્યાર સુધીમાં 41 થી વધુ બાળ લગ્ન કાનુની રાહે રદ કરાવ્યા અને આવી 1400થી વધુ ઘટનાઓ બનતી અટકાવી છે. ભારતમાં પ્રથમ બાળ લગ્ન રદ કરવાનું એવા ગૌરવ ધરાવતા એવા સારથી ટ્રસ્ટ ના સ્થાપક અને નિયામક ડોક્ટર કૃતિ ભારતી એ કહ્યું કે બાળ લગ્ન એક વ્યાપક વૈશ્વિક સમસ્યા છે. બાળ લગ્ન માત્ર આર્થિક રીતે વંચિત પરિવારમાં જ નહીં પરંતુ શિક્ષિત અને સમૃદ્ધ પરિવારમાં પણ થાય છે. સમાજમાં થતી જાતીય હિંસાથી છોકરીઓની સુરક્ષા એ બાળ લગ્ન પાછળનું બીજું કારણ છે. બાળ લગ્ન ભોગ બનેલા બાળકોનુ બાળપણ તેમની પાસેથી છીનવાઈ જાય છે. બાળપણમાં જે રમત રમવાની અને શૈક્ષણિક કાર્ય તેમની પાસેથી છીનવાય છે. બાળ લગ્ન સારા સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ અને હિંસા તેમજ દુરુપયોગ દ્વારા થતાં શોષણથી ગંભીર સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારોને ગંભીર પણે નષ્ટ કરે છે. સામાન્ય રીતે નાની ઉંમરમાં પરણેલા બાળકો ભલે પુરુષ કે સ્ત્રી હોય તેઓ તેમના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવા અને દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે જરૂરી કુશળતા જ્ઞાન ધરાવતા નથી. સમાજમાં છોકરીઓને હજી પણ બોજરૂપી તથા પારકું ધન તરીકે ગણવામાં આવે છે. તેના લીધે ઓછું શિક્ષણ અને નાની ઉંમરે લગ્ન કરવા માટે પ્રેરવાનું કામ કરે છે. ભારતમાં લગ્ન માટે ની છોકરીઓ માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ છે. કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં ભારતમાં બાળ લગ્ન હજી થઈ રહ્યા છે. બાળ લગ્ન થવા માટે શિક્ષણ અને જાગૃતિનો અભાવ એ એક નોધપાત્ર પરિબળ છે. હજી પણ સમાજમાં બાળ લગ્ન થઈ રહ્યા છે. આ બાળકોને લગ્ન વિશે કંઈ જ ખબર પણ ના પડે એમની આ ઉંમર રમવાની અને ભણવાની હોય છે. પરંતુ દીકરા દીકરીઓને બાળ લગ્ન કરાવીને જિંદગી બગાડી છે અને તે બાળકોને શૈક્ષણિક જ્ઞાન ના મળે નાની ઉંમરે લગ્ન કરવવા માટે પ્રેરવા નુ કામ કરે છે.
Writer : Sapna Joshi || Teacher
Volunteer Sadguru Foundation