નિત્ય સમાચાર

મુસ્લિમ સમાજ માં પ્રથમવાર કોઈ યુવતી બની ડીએસપી

મહિલાઓ કઇંક કરવાનું મન બનાવી લે પછી ક્યારેય પાછું વળી ને જોતાં નથી આપણા દેશ માં પુરુષ સમોવડી સ્ત્રી ની વાતો વચ્ચે બિહાર ના ગોપાલગંજ જિલ્લાના હથુયા માં રહેતી રઝીયા સુલ્તાન બિહાર પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાયેલ પરીક્ષા માં પસંદ પામી છે. તેની બિહાર પોલીસ દળ માં ડીએસપી તરીકે નિમણૂક થઈ છે અને તે મુસ્લિમ સમાજ ની ડીએસપી બનનાર પ્રથમ યુવતી છે.

રઝિયા બોકારો થી સ્કૂલ શિક્ષણ પૂરું કરી જોધપુર માં ઇલેક્ટ્રિકલ એંજિનિયર માં બી.ટેક. માટે ગઈ. જ્યાં એન્જીનિયરીંગ પૂરું કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી શરૂ કરી

https://divyamudita.com/rajiyasultan/રઝીયા સુલ્તાન આ અગાઉ બિહાર સરકાર ના વીજળી વિભાગ માં આસિસ્ટન્ટ એંજિનિયર તરીકે નોકરી કરતી હતી. રઝિયા સાત ભાઈ-બહેનો માં સૌથી નાની છે. તેનું પ્રાથમિક શિક્ષણ ઝારખંડ ના બોકારો માં થયું હતું જ્યાં તેના પિતા સ્ટીલ પ્લાન્ટ માં સ્ટેનોગ્રાફર ની નોકરી કરતાં હતા. રઝિયા બોકારો થી સ્કૂલ શિક્ષણ પૂરું કરી જોધપુર માં ઇલેક્ટ્રિકલ એંજિનિયર માં બી.ટેક. માટે ગઈ. જ્યાં એન્જીનિયરીંગ પૂરું કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી શરૂ કરી. તે 2017 માં બિહાર સરકાર ના વીજળી વિભાગ માં જોડાયા ત્યારથી બિહાર પબ્લિક સર્વિસ કમિશન ની પરીક્ષામાં ની તૈયારી કરતી હતી.

રઝીયા સુલ્તાન બાળપણ થી જ જાહેર સેવા આયોગ ની પરીક્ષા આપવા માગતી હતી. તે કહે છે હું પોલીસ દળ માં નોકરી માટે ખૂબ જ ઉત્સાહિત છું. મુસ્લિમ સમાજ માં દીકરીઓ ને ઓછા શિક્ષણ માટે તે ખૂબ જ ચિંતિત છે. અને દરેક માતા પિતા એ તેમના સપના પૂરા કરવા બાળક ને સમર્થન કરવું જોઈએ. તે જણાવે છે કે મહિલાઓ પોતાના પર થયેલ અત્યાચાર અને ગુના ઓ ની જાણ પોલીસ ને કરવામાં શરમ અનુભવે છે જે યોગ્ય નથી  અને તે માટે હું યોગ્ય પ્રયત્ન કરીશ.

Related Posts