નિત્ય સમાચાર

ગીતા ના રચયિતા અને 5000 વર્ષ પહેલા જીવન નો સાચો મર્મ સમજાવી ગયેલ ભગવાન શ્રી કૃષ્ણ ના મંદિરો

શ્રીમદ ભગવદ ગીતા હિન્દુ ધર્મ નો ધાર્મિક ગ્રંથ છે. જે વ્યક્તિ ના જીવન માં ધર્મ અને કર્મ નું મહત્વ સમજાવે છે. વ્યક્તિ ને પોતાનું જીવન ન્યાયીક રીતે જીવવા અને આપણા દરેક મુશ્કેલ સંજોગો માં માર્ગદર્શન આપે છે અને ખોટા કાર્ય સામે લડવા માટે સમર્થ બનાવે છે. ગીતા-આપણા બધા જ પ્રશ્નો નો જવાબ આપે છે. જીવન ના દરેક પડકાર અને પરીવર્તન સામે હકારાત્મક અભિગમ આપે છે જીવન ના દરેક અવરોધો ને દૂર કરવા ઉકેલ પૂરો પાડે છે. ન્યૂજર્સી ની સેટોન હૉલ યુનિવર્સિટી માં બિઝનેસ મેનેજમેંટ ના તમામ વિદ્યાર્થીઓ ને ભગવદ ગીતા નો અભ્યાસ કરાવવામાં આવે છે. જેનો ઉદ્દેશ-કોલેજ ના વિદ્યાર્થીઓ ને તેમની પરીવર્તન યાત્રા ના પ્રશ્નો સમજવામાં મદદ કરવાનો છે તેવું યુનિવર્સિટી ના ડિન કહે છે.

https://divyamudita.com/shri-krushna-temple-in-india/રક્ષક, કરુણા, માયા, પ્રેમ, ન્યાય અને માર્ગદર્શન આપનાર દેવ એટ્લે કૃષ્ણ. કૃષ્ણ જન્મ અને જીવન ની કથાઓ, કૃષ્ણ ની લીલાઓ જે મહાભારત, ભાગવત પુરાણ , બ્રહમ વૈવર્તપુરાણ અને ભગવદગીતા માં દર્શાવેલ છે. આપનો નટખટ માખણ ચોર, ગોપીઓ ની સાથે રાસ રમતો  અને રાધા સાથે પ્રેમ રાસ રમનાર, પ્રેમથી જે વાંસળી વગાડતો , ગાયો ચરાવતો , માખણ ચોરી ચોરી ને ખાતો જેમના નામો અને ઉપનામો જ અપાર છે. કાળીયો ઠાકર, ગોવિંદા ( મુખ્ય પશુ પાલક), ગોપાલ (ગાયો ના રક્ષક), મુરલીધર (મધુર વાંસળી વગાડનાર ) , જગન્નાથ ( જગત નો નાથ/સ્વામી).

તેમની આઠ પત્નીઓ રૂક્મણી, સત્યભામા, જાંબૂવતી, કાલિંદી, મિત્ર વિંદા, નગ્નાજીતી, ભદ્રા, લક્ષ્મણા અને પ્રેમિકા રાધા. ગીતા ના રચયિતા અને 5000 વર્ષ પહેલા જીવન નો સાચો મર્મ સમજાવી ગયેલ ભગવાન શ્રી કૃષ્ણ ને હિંદુસ્તાન અને અન્ય દેશો માં પુજા થાય છે ભારત દેશ માં તેમના અસંખ્ય લોકપ્રિય મંદિરો આવેલા છે જેની ટૂંકી માહિતી આપણે મેળવીશું.

વૃંદાવન ચંદ્રોદય મંદિર – વિશ્વ નું સૌથી વધુ ખર્ચાળ અને સૌથી મોટું મંદિર છે તે ઇસ્કોન દ્વારા બનાવવામાં આવેલ છે

પ્રેમ મંદિર વૃંદાવન – આ મંદિર ની સ્થાપના અધ્યાત્મિક ગુરુ કૃપાલુ મહારાજે કરી હતી. જે 54 એકર ની જમીન પર સ્થિત છે જેની મુખ્ય વિશેષતા આરસ પહાણ થી બનેલા પથ્થરો છે.

https://divyamudita.com/shri-krushna-temple-in-india/દ્વારકાધીશ મંદિર – દ્વારકા – જેમાં 72 માળખાઓ દ્વારા બનાવવામાં આવેલ 5 માળ નું મંદિર છે જેને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત ના પુરાતત્વ સર્વેક્ષણ મુજબ આ મંદિર 2500 વર્ષ જૂનું છે.

ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિર – આ મંદિર દક્ષિણ ભારત ના દ્વારકા તરીકે પ્રખ્યાત છે તે કેરળ રાજ્ય માં આવેલું છે ગુરુવાયુર મંદિર ભૂલોકા વૈંકુંઠ મંદિર તરીકે પણ ઓળખાય છે. ભગવાન બ્રહ્મા એ પોતે અહી શ્રી કૃષ્ણ ની પુજા કરી હતી.

જુગલ કિશોર મંદિર મથુરા – આ મંદિર કેશી ઘાટ તરીકે ઓળખાય છે આ મંદિર લાલ રેતી ના પથ્થર નો ઉપયોગ કરીને બાંધવામાં આવ્યું છે.

જગન્નાથ મંદિર અમદાવાદ – આ મંદિર માં ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ અને બહને શુભદ્રા ની મૂર્તિઓ સ્થાપિત છે.

શ્રી કૃષ્ણ મંદિર ઉડ્ડપી –  ઉડ્ડપી શ્રી કૃષ્ણ મઠ કર્ણાટક ના ઉડ્ડપી સ્થિત ભગવાન શ્રી કૃષ્ણ નું પ્રસિધ્ધ મંદિર છે. મંદિરમાં એક મઠ પણ છે જે જીવંત આશ્રમ ની જેમ દેખાય છે.

શ્રીનાથજી મંદિર નાથદ્વારા – રાજસ્થાન માં આવેલું આ પ્રસિધ્ધ યાત્રાધામો નું એક છે. ભગવાન શ્રી કૃષ્ણ ની પ્રતિમા 17મી સદી ના અંતમાં નાથદ્વારા માં લાવવામાં આવી હતી.

ગોવિંદ દેવજી મંદિર જયપુર – રાજસ્થાન રાજય ના જયપુર શહેર સ્થિત ગોવિંદ દેવજી મંદિર પિન્ક સિટી ના પેલેસ માં હિન્દુ મંદિર છે . મંદિર ના મુખ્ય દેવતા ગોવિંદ દેવ છે. તે ઉપરાંત તેમના ઘણા લોકપ્રિય મંદિર છે. ગુજરાત નું ડાકોર, ઓરિસ્સા નું પૂરી નું જગન્નાથ મંદિર.

 

સંકલન : મિત્તલ ભાવસાર , ફોટો સોર્સ – ગુગલ

Related Posts