નિત્ય સમાચાર

ઇકોનોમી ફેસ્ટિવલ (અર્થતંત્ર તહેવાર)

‘તહેવારો આવે એટલે આપણે એ વાતનુ ધ્યાન રાખવું કે સુખની સાચી મજા ત્યારે જ આવે જ્યારે આપણી ખુશી કોઈ બીજાને મદદરૂપ થઇ શકે.’ આપણે સારા દિવસોની વાત કરતા હતા તો એ હવે આવી ગયા. છેલ્લા ત્રણ વર્ષથી કોઈ પણ તહેવારની સારી રીતે ઉજવણી થઈ શક્તિ ન હતી ને આ વર્ષે તો દરેક તહેવારો ખૂબજ સારી રીતે ઉજવવામાં આવે છે. પહેલાંની જેમ, આ વર્ષે ગણેશોત્સવ સારો ગયો એ પછી નવરાત્રિની તૈયારીઓ પણ ધૂમધામથી ચાલી રહી છે અને સાથે -સાથે દિવાળીની તૈયારીઓ પણ એટલીજ સારી ચાલી રહી છે. આ વર્ષે ફિલ્મીજગતમા પણ સારી એવી કમાણી થઈ રહી છે. દરેક ફિલ્મો સારી જાય છે. લોકો થિયેટરોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. હિન્દી ફિલ્મોની સાથે -સાથે ગુજરાતી ફિલ્મો પણ સારી થઈ રહી છે. લોકોની સંખ્યા વધી રહી છે. હિન્દી અને ગુજરાતી બંને ફિલ્મો નવી આવવાની તૈયારીમા પણ છે. ખરેખર,મનોરંજન એ બધા લોકોનું સૌથી મોટું “સ્ટ્રેસ -બસ્ટર”છે.તહેવારો પણ “સ્ટ્રેસ-બસ્ટર “જ છે.ખરેખર, તહેવારો ઉજવવાથી આપણાં મનને ખુશી મળે છે, આનંદ મળે છે. અને આ તહેવારોમાંથી આપણને ઘણું બધું શીખવાનું પણ મળે છે. તહેવારોથી તાણમા ઘટાડો થાય છે. તહેવારોની વાત કરીએ તો, આપણે દરેક તહેવારો કે પ્રસંગોમાં નવા કપડાં લેવાનો આગ્રહ વધારે રાખતા હોઈએ છીએ.આપણી પાસે કેટલાય જોડી કપડાં હશે તો પણ વર્ષે – વર્ષે કેટલાય નવા લઇએ છીએ ,પરંતુ,આ વર્ષે એક નવી ટ્રીક સાથે જો તહેવારોને ઉજવીએ તો ખરેખર તહેવાર યાદગાર બની જાય. નવરાત્રિ હોય કે દિવાળી આ તહેવારોમાં નવા કપડાં લેવાને બદલે આપણા જ વોર્ડરોબમાં કપડાં પડ્યા છે તેમથી જ અલગ અલગ મેચ કરીને આપણે તહેવાર ઉજવીએ અને જો એવું લાગે કે આ કપડાંનો ફોટો સૉશ્યલ મીડિયા પર મૂકી દીધો છે,તો એમ લખવાનું કે મારાં કપડાં નહીં,ચહેરા પર રહેલી ખુશીને જુઓ.

https://divyamudita.com/economy-festival/શ્રીમંત વર્ગ તો પોતાનો તહેવાર સારી રીતે ઉજવશે,પણ મધ્યમવર્ગ અને ગરીબ વર્ગમા આ મુશ્કેલીઓ વધારે જોવા મળે છે કે તહેવાર આવે એટલે ખર્ચાઓ ચાલુ થઈ જાય છે. તો એના માટે આ વોર્ડરોબ વાળી ટ્રીક બહુજ સારી છે. ઘરમાં બચત પણ થઈ જશે અને વસ્તુનો વપરાશ પણ થઈ જશે. આપણી પાસે કેટલીય જાતના કપડાં પડેલા હોય છે. શરીરમા બદલાવ આવે એટલે એવું વિચારીએ કે,બોડી થોડી રિડયૂસ ‌ થાય ત્યારે પહેરીશુ ,અથવા તો ફેશનના કપડાં રહ્યા નથી વગેરે વિચારીને આપણે સ્ટોક કરીએ છીએ. આમાંથી માંડ દશ -બાર જેટલા વપરાતા હશે બાકીના એમજ પડ્યા રહે છે. તો એક બીજાની સાથે મેચ કરીને આ વર્ષની દિવાળી કે કોઇ પણ તહેવાર આપણે સારી રીતે ઉજવી શકીએ અને અલગ પહેરવાથી કંઈક નવું પણ લાગે અને જો તમને કપડાં થઈ શકે એમ ના હોય તો એ કપડાં તમે ગરીબ વર્ગને પણ આપી શકો છો,જેથી એમને ખર્ચ પણ ન થાય અને એમના તહેવારોની ઉજવણી પણ થઈ જાય. આમ,કરવાથી આપણને પણ ખુશી મળશે અને સામે વાળું પણ ખુશ થશે તો જ આપણે બીજાની મદદ કરી કહેવાશે.’જેટલું થાય એટલું કરો,પરંતુ એ યાદ રાખો કે આપણને જે સુખ મળ્યું છે, ત્યારે તમારા થકી બીજા આ સુખથી વંચિત ન રહી જાય.’

Writer : Aarti Prajapati || Teacher

Related Posts