નિત્ય સમાચાર

યોગ એક વૈશ્વિક આંદોલન

યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પીએમ મોદીનું યુએસથી દેશને સંબોધન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ નિમિત્તે અમેરિકાથી ભારતવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે હું વિડિયો મેસેજ દ્વારા તમારી સાથે જોડાઈ રહ્યો છું. પીએમ મોદી યોગ દિવસના અવસર પર કહ્યું તમને યાદ હશે કે જ્યારે 2014માં યુએન જનરલ એસેમ્બલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો ત્યારે રેકોર્ડ સંખ્યામાં દેશોએ તેનું સમર્થન કર્યું હતું. ત્યાંથી લઈને આજ સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના માધ્યમથી યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયો છે. પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષ યોગ દિવસના કાર્યક્રમને ઓશન રીંગ ઓફ યોગ દ્વારા વધુ ખાસ બનાવવામાં આવ્યો છે. લોકોને યોગની ઉર્જા નો અનુભવ થાય તે માટે આજે સમગ્ર વિશ્વમાં લોકો આજે એક સાથે યોગ કરી રહ્યા છે. આજે યોગ દિવસના દિવસે દરેક સ્કૂલોમાં, કોલેજમાં, દરેક શહેરમાં ગામડામાં યોગ દિવસ ઉજવવામાં આવે છે
આપણા શાસ્ત્રમાં કહેવાય છે કે યોગ દ્વારા આપણને સ્વાસ્થ્ય, આયુષ અને શક્તિ મળે છે. આપણામાંથી કેટલાક યોગની ઉર્જા નો અનુભવ કરે છે. આપણે બધાએ જાણીએ છીએ કે વ્યક્તિગત સારું સ્વાસ્થ્ય આપણા માટે કેટલું મહત્વ છે. જો કરવાથી માનસિક શાંતિ મળે છે. યોગ એક શક્તિશાળી સમાજનું નિર્માણ કરે છે. યોગ એક સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ જોડાણ કરવું થાય છે. યોગેશ શરીર અને આત્માના જોડાણનો પ્રતીક છે. આ દિવસ ગ્રીષ્મ સંક્રાંતિ હોય છે. એટલે કે, સૂર્ય જે ઉત્તર ગોળાર્ધની સામે હતો, ત્યારથી દક્ષિણ ગોળાર્ધમાં વૃદ્ધિ થવાનું શરૂ થઈ જાય છે. યોગા ના પરિપ્રેક્ષ્યના આ સમય સંક્રમણ સમય છે. એટલે કે પરિવર્તન માટે વધુ સારું સમય ગ્રીષ્મ સંક્રાંતિનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. 21 જુન ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે.

સંકલન: Sapna Joshi || Teacher
Volunteer : Sadguru Foundation

 

Related Posts