નિત્ય સમાચાર

મંદબુદ્ધિવાળા,રકતપિત્તગ્રસ્તો અને નિરાધારો નુ કેન્દ્ર એટ્લે સહયોગ કુસ્ઠ યજ્ઞ ટ્રસ્ટ

મંદબુદ્ધિવાળા,રકતપિત્તગ્રસ્તો અને નિરાધારોનુ કેન્દ્ર એટ્લે સહયોગ કુસ્ઠ યજ્ઞ ટ્રસ્ટ. ભગવાને સામાન્ય માણસને ઘણુબધુ આપ્યુ છે. જેના માધ્યમથી રોજબરોજના દરેક કામ તે સહેલાઈથી કરી શકે છે. પરંતુ મંદબુદ્ધિવાળા,રકતપિત્તગ્રસ્તો માટે અને તેમના ઘરના લોકો માટે તેમનુ ધ્યાન રાખવુ બહુ જ અઘરુ હોય છે. ઉત્તર ગુજરાતના હીમતનગર શહેરથી 25 કિલોમીટર દૂર રાજેન્દ્રનગર ખાતે સહયોગ કુસ્ઠ યજ્ઞ ટ્રસ્ટ શરુ કરનાર સુરેશભાઈ સોની આ બધા ની:સહાય લોકોની બહુજ હ્રદયપુર્વક સેવા કરે છે અને તેમની દરેક નાની મોટી જરૂરિયાતનુ ધ્યાન રાખે છે. તેમના પત્ની ઇન્દિરાબેન પણ તેમના સહયોગથી સુરેશભાઈના આ કામમા ખુબ જ મહત્વનો ફાળો આપે છે તેમને બધા કસ્તુરબા અને સુરેશભાઇ ને ગાંધીજી કહે છે. સુરેશભાઇ તેમનુ જીવન મંદબુદ્ધિવાળા અને leparacy ના દર્દીની સેવામાં પસાર કરીને સેવાનો અનોખો યજ્ઞ કર્યો છે. તેમના આ ટ્રસ્ટમાં રકતપિત્તગ્રસ્તો તથા ગરીબ મા-બાપના બાળકો માટે છત્રાલયો , મંદબુદ્ધિવાળા,રકતપિત્તગ્રસ્તો માટે નિવાશી તાલિમ કેન્દ્રો (ભાઈઓ અને બહેનો માટે) , હોસ્પિટલ તે ઉપરાંત ઘરડી અને બીમાર ગાયો ની પણ દેખભાળ રાખવામા આવે છે. તેમણે 36 એકર જમીનમાં એક નાનું ગામ વસાવ્યું છે. સેવા અને કરુણાનુ જો કોઇ બીજુ નામ અપવામા આવે તો એ સુરેશભાઇ સોની છે. ગાંધીવાદી વિચારધારા સાથે તેમનુ જીવન તેમણે ની:સહાય લોકો ની સેવાના કાર્યમા સમર્પિત કર્યુ છે.

“Never worry about Numbers .Help one Person at a time .and always start with the person nearest you . “

https://divyamudita.com/sahyog-kusth-yagnya-trust/સહયોગ ટ્રસ્ટની આશ્રમની દરેક દિવાલ પર સુવિચાર અંકિત કરેલા છે તે ઉપરાંત જેમને ઘરમાંથી તરછોડેલા હોય છે તેવા દરેક લોકોને સહયોગમાં પ્રેમપુર્વક રાખવામાં આવે છે. અંધ , કુષ્ઠ રોગી, મંદબુદ્ધિ ધરાવતા બાળકો અને વૃધ્ધ મા-બાપ જેમને બાળકોએ તરછોડી દીધા છે તેમને અને બીજા કોઇપણ તકલીફવાળા લોકોને સહયોગમાં સ્થાન આપવામાં આવે છે. સુરેશ્ભાઇનુ micro management એટલુ સરસ છે કે તેમણે એક જ જગ્યાએ જ હોસ્પિટલ અને કિશોર અને કન્યાઓ માટે શાળા બનાવી છે. ની:સહાય લોકો માટે રહેવાની સગવડ તે ઉપરાંત દરેક આશ્રમવાસીઓ માટે સવારે ચા, દુધ, નાસ્તો, બપોરે ભોજન અને સાંજે ભોજન આપવામા આવે છે. દરેક મંદબુદ્ધિના બાળકો તથા અન્ય લોકો જે પોતાનું કાર્ય નથી કરી શકતા તેમના માટે caretaker રાખવામાં આવે છે. રોજ સવારે 7 વાગે તુલસી ને દીવો કરીને તેમના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરવામા આવે છે. તેમણે વર્ષ 1970 બરોડા ની laporacy ના લોકોની નજદીકથી સેવા કરવાની તક મળી પછી તેમને આ સેવા શરુ કરવાની પ્રેરણા મળી. પોતાની નાની મોટી જરુરિયાત માટે ભગવાન પાસે ફરિયાદ કરતા ઘણા લોકો જોયા છે. પરંતુ પોતાનુ જીવન જરુરીયાતમંદ લોકોની સેવામાં પસાર કરનાર સંતને હદયથી પ્રણામ, ભગવાન નથી જોયા પણ સુરેશ્ભાઇના સ્વરુપમાં ભગવાનના દર્શન જરુર કર્યા છે. મંદિર  ઘણા હશે પરંતુ જયા પ્રેમ,કરુણા,સેવા,માનવતાના સાચા દર્શન કરવા હોય તો આ સહયોગ કુસ્ઠ યજ્ઞ ટ્રસ્ટ ની મુલાકાત જરુર લેવી જોઈએ.

સંકલન : જયેશ પ્રજાપતિ , ફોટો સોર્સ : ગુગલ

Related Posts