ભારત ની દીકરી સિરિશા બાંદલા અંતરીક્ષ માં જશે
ભારત માં જન્મેલી સિરિશા બાંદલા 11 જુલાઇ ના રોજ વર્જીન ના માલિક રિચાર્ડ બેનસન સાથે અંતરિક્ષ માં જશે. સિરિશા બાંદલા આંધ્ર પ્રદેશ ના ગુતુર માં જન્મેલી છે. કલ્પના ચાવલા,રાકેશ શર્મા અને સુનિતા વિલિયમ્સ પછી અંતરિક્ષ માં જનાર તે ચોથી ભારતીય છે. 34 વર્ષીય સિરિશા નિર્ણયો લેતી વખતે બહાદુર અને મજબૂત હોય છે. તેણે યુએસ માં પોતાનું સ્કૂલ શિક્ષણ પૂરું કરી 2011 માં એરોસ્પેસ,એરોનોટિકલ અને એસ્ટ્રોનોટિકલ એન્જીનિયરીંગ માં સ્નાતક પૂરું કર્યું છે અને જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી માં થી MBA ની ડિગ્રી મેળવી છે. અભ્યાસ પૂરો કર્યા પછી તે વર્જિન કંપની માં 2015 માં જોડાઈ હતી તે અત્યારે સરકારી અને સંશોધન બાબતો નો વિભાગ સંભાળી રહી છે. અવકાશ માં ઉડનાર ભારતીય મૂળ ની તે બીજી મહિલા બનશે.
યુએસ માં ખાનગી કંપનીઓ અંતરિક્ષ યાત્રા માટે તૈયારી કરી રહી છે અને વર્જીન તેમાની એક છે. 11 મી જુલાઇ એ વર્જીન ગેલેટિક તેની પ્રથમ સંપૂર્ણ ક્રૂ રોકેટ સાથે અંતરિક્ષ પર જશે. જેમાં કુલ 6 યાત્રીઓ રહેશે. વર્જીન ની અંતરિક્ષ યાત્રા એમઝોન ના જેફ બેજોસ ના એક અઠવાડીયા પહેલા પ્રસ્થાન કરશે.
સિરિશા માટે આ ખૂબ જ સન્માન ની વાત છે તેનું નામ પણ મહાન લોકો ની યાદી માં આવી જશે અને તે નવો રેકોર્ડ સ્થાપિત કરશે. સિરિશા ઉત્તર અમેરિકા ની સૌથી જૂની અને સૌથી મોટી ભારતીય અમેરિકન સંસ્થા તેલુગુ ફેડરેશન ઓફ નોર્થ અમેરિકા ની સભ્ય પણ છે જેમાં તેને 2014 માં યૂથ સ્ટાર એવોર્ડ થી સન્માનવામાં આવી હતી.