નિત્ય સમાચાર

ભારત ની સૌથી નાની વય ની પાયલટ મૈત્રી પટેલ

સુરત ના ઓલપાડ તાલુકા ના શેરડી ગામ ની 19 વર્ષીય મૈત્રી કાંતિલાલ પટેલે સાચા અર્થમાં માં-બાપ નું માન સુરત શહેર માં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત દેશ માં વધારી દીધું છે. પિતા ખેડૂત અને માતા સુરત મહાનગરપાલિકા માં નોકરી કરે છે. ખેડૂત પિતા ની બહાદુર દીકરી એ નાનપણ થી પાયલટ બનવાની ઈચ્છા મન મા સેવી હતી. મૈત્રી મુંબઈ જઇ ને પાયલટ ની ટ્રેનીંગ અને અભ્યાસ કરતી હતી.

https://divyamudita.com/young-pailot-maitri-patel/સુરત શહેર ની સેવન ડે સ્કૂલ માં ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ મૈત્રી પાયલટ ની ટ્રેનીંગ માટે અમેરિકા ગઈ હતી. અમેરિકામા સામાન્ય રીતે કમર્શિયલ વિમાન ચલાવવા માટે 18 મહિના ની ટ્રેનીંગ હોય છે ઘણા વિદ્યાર્થીઓ 18 મહિના માં ટ્રેનીંગ પૂરી ના થાય તો 2 વર્ષ માં પૂરી કરે છે. મૈત્રી પટેલે 18 મહિનાની ટ્રેનીંગ 11 મહિના ના ટૂંકા ગાળા માં પૂર્ણ કરી પાયલટ બનવાની સિધ્ધી હાંસલ કરી છે.

નાની ઉમ્મરે કમર્શિયલ પાયલટ નું લાઇસન્સ મેળવ્યા બાદ હવે નાની વયે કેપ્ટન બનવાનું તેનું સપનું છે. ભારત માં વિમાન ઉડાડવા માટે અહિયાં ના નિયમો અનુસાર ટ્રેનીંગ અને અભ્યાસ કરવો પડશે તેમજ ભારત માં પણ  વિમાન ઉડાડવા માટે લાઇસન્સ લેવું પડશે. આવી બહાદુર દીકરી ને સો સો સલામ.

ભણેલી દીકરી બે પેઢી તારે.. દીકરી બચાવો , દીકરી ભણાવો

સંકલન : મિત્તલ ભાવસાર , ફોટો સોર્સ – ગુગલ

Related Posts