નિત્ય સમાચાર લેખાનુભુતિ

તાળીનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

શું તમને ખબર છે તાળી પાડવાની શરૂઆત ક્યારથી થઈ, આપણે જાણીએ તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ. કોઈપણ ઘર, મંદિર કે ગલીમાં, સોસાયટીમાં ભજન કીર્તન હોય છે. એ ભજન કીર્તનમાં લોકો ભજન કરતા હોય ત્યારે તાળી પાડે છે. મંદિરોમાં આરતી ચાલુ હોય ત્યારે ભક્તો મંદિરમાં તાળી પાડે છે. ભજન કીર્તનમાં વગાડવા માટે ઘણા પ્રકારના વાદ્ય યંત્ર હોવા છતાં લોકોને તાળી પાડવાની જરૂર કેમ પડે? શું તાળી પાડવાના વૈજ્ઞાનિક અને ધાર્મિક ફાયદા પણ છે? એક પૌરાણિક કથા અનુસાર તાળી પાડવાની શરૂઆત ભગવાન વિષ્ણુના પરમ ભક્ત કહેવાતા પ્રહલાદએ કરી હતી. પ્રહલાદના પિતા હિરણ્ય કશ્યપેને વિષ્ણુભક્તિ ગમતી નહોતી. આ માટે તેમણે ઘણા ઉપાય કર્યા પરંતુ પ્રહલાદ પર તેની કોઈ અસર થઈ નહીં. થાકી હારીને હિરણ્ય કશ્યપેને લાગ્યું કે તેની પાસે રહેલા તમામ વાજિંત્રો લઈ લઉં જેથી પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્તિ કરી શકશે નહીં. જોકે પ્રહલાદ પણ હાર માને તેમ ન હતો. શ્રી હરિ વિષ્ણુ ના ભજનોને તાલ આપવા માટે બંને હાથોને એકબીજા સાથે અથડાવવાનું શરૂ કર્યું. આનાથી એક તાલીનું નિર્માણ થયું. આ કારણે આનું નામ તાળી પડ્યું જે બાદથી દરેક ભજન કીર્તનમાં તાળી પાડવાની પરંપરા શરૂ થઈ. એવી માન્યતા છે કે તાળી પાડવાના માધ્યમથી ભગવાને પોતાના કષ્ટોને સાંભળવા માટે પ્રાર્થના કરવામાં આવી છે. આવું કરવાથી ભગવાનનું ધ્યાન આકર્ષિત થાય છે. ભગવાન ભક્તો ઉપર પ્રસન્ન થાય છે. ભજન કીર્તન કે આરતી દરમિયાન તાળી પાડવાથી પાપોનો નાશ થાય છે. અને લોકો માં સારું કામ કરવાથી જાગૃતતા થઈ જાય છે. વૈજ્ઞાનિક કારણ અનુસાર તાળી પાડવાથી હથેળીઓના એક્યુપ્રેશર પોઇન્ટ પર દબાણ પડે છે અને હૃદય, ફેફસા સંબંધિત રોગોમાં લાભ મળે છે. તાળી પાડવાથી બ્લડ પ્રેશર યોગ્ય રહે છે. તાળી પાડવી એક પ્રકારનો યોગ પણ માનવામાં આવે છે. ઘણા લોકો સવારે ઊઠીને યોગ કરે છે. તે યોગમાં તાળી પાડવાનો પણ એક યોગ હોય છે. સ્કુલમાં બાળકો પાડે છે. સ્કૂલમાં બાળકો પ્રાર્થના કરે છે ત્યારે તાળી પાડે છે. દરરોજ તાળી પાડવાથી ઘણા બધા રોગ દૂર થઈ જાય છે. તાળી પાડવાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે. સ્કૂલમાં આપણે બાળકોને પ્રાર્થનામાં તાળી પાડવાનું કહીએ છીએ, ત્યારે બાળકોને આપણે યાદ આપીએ છીએ કે બાળકો તાળી પાડવી એ સારું છે. તાળી પાડવાથી તમાર શરીરને નસ જ છૂટી થઈ જાય છે. અને આ એક પ્રકારનો યોગ છે એવું બાળકોને કહેવામાં આવે છે. એટલે જ તાળી પાડવાના વૈજ્ઞાનિક, ધાર્મિક અનેક ફાયદા છે.

Writer : Sapna Joshi || Teacher
Volunteer : sadguru Foundation

Related Posts